________________
નિમિત્તની શાસ્ત્રીય મહત્તા : ૫૭૫
ઉત્પાદ છે અને પૂર્વ પર્યાયનો નાશ થવે એ વ્યય છે. ઘટની ઉત્પત્તિ થવાથી પિંડરૂપ આકૃતિને નાશ તે વ્યય છે; પરંતુ અનાદિકાળથી ચાલ્યા આવતા પિતાના પરિણામિક સ્વભાવથી તે ન તે વ્યય થાય છે, કે ન તે ઉત્પાદ થાય છે પરંતુ તે સ્થિર રહે છે. આનું જ નામ પ્રવ છે. પ્રવને જ ભાવ અથવા કર્મ એ જ ધ્રૌવ્ય છે. તાત્પર્ય એ છે કે, જેમ પિંડ અને ઘટાદિ અવસ્થાઓમાં માટીને અન્વય બરાબર ટકી રહે છે, એટલે એક માટી ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય સ્વભાવ છે તેવી જ રીતે ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્યથી યુકત અર્થાત્ તાદાભ્યને લઈ તે સત્ પણ છે.
ગઈકાલના અને અત્યારના આટલા વિવેચનથી સ્પષ્ટ થઈ જાય છે કે, ચેતન અને ચેતન દ્રવ્યનું પ્રત્યેક સમયમાં જે પરિણમન થાય છે તે અન્ય કેઈથી કરાયેલું કાર્ય નહિ પરંતુ તે દ્રવ્યની પિતાની જ વિશેષતા છે. એક દ્રવ્યથી બીજા દ્રવ્યને પરિણમવાનું નથી. પરિણમન એ દરેક દ્રવ્યને સ્વભાવ છે. આ જ કારણે પ્રકૃતિમાં પ્રત્યેક દ્રવ્યનું પરિણમન તેનાથી અલગ અન્ય દ્રવ્યનું કાર્ય નથી એ કહેવાઈ ગયું છે. આ રીતે દ્રવ્ય પર્યાય રૂપથી પરિણમન કરતું હોવા છતાં તે અનાદિકાલીન પરિણામિક સ્વભાવરૂપથી સ્થિર રહે છે. તેને તે પરમ પરિણામિક ભાવ ન તો ઉત્પન્ન થાય છે કે ન તે તે વ્યય પામે છે. આ પણ તેની પિતાની વિશેષતા જ છે. આ બંને વિશેષતાઓના સમુચ્ચયરૂપ દ્રવ્ય અથવા સત્ છે એ જ ગઈકાલના અને અત્યાર સુધીના પ્રવચનનું તાત્પર્ય છે.
આ રીતે યુક્તિ અને આગામથી આ વાત સિદ્ધ થઈ ગઈ છે કે, ચેતન અને અચેતન પ્રત્યેક દ્રવ્યનું ઉત્પન્ન થવું, નાશ થવું અને પરમ પરિમાણિક સ્વભાવમય અન્વયરૂપથી ઉત્પન્ન અને વિનષ્ટ થયા વગર જ સ્થિર રહેવું તે તેને પિતાને સ્વભાવ છે. અન્ય કેઇનું કાર્ય નથી. શારેમાં ઠેકઠેકાણે છે દ્રવ્ય અને તેના લોકરૂપ કાર્યને અકૃત્રિમ અને અનાદિ નિધન કહેવાનું અને કર્તારૂપથી ઈશ્વરને ઈન્કાર કરવાનું તાત્પર્ય પણ આ જ છે.
અહીં પ્રશ્ન થાય છે કે, જે રીતે દરેક પિતાના અન્વયરૂપ સ્વભાવથી અવસ્થિત છે અને તે બીજા કોઈનું કાર્ય નથી, તેવી જ રીતે પરિણમન કરવું એ પણ તેને સ્વભાવ હોવાથી, માત્ર તે પિતાના આવા સ્વભાવના કારણે જ પરિણમન કરે છે, કે તેનાં આ પરિણમન રૂપકાર્યમાં તેનાથી ભિન્ન બીજાં કારણે પણ અપેક્ષિત હોય છે? આ સંબંધમાં જ્યાં સુધી શાસ્ત્રોને સંબંધ છે ત્યાં સુધી તે તે દ્રવ્યના ઉકત સ્વભાવ સ્વીકારી લીધા પછી પણ દરેક કાર્યની ઉત્પત્તિમાં નિમિત્ત કારણોનું અસ્તિત્વ પણ સ્વીકારેલ છે. તસ્વાર્થ સૂત્રમાં એક દ્રવ્ય પોતાથી ભિન્ન બીજા દ્રવ્યને શે ઉપકાર કરે છે તેને નિર્દેશ કરતાં તેના રચયિતા ઉમાસ્વાતિ સ્વામી કહે છે
गति स्थित्पुग्रहौ धर्माधर्म यो रुपकारः आकाशस्यावगाहः
૯-૨૮ शरीरवाइमन: प्राणापानाः पुद्गलानाम् सुखदुःख जीवित मरणोपग्रहाश्च
૯-૨૦