________________
૫૭૪ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર તેના જવાબમાં શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે
उग्गओ बिमलो भाणू सव्वलेोगप्पमंकरो।
सेा करिस्सइ उज्जोय सव्वलेोगम्मि पाणिण ॥ સંપૂર્ણ જગતમાં પ્રકાશ કરનાર અને અજ્ઞાનરૂપ અંધકારને હરી લેનાર નિર્મળ અને પ્રખર સૂર્ય ઊગી ચૂક્યો છે. તે બધા જીવોને અજ્ઞાનના અંધારામાંથી પ્રકાશના દિવ્ય માર્ગે લાવશે. કારણ અંધારાનું પ્રકાશની સામે ટકી શકવાનું સામર્થ્ય નથી. પ્રગાઢતમ અંધકારને દીપકની એક નાનકડી જ્યોતિ પણ હડસેલી શકે છે, ત્યારે આ લોકમાં પરમ તેજસ્વી તારક સૂર્ય ઉદય થઈ ગયો છે એટલે અંધારામાં અટવાતાં પ્રાણીઓને અવશ્ય પ્રકાશને માર્ગ મળશે.
નિમિત્તની શાસ્ત્રીય મહત્તા ગઈ કાલે “સતના સ્વરૂપ સંબંધેની વાત થઈ હતી. દાર્શનિક ગ્રંથમાં તેનાં સ્વરૂપની સ્પષ્ટતા સુંદર દષ્ટાંતે સાથે કરવામાં આવેલ છે તે પણ હવે આપણે જોઈ જઈએ.
घट-मौलि-सुवर्णार्थी नाशोत्पादस्थितिध्वयम् ।
शोक-प्रमोद-माध्यस्थ्य जना याति खहेतुकम् ।। ઘટને ઈચ્છતે એક માણસ સોનાના બટની પર્યાયને નાશ થવાથી દુઃખી થાય છે અને મુકુટને ઈચ્છક બીજે માણસ સોનાના મુકુટની પર્યાયની ઉત્પત્તિ થવાથી હર્ષિત થાય છે. પરંતુ માત્ર સોનાનો જ ઇરછુક ત્રીજો માણસ, ઘટ પર્યાયને નાશ અને મુકુટ પર્યાયની ઉત્પત્તિ થવા પર, દુઃખી પણ થતો નથી અને હર્ષિત પણ થતું નથી, પરંતુ મધ્યસ્થ રહે છે. આ ત્રણે માણસોનું સોનાના આશ્રયે થનારું આ કાર્ય અહેતુક નથી. આથી સિદ્ધ થાય છે કે સોનાની ઘટ પર્યાયને નાશ અને મુકુટ પર્યાયની ઉત્પત્તિ થતી હોવા છતાં પણ સેનાને નાશ પણ થતું નથી અને ઉત્પત્તિ પણ થતી નથી. સેનું પિતાની ઘટ, મુકુદ આદિ બધી અવસ્થામાં સોનું જ બની રહે છે. આ જ વાતને પુષ્ટિ આપવા દાર્શનિકે બીજા દાખલાઓ આપે છે.
पयोव्रता न दध्यत्ति न पयोऽत्ति दधिव्रतः ।
अगोरसवतो ना मे, तस्मात्तत्व त्रयात्मकम् ॥ જેણે દૂધ પીવાનું વ્રત લીધું છે તે દહીં ખાતે નથી; જેણે દહીં ખાવાની પ્રતિજ્ઞા લીધી છે તે દૂધ પીતું નથીપરંતુ જેણે ગોરસ સેવનને જ ત્યાગ કર્યો છે તે દૂધ કે દહીં બેમાંથી એકેયને ઉપગ કરતા નથી. આથી સિદ્ધ થાય છે કે તત્ત્વ ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્યરૂપ છે.
પોતપોતાની જાતિને ત્યાગ ન કરતાં, ચેતન અને અચેતન દ્રવ્ય એ ઉભય નિમિત્તના વાશથી અન્ય પર્યાયની પ્રાપ્તિ કરે તે ઉત્પાદ છે. જેમકે, માટીના પિંડની ઘટપર્યાય રૂપથી ઉત્પત્તિ થવી તે