________________
ઉપાદાન નિમિત્ત સમીક્ષા : ૫૬૯ આંખે થઈ શકતા નથી ત્યારે અન્ય દ્રબ્યાને પણ આપણી ઇચ્છા પ્રમાણે આપણે પરમાવી શકતા નથી.
કદાચ નિમિત્તવાદી કહે કેઃ વિવક્ષિત દ્રવ્યથી કાર્ય તે જે થવાનુ છે તે જ થશે; પરંતુ આપણે માત્ર તે કા આગળ-પાછળ થાય તેટલું કરી શકીએ. દાખલા તરીકે, જે કે પંદર દિવસ પછી પાકે એમ છે, તેને પ્રયત્ન વિશેષથી પંદર દિવસ પહેલાં પકવી શકીએ; અને જે ફળ અટવાડિયામાં બગડી જવાનુ હોય તેને રેફ્રિજરેટર આદિ સાધનાની મદદથી ચાર માસ સુધી સુરક્ષિત રાખી શકીએ. નિમિત્તવાદીની આ દલીલમાં પણ કોઈ સાર નથી. કારણુ તિક પ્રચયરૂપથી અવસ્થિત દ્રવ્યને એક પ્રદેશ તેના જ અન્ય પ્રદેશરૂપ થઈ શકતા નથી. એક ગુણુ અન્ય ગુણુ રૂપ થઈ શકતા નથી; અથવા એક દ્રવ્યના પ્રદેશ અન્ય દ્રવ્યના પ્રદેશરૂપ થઈ શકતા નથી. એક દ્રવ્યના ગુણુ અન્ય દ્રવ્યના ગુણુરૂપ થઈ શકતા નથી. તેમજ દરેક દ્રવ્યની ઊર્ધ્વ પ્રચયરૂપથી અવસ્થિત પર્યાયામાં પણ પરિવર્તન સંભવિત નથી. દરેક દ્રવ્યની પર્યાયે અને ગુણુ પર્યાયે સમાન છે. તેમાંથી જે પર્યાયને જે સ્વકાળ છે તે કાળે જ તે પર્યાય થાય છે.
ઉપલક દૃષ્ટિએ વિચાર કરવાથી એવા પ્રશ્ન થાય છે કે, જે કેરી પંદર દિવસ પછી પાકવાની હતી તેને આપણે પંદર દિવસ પહેલાં પકવી નાખી; પરંતુ વચગાળાના પંદર દિવસમાં કેરીની જે પર્યાયે થવાની હતી, તે નિમિત્તવાદીના કથન મુજબ, આપણા પ્રયાગ વિશેષથી ન થવા પામી, તેનું શું થયું? તે બધી પર્યંચા થયા વગર જ અતીત થઈ ગઈ કે તે પર્યંચે હવે ભવિષ્યમાં થશે ? થયા વગર તે અતીત થઈ ગઈ એમ કહી શકાય નહિ; કારણ જે વસ્તુ થઈ જ નથી તે અતીત કેમ થઇ શકે ? ભવિષ્યમાં થશે એમ કહેવું પણ બરાબર નથી. કારણ, આમ માનવાથી કાઇ પણ પર્યાયના સ્વકાળ થશે નહિ. કારણ તે કેવળ એક જ પર્યાયના પ્રશ્ન નથી, ભવિષ્યમાં આવનારી અનંત પર્યંચાનેા તે પ્રશ્ન છે. કારણ, કેઇ પણ એક વિવક્ષિત પર્યાય જો સ્વકાળમાં ન થાય, તેા બધા જીવા અને પુદ્ગલાના પર્યાયાના સ્વકાળના નિયમ રહેતા નથી. એટલું જ નહિ, પરંતુ અકાળ પાક આદિના આશ્રયથી જે પર્યાયાની અવસ્થિતિ તે વચમાં માનતા નથી તે બધી પાયાના અભાવ થઇ જતાં, બધાં દ્રવ્યેની પર્યાયે કાળ દ્રવ્યના પાયા જેવી છે એ વ્યવસ્થા પણ રહે નહિ. આ વસ્તુ પણ ખરાખર નથી. જ્યારે એમ સિદ્ધ કરવામાં આવ્યું છે કે, દરેક કાર્યોની ઉત્પત્તિ પેાતાનાં ઉપાદાન મુજબ જ થાય છે, ત્યારે નિમિત્તાને અનુસરી આગળ પાછળ કાર્યાં પરિણમન માનવું તે નિતાંત અસંગત છે. આચાય શ્રી કુન્દકુન્દે સમય પ્રાભૂતમાં કહેલ છે કે
अष्ण दबिण अण्णदव्वस्त ण कीरये गुणुपा
तम्हा उ सव्व दव्षा उप्पज्जते सहावेण ॥
અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણ-વિશેષતાના ઉત્પાદ કરી શકાય નહિ. એટલે બધ. જ દ્રવ્ય પાતપેાતાના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે.