________________
૪૮૦ : ભેવા પાષાણ, ખેલ્યાં દ્વાર
અને એક જ માર્ગને અનુસરનારા હોવાથી તેઓ એકબીજાના મર્મને-રહસ્યને પામી જાય છે. જે જાતને પ્રશ્ન હોય છે તે જ રીતે તેને જવાબ આપી દેવાય છે. પરસ્પર પિતાના સવાલ જવાબે એક બીજા સમજી લે છે. અત્રે દુષ્ટ ઘેડે કોણ છે? કેમ તે દોડે છે ? ગોતમ કેમ તેના પર સવારી કરે છે, છતાં પછડાતા નથી? વગેરેના ભાવભેદો આવતી કાલે–
મનથી અગોચર મન હંમેશાં દ્વન્દ ઊભાં કર્યા કરે છે. તે કદી એક રૂપમાં રહી શકતું નથી. મને હંમેશાં બે થઈને જ જીવે છે એટલે તેને સ્વભાવ જ દ્વન્દ્ર ઊભાં કરવાનું છે.
મારું એક મન કહે કે “આ મકાન મને મળી જાય તે સારું.' પરંતુ અંદરથી બીજા મને કહ્યું: “મારે આ મકાન લેવું નથી. હું તેના તરફ ઉદાસીન છું. હું તેના તરફ જઈશ જ નહિ.” આમ તે મકાન તરફની બીજા મનની ઉદાસીનતા છે. પરંતુ પહેલા મનનું મકાન તરફનું આકર્ષણ હોવાને કારણે મારા મને મને જ બે ભાગમાં વિભકત કરી નાખે. એક મન તે મકાનની માંગ કરતું હતું અને બીજું મન તે લેવા ના પાડતું હતું. આમાંથી જે કઈ એકને પણ પક્ષ લેવાઈ જાય તે મનને ટકી રહેવા માટે પૂર્ણ સાધન મળી જાય. જે વસ્તુ મનની સામે હોય છે તે જ વસ્તુ મનને વિષય થઈ શકે છે. જે મનથી પાર છે તે મનનો વિષય થઈ શકતું નથી. મન તેને જ જોઈ શકે છે જે તેની સામે છે. જે મનની પાછળ છે તેને મન જોઈ શકતું નથી. અરીસામાં પ્રતિફલન તેનું જ પડી શકે છે જે અરીસાની સામે અરીસાને વિષય બને છે. જે દર્પણની પાછળ છે તેનું દર્પણમાં પ્રતિબિંબ પડતું નથી. અરીસાની પાછળ જે છે તેનું પ્રતિબિંબ અરીસામાં જોઈ શકાતું નથી એટલે તેને અર્થ એ નથી કે અરીસાની પાછળ કાંઈ છે જ નહિ. અરીસાની અક્ષમતાનાં કારણે પાછળ રહેલા પદાર્થોના પ્રતિબિંબ તેમાં પ્રતિભાસિત ન થાય તે તેથી કાંઈ અસ્તિત્વને અભાવ થઈ જતું નથી.
આપણી ચારેકેર પદાર્થોનું વિરાટ જગત છે. તે વિરાટ જગતનું પ્રતિબિંબ મનરૂપી અરીસામાં પડે છે. જગતમાં પથરાએલી અપાર પદાર્થ રાશિને બતાવવા માટે, તેનું પ્રતિબિંબ બનાવવા માટે મનની ઈન્દ્રિય છે. મનના બીજા પણ ઘણાં અંગે છે. આંખ મનનું એક દ્વારા છે જ્યાંથી રૂપને પ્રવેશ થાય છે. આકૃતિ અને રંગ પણ આ જ પ્રકારથી પ્રવેશ કરે છે. કાન તેનું બીજું કાર છે જ્યાંથી ધ્વનિ પ્રવેશ કરે છે, જ્યાંથી શબ્દ પ્રવેશ કરે છે. હાથ, નાક, જીભ આદિ બધાં તેનાં દ્વાર છે. આ દ્વારે ઘણું જરૂરી છે. આ બધાં દ્વાર વડે જ મન બહારના જગતમાં જાય છે અને વસ્તુનું જ્ઞાન કરે છે. મન સાથે ઇન્દ્રિયની પણ ઘણું ઉપયોગિતા છે. ઈદ્રિયેની સહાય વગર જે મનમાં જાણવા જેવાની ક્ષમતા હતા તે જગતમાં આંધળા અને