________________
ઉપાદાન-નિમિત્ત મીમાંસા : પ.
આ જ વસતુને વધારે સુસ્પષ્ટ કરવા માટે જીવને પણ દાખલે લઈ શકાય છે. મુક્ત અવસ્થા એ પણ જીવની અવસ્થા છે. કારણ, મુક્ત અવસ્થામાં પણ જીવને અન્વય દેખાય છે. એટલે ઉપર જણાવેલ પ્રકિયા મુજબ દ્રવ્યાર્થિક નય-વ્યવહાર નથી મુક્ત અવસ્થાનું ઉપાદાન . કારણ જીવ કહેવાય છે. પરંતુ જે માત્ર જીવથી મુકત અવસ્થા જન્મવા લાગે તે નિગદને
ને પણ તે પર્યાયના અનંતર તત્કાળ મુકત અવસ્થા જન્મવી જોઈએ અને નિગોદ અને મુક્ત જીવ વચ્ચે જે અનેક અવસ્થાઓ છે તે દષ્ટિગોચર ન થવી જોઈએ. જો કે નિગદ અને મુક્ત અવસ્થા વચ્ચે જે જે પર્યાયે જન્મે છે તે બધામાં વ્યવસ્થિત જીવને અન્વય દેખાય છે. પરંતુ આ એક સુનિશ્ચિત સત્ય છે કે, જે જીવ નિગોદમાંથી નીકળે છે તે નિગોદ અને મુકત અવસ્થા વચ્ચેની સંભવિત અનેક પર્યાને સ્પર્યા વગર, મુક્ત અવસ્થાની વિશુદ્ધ પર્યાય પામી શકતે નથી. એટલે જીવને મુક્ત અવસ્થાનું ઉપાદાન કારણ કહેવું તે માત્ર દ્રવ્યાર્થિક-વ્યવહાર નયની દષ્ટિ છે. વસ્તુતઃ મુક્ત અવસ્થાની ઉત્પત્તિ અંતિમ ક્ષણવર્તી અગી કેવલી અવસ્થાવિશિષ્ટ જીવથી જ થાય છે. એના પૂર્વે ક્રમથી સગી કેવલી, ક્ષીણકષાય, સૂમસં૫રાય, અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અપ્રમત્તસંયત અવસ્થા ગર્ભિત વિવિધ પર્યાયે નિયમથી હોય છે. અપ્રમત્ત સંયત અવસ્થાના પૂર્વે કઈ કઈ અવસ્થામાં હોય છે તે વિવિધ ની અપેક્ષાથી વિવિધતા ભરેલી હોય છે. પિતા પોતાના ઉપાદાન અનુસાર બીજી બીજી અવસ્થાએ યથાસંભવ હોય છે. જેમ બધા પુદ્ગલે ઘટ નથી બનતા તેમ એ પણ નિયમ છે કે, બધા છે તે તે અવસ્થાને નથી પ્રાપ્ત થતા. જેમાં જે ભવ્ય જીવરાશિ છે તે જ પોતપોતાના ઉપાદાન મુજબ તે અવસ્થાઓને ઉપલબબ્ધ કરી મુકત થાય છે. મુક્ત થવા પૂર્વે અયોગી અવસ્થા નિશ્ચિત હોય છે એટલે ઉપાદાન કારણ અને કાર્યના આ લક્ષણો જણાય છે–નિયતપૂર્વેક્ષતિd RUત્રા, નિયત્તત્તર ક્ષણાવર્તિા વાર્ય હૃક્ષણ”- નિશ્ચિત પૂર્વ સમયમાં ઉપસ્થિતિ કારણનું લક્ષણ છે અને નિયત ઉત્તર ક્ષણમાં રહેવું તે કાર્યનું લક્ષણ છે.
જો કે ઉપર્યુકત લક્ષણમાં નિયતપૂર્વ સમયમાં સ્થિત તેને કારણે અને જે નિયત ઉત્તર સમયમાં સ્થિત છે તેને કાર્ય કહેવામાં આવેલ છે. પરંતુ આથી ઉપાદાન કારણ અને કાર્યને ખાસ બધ થતું નથી. કારણ નિયત પૂર્વ સમયમાં દ્રવ્ય અને પર્યાય બને અવસ્થિત હોય છે. આ લક્ષણથી કોણ કોનું ઉપાદાન કારણ છે અને કયા ઉપાદાનનું કયું કાર્ય છે એનું સ્પષ્ટ જ્ઞાન થતું નથી, છતાં ઉપાદાન કારણ અને કાર્યમાં એક સમયના વ્યવધાનને ખ્યાલ તે અવશ્ય આવી જાય છે. ઉપાદાનનું લક્ષણ આ છે.
त्यक्ता त्यक्तात्म रूप यत् पूर्वा पूर्वेण वर्तते ।
कालत्रयेऽपि तद् द्रव्यमुपादानमिति स्मृतम् ॥ જે દ્રવ્ય ત્રણે કાળમાં પિતાના રૂપને છેડતું અને ન છોડતું પૂર્વ રૂપથી અને અપૂર્વ રૂપથી વર્તતું હોય છે તે દ્રવ્ય ઉપાદાન કારણ છે એમ જાણવું જોઈએ.