________________
પ૬૪: ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર
આ લેકમાં દ્રવ્યને ઉપાદાન કારણ બતાવ્યું છે. એનાં વિશેષણ પર ધ્યાન આપવાથી એ તે સ્પષ્ટ સમજાય છે કે દ્રવ્યને માત્ર સામાન્ય અંશ પણ ઉપાદાન થતું નથી અને વિશેષાંશમાં પણ ઉપાદાન થવાની જગ્યતા નથી. ઉપાદાન તે સામાન્ય વિશેષાત્મક દ્રવ્ય જ હોય છે. વસ્તુના માત્ર સામાન્ય અંશ અથવા વિશેષ અંશને ઉપાદાન માનવાથી એકાંત ક્ષણિકવાદ અથવા નિત્યવાદમાં આવતા દાનાં ઉદ્ભવને સંભવ થઈ જાય છે. બૌદ્ધદર્શન જે પદાર્થને એકાંત ક્ષણિક માને છે, તેમના મતમાં ક્ષણિક પદાર્થ જેમ કાર્યનું ઉપાદાન થઈ શકતું નથી અને વૈશેષિકાદિ દર્શને જે એકાન્ત નિત્યવાદને સ્વીકારે છે તેમને ત્યાં એકાન્ત નિત્ય પદાર્થ પણ જેમ કાર્યનું ઉત્પાદન થઈ શકતું નથી તેમ દ્રવ્યને માત્ર સામાન્ય કે માત્ર વિશેષ અંશ પણ ઉપાદાન થઈ શકે નહિ.
સ્વામી કાર્તિકેયે આ બધી આપત્તિઓને અનુલક્ષી ઉપાદાન કારણ અને કાર્યનું જે લક્ષણ કરેલ છે તે આ પ્રકારે છે
पुख्य परिणाम जुत्तं कारण मावेण वद्ददे दव।
उत्तर परिणाम जुदत चिय कज्ज हवे णियमा । અનંતર પૂર્વ પરિણામથી યુકત દ્રવ્ય કારણ રૂપથી પ્રવર્તિત થાય છે અને અનંતર ઉત્તર પરિણામથી યુક્ત તે જ દ્રવ્ય કાર્ય હોય છે.
સ્વામી વિધાનદ ઉપાદાન કારણ અને કાર્યના સ્વરૂપ વિષે સંક્ષિપ્ત સમાધાન કરેલ છે. “પાવાનભ્ય પૂર્વાશન ક્ષઃ સ્વાહ વ, ” અર્થાત્ ઉપાદાનને પૂર્વના આકારથી ક્ષય એ કાર્યને ઉત્પાદ જ છે. કારણ એ બને એક જ હેતુથી થાય છે એ નિયમ છે.
આ બધા વિવેચનથી આ હકીકત સ્પષ્ટ થઈ જાય છે કે જે અનન્તર પૂર્વ પર્યાય વિશિષ્ટ દ્રવ્ય છે તે ઉપાદાનના નામે ઓળખાય છે. આ અનન્તર ઉત્તરપર્યાય વિશિષ્ટ દ્રવ્ય કાર્ય સંજ્ઞાના નામથી ઓળખાય છે. આ ઉપાદાન-ઉપાદેય વ્યવહાર અનાદિ કાળથી ચાલી રહ્યો છે અને અંતકાળ સુધી ચાલતું રહેશે.
આ વિષયની સ્પષ્ટતા કરવા માટે સર્વ પ્રથમ ઘટરૂપ કાર્યને દાખલ આવે છે. તદનુસાર, ખાણમાંથી આવેલી માટીમાંથી જો ઘટ બનશે તે તેને અવશ્ય સ્થાસ, કોશ, કુશળ આદિ પર્યામાંથી પસાર થવું પડશે. ગમે તેટલે નિષ્ણાત અને કુશળ કુંભાર કેમ નથી હોત છતાં ઘટને બનાવવામાં, માટીથી માંડી ઘટ સુધીની તમામ નિષ્પત્તિની દરેક પ્રક્રિયાઓને જાળવીને રાખવી પડે છે ! ખાણમાંથી લાવવામાં આવેલી માટી જેમ જેમ વિભિન્ન વિભિન્ન અવસ્થાઓને ધારણ કરતી જશે તેમ તેમ કુંભારના ક્રિયા વ્યાપારે પણ તે તે મુજબ પરિવર્તિત થતા જશે. માટીની અવસ્થાઓના પરિવર્તન અને ક્રિયા વ્યાપારેના પરિવર્તનની સાથે કુંભારના ઉપગમાં પણ પરિવર્તન આવતું જશે. આ જ ક્રમથી માટીમાંથી ઘટની નિષ્પત્તિ થાય છે. એક બાજુ ઘટની