________________
૪૮૨ : યા પાષાણ, છેત્યાં દ્વાર
. વૈજ્ઞાનિકોએ મનના સંબંધમાં ઘણી સહમ જાણકારીઓ એકત્રિત કરી છે તેથી તેમની મુશ્કેલીમાં વધારે થાય છે. પદાર્થોના વિશ્લેષણથી જે આશ્ચર્યજનક રહસ્યની શોધ થઈ છે તેને લઈને પાશ્ચાત્ય વૈજ્ઞાનિકના માનસ વધારે સંદેહગ્રસ્ત બન્યા છે. વૈજ્ઞાનિકને વિચારવાની આવી જ પ્રક્રિયા હોય છે કે હું મનથી પરમાણુને જાણી શકું છું. મનથી કરોડો માઈલ દૂર રહેલા તારાની માહિતી ઉપલબ્ધ કરી શકું છું. તે પછી મનથી જે આત્મા આટલે સનિકટ છે, તેને તેના વડે કેમ ન જાણી શકું? અને આ રીતે મનની પેલે પાર રહેલા, મનના પૃષ્ઠ ભાગમાં રહેલા આત્મતત્વને મનથી જાણવાને, મનથી ચેતનાનું અન્વેષણ કરવાને તેને સતત પ્રયત્ન હેાય છે. પરંતુ મનરૂપી અરીસામાં આત્માનું પ્રતિફલન પડી શકે એમ છે જ નહિ. તેથી તે અંતિમ એ નિષ્કર્ષ ઉપર પહોંચે છે કે–આત્મા હશે જ નહિ. જે આત્મા હોય તે અવશ્ય તે પકડમાં આવત. પરંતુ અનુભવીઓ કહે છે કે, વૈજ્ઞાનિકે આત્માને જાણી શકતા નથી અને અર્થ એ નથી કે, આત્માનું અસ્તિત્વ નથી માટે તેઓ તેને જાણી શકતા નથી. પરંતુ ન જાણી શકવાનું કારણ એ છે કે, આત્મા મન માટે અગેચર છે. આત્મા કદી પણ મનથી જાણવાને વિષય બની શકતે નથી.
આ જ વાતને વધારે સ્પષ્ટતાથી સમજવી હોય તે એક દાખલે લઈએ. જેમકે આંખ જોઈ શકે છે પરંતુ સાંભળી શકતી નથી. હવે કઈ માણસ આંખને લઈ સંગીત સાંભળવા બેસે અને ન સાંભળી શકતાં કહે કે મારી આંખે તે સંપૂર્ણ સાજી છે. ઊલટાનું તેમાં અંજન આંજી મેં તેને વિશેષતા આપી છે. મારી આંખેને ચશ્માની પણ જરૂર નથી, છતાં આટલી સારી આંખે હું સંગીત કેમ સાંભળી શકતે નથી? તે જાણકાર માણસ તત્કાલ બલી ઊઠશેઃ ભાઈ! સાંભળવું એ કાંઈ આંખને વિષય નથી. સાંભળવું એ આંખને અવિષય છે. આંખ સાંભળી ન શકે તે તેમાં તેને કશે જ અપરાધ નથી. આંખની પાસે ધ્વનિને પકડવાની કઈ શક્તિ જ નથી. આંખ આકાર, રૂપ, રંગ અને પ્રકાશને પકડે છે, તે વનિને પકડી શકતી નથી. વનિને પકડવાની તેનામાં ક્ષમતા જ નથી. આવી જ રીતે મન પદાર્થોને પકડી શકવાની ક્ષમતા અવશ્ય ધરાવે છે. પરંતુ ચેતનાને તે પકડી શકતું નથી કેમકે ચેતના તેને અવિષય છે. ચેતના મનથી અગોચર છે.
ખરેખર જે મનને વિષય નથી, તેને મનનાં સાધનની સહાયથી શેધવાને પ્રયત્ન કરવો એ એગ્ય વસ્તુને શોધવા અયોગ્ય સાધનને ઉપયોગ કર્યો ગણાય. આવા અગ્ય સાધનથી જે આત્મતત્વની પ્રતીતિ ન થાય તે તેથી કાંઈ એમ સિદ્ધ થતું નથી કે આત્મા નથી. એથી તે માત્ર એટલું જ સિદ્ધ થાય છે કે, જે સાધનના ઉપગથી આત્મારૂપ સાધ્યની પ્રતીતિ કરવા ગયા તે સાધન જ અસંગત હતું, અયોગ્ય હતું, વગર મેળનું હતું. આત્માને શોધવા માટે મનનું સાધન અસંગત છે. આત્માની સાથે મનને કેઈ સંબંધ નથી. આત્માને શેધવા માટે તે બીજું સાધન શોધવું પડશે. આત્માનું શોધન મનથી નહિ પણ ધ્યાનથી થશે. મન જે નથી