________________
૪૯૬ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર
ગણધરો જ છે. જિનાગમ તીથ કરપ્રણીત કહેવામાં આવે છે, તેને અભિપ્રાય આટલે જ છે કે અર્થાત્મક ગ્રંથના પ્રણેતા તીર્થંકરા હતા, પરતુ શબ્દાત્મક ગ્રંથાના પ્રણેતા તા ગણધરો છે.
ઉપર જણાવેલ વિવરણુ મુજબ આ વાત સ્પષ્ટ થઇ જાય છે કે, સૂત્ર અથવા ગ્રંથરૂપમાં ઉપસ્થિત ગણધરપ્રણીત જૈનાગમાનું પ્રામાણ્ય ગણધરકૃત હેાવા માત્રથી નથી. પરંતુ તે સૂત્રેાના અના પ્રણેતા તીર્થંકરની વીતરાગતા અને સજ્ઞતાના કારણે છે. મૂલાચારમાં તે ઉલ્લેખ છે કે
सुत्त गणहरकथिद तहेव पत्तेयबुद्धकथिद च । सुकेवलिणाकथिद अभिण्ण दसपुव्वकथिद च ॥
અર્થાત્ ગણધરકથિત, પ્રત્યેક બુદ્ધકથિત,
આગમ પણ પ્રમાણ છે.
શ્રુતકેવલિકથિત અને અભિન્ન ઇસપૂર્વી કથિત
જૈન પર’પરા મુજબ માત્ર દ્વાદશાંગી જ આગમાન્તગત નથી. પરંતુ ગણધરકૃત દ્વાદશાંગી સિવાયના અંગમાહ્યરૂપ અન્ય શાસ્ત્રો પણ આગમ રૂપથી ઇષ્ટ છે અને તે બધા ગણધરકૃત હોતા નથી. કારણુ ગણધર માત્ર દ્વાદશાંગેાની જ રચના કરે છે એવી અનુશ્રુતિ છે. અંગમાહ્યના નામથી પ્રસિદ્ધ આગમાના પ્રણેતા ખીજા સ્થવિરાજ હાય છે.
સ્થવિર એ પ્રકારના છે. સંપૂર્ણ શ્રુતજ્ઞાની અને દશપૂર્વી. સપૂર્ણ શ્રુતજ્ઞાની એટલે ચતુર્દ શપૂર્વી (જૈનાગમાના પાઠયક્રમોમાં ખારમા અંગના અંશભૂત ચતુર્થાંશપૂર્વીને તેની ગહનતાના કારણે અંતિમસ્થાન ઉપલબ્ધ છે. એટલે ચતુર્દ શપૂર્વીના અ થાય છે સ’પૂર્ણ શ્રુતધર. આપણી ઐતિહાસિક પર પરા મુજબ એ સ્પષ્ટ છે કે ભદ્રબાહુસ્વામી અ ંતિમ ચતુર્થાંશ પૂર્વધર હતા. તેમની પાસે શ્રી સ્થૂલિભદ્રે ચૌદ પૂર્વીના અભ્યાસ કર્યો હતેા. પરંતુ ભદ્રબાહુની આજ્ઞા મુજબ તે દશ પૂર્વ જ બીજાને ભણાવી શકતા હતા. તેથી તેમના પછી દશપૂર્વી જ થયા) અથવા શ્રુતકેવલી. ગણધરપ્રણીત સ ́પૂર્ણ દ્વાદશાંગીરૂપ જિનાગમના સૂત્ર અને અના વિષયમાં ચૌદપૂર્વી વિશેષત: નિપુણ હાય છે. એટલે તેમની અસાધારણ પ્રતિભા અને શાસ્ત્રોના સંબંધની ગહન ક્ષમતાને અનુલક્ષી તેમની આપ્તતા અસગ્ધિ જ મનાય છે. પરિણામે આવા શ્રુતકેવલીઓ જે કંઈ કહે અથવા લખે તેના જિનગમની સાથે કિંચિત્ માત્ર પણ વિરોધ હાઇ શકે નહિ.
જિનેશ્વરે પ્રરૂપિત વિષયાને જ તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરી તથા તત્કાલીન સમાજને લક્ષ્યમાં રાખી અનુકૂળ ગ્રંથાની રચના કરવી એ જ તેમનું એક માત્ર પ્રત્યેાજન હોય છે. આથી તેમના ગ્રંથા જિનવાણીને જ માધ્યમ રાખીને રચાએલા છે. જિનવાણીના તેનાથી પ્રચાર થતે હાવાથી તેમજ જિનવાણીને જ તેનાથી પુષ્ટિ મળતી હોવાથી તેમના ગ્રંથને પણ સ ંઘે સહે જિનાગમેના અન્તત જ સ્વીકારી લીધા છે. એમનુ પ્રામાણ્ય સ્વતંત્ર ભાવથી નથી. પરંતુ ગણધરપ્રણીત આગમા સાથે અવિસંવાદ રીતે તે પ્રયુકત હોવાથી તેનું પ્રામાણ્ય છે.