________________
૫૩૬ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર
૩૫થી ૩૭૨ની વચ્ચે થઈ હેવી જોઈએ. દશવૈકાલિક સૂત્રના વિષયમાં આટલું કહી શકાય કે, તદ્દગત ચૂલિકાઓ પાછળથી જોડવામાં આવી છે. આ સિવાય દશવૈકાલિકમાં કે પરિવર્તન કે પરિવર્ધન થયું નથી. ઉત્તરાધ્યયન સૂત્ર કોઈ એક આચાર્યની કૃતિ નથી. તેમ જ એક કાળની પણ કૃતિ નથી. છતાં તેને વિ. પૂ. બીજી, કે ત્રીજી શતાબ્દીનું માનવામાં કશી જ આપત્તિ નથી. આવશ્યક સૂત્ર પણ અંગબાહ્ય હોવાથી કેઈ સ્થવિરકૃત હોવું જોઈએ. સાધુઓના આચારમાં નિત્ય ઉપગમાં આવનારું આ સૂત્ર છે. તેથી આની રચના દશકાલિકથી પણ પૂર્વે માનવી જોઈએ. અંગોમાં જ્યાં પઠનનું વર્ણન આવે છે ત્યાં સામાવાળ રંજાળ” આ રીતે ભણવાના ક્રમનું વર્ણન છે. આથી જણાય છે કે, સાધુઓને સર્વ પ્રથમ આવશ્યક ભણાવવામાં આવતું.
શ્રી નંદીસૂત્રની રચના તે દેવવાચકની છે. તેથી તેને સમય વિક્રમની છઠ્ઠી શતાબ્દી પૂર્વ માનવે જોઈએ. અનુગદ્વાર સૂત્રના કર્તાના સંબંધમાં કહેવું જરા મુશ્કેલ છે. પરંતુ તેની રચના આવશ્યક સૂત્ર પછી થઈ હોવી જોઈએ. કારણ અનુગમાં આવશ્યકને જ અનુગ કરવામાં આવેલ છે. સંભવ છે અનુગદ્વાર સૂત્રની રચના આયંરક્ષિત પછી થઈ હોય અથવા તેમણે જ આ સૂત્રની રચના કરી હોય. તેથી રચનાને કાળ પણ વિક્રમ પૂર્વે છે. હાં, તેમાં યત્ર-તત્ર પરિવર્ધન થયું હોય.
જેનાગમાંથી થોડા આગમે તે એવા છે જે જૈનાચાર સાથે સંબંધ ધરાવે છે જેમકે, આચારાંગ, દશવૈકાલિક આદિ. છેડા ઉપદેશાત્મક છે જેમકે, ઉત્તરાધ્યયન, પ્રકીર્ણક આદિ. કેટલાક તત્કાલિન ભૂગોળ-ખળ સંબંધેની માન્યતાઓનું વર્ણન કરે છે જેમકે, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ વગેરે. છેદ સૂત્રને પ્રધાન વિષય જૈન સાધુઓના આચાર સંબંધી ઔત્સર્ગિક, આપવાદિક નિયમનું વર્ણન તથા પ્રાયશ્ચિત્તોનું વિધાન કરવાનું છે. છેડા એવા પણ આગમે છે જેમાં જિનમાર્ગના અનુયાયીઓનું વર્ણન છે. જેમકે ઉપાસક દશાંગ, અનુત્તરપપાતિકદશા આદિ. કઈમાં કપિત કથાઓ આપી ઉપદેશ આપવામાં આવ્યો છે જેમકે, જ્ઞાતા ધર્મકથા, વિપાકસૂત્ર. આમાં શુભ અને અશુભ કર્મોનું ફળ કથાઓ વડે બતાવવામાં આવેલ છે. ભગવતી સૂત્રમાં ભગવાન મહાવીર સાથે થએલા સંવાદને સંગ્રહ છે. બૌદ્ધસુત્તપિટકની માફક જુદા જુદા વિષયના પ્રશ્નોત્તર ભગવતી સૂત્રમાં સંગ્રહીત છે.
આ વિષયને અહીં જ રાખી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી કેશી ગૌતમ સંવાદ તરફ વળીએ. તે મુજબ, કેશી સ્વામીના સંસારમાં ડૂબતા પ્રાણીઓ માટે ત્રાણ, શરણરૂપ દ્વિીપ તમે કને માને છે?આ પ્રશ્નના જવાબમાં શ્રી ગતમ સ્વામી જવાબ આપે છે
अत्थि मेगा महादीवो वारिमझे महालओ । महा उदगवेगस्स गई तत्थ न विज्झई ॥ दीवे य इह के वृत्ते ? केसी गोयममब्बवी । केसिमेव बुवंत तु गोयमो इणमब्बवी ॥