________________
સ્વાધ્યાયને રસાસ્વાદ : પપ૯
માણસ જ્યારે પિતાને ભૂલી જાય છે ત્યારે સ્વાધ્યાય અટકી જાય છે અને જ્યારે પોતાની જાતને સ્મરણમાં રાખે છે ત્યારે સ્વાધ્યાયને પ્રારંભ થઈ જાય છે. સ્વાધ્યાયને અર્થ જ એ છે કે, પિતાનાં જીવનનું કેઈપણ કૃત્ય, કેઈપણ વિચાર કે કઈપણ ઘટના, પિતાની અનુપસ્થિતિમાં ન ઘટે, ક્રોધમાં પણ પોતે ઉપસ્થિત રહે, ઘણા, કામ, વાસના જે કેઈપણ સારા નરસાં કૃત્ય હોય, એ કાર્યમાં પોતાની અનુપસ્થિતિ ન હોય એ જ સવાધ્યાયને હેતુ છે. પોતાની જાણ બહાર કઈ કૃત્ય ન થાય એ જ સ્વાધ્યાયને પરમાર્થ છે.
ભગવાન મહાવીર કહે છે, ભૂલ ત્યારે જ થવા સંભવ છે કે જ્યારે વિકારના આવેશમાં માણસ ગાફલ અને મૂચ્છિત બની જાય છે. સ્વાધ્યાયમાં ગલત ઘટના ધટવી સંભવ નથી. ક્રોધ કરતી વખતે જે ક્રોધ કરનારની હાજરી બરાબર હશે તે બેમાંથી એક જ રહી શકશે, કાં તે ક્રોધ અને કાં તે ક્રોધ કરનાર પતે. બન્ને એક સાથે મૌજૂદ રહી શકતા નથી. કેધ કરતી વખતે માણસ જે મૂચ્છિત નહિ થાય, ભાન નહિ ગુમાવે અને વિવેકને જાળવી રાખશે તે પિતે મોજુદ રહેશે અને ક્રોધ એવાઈ જશે. પરંતુ જે તે ક્રોધમાં મૂચ્છિત થઈ જશે, ગાફેલ બની જશે, ભાન ગુમાવી બેસશે તે ક્રોધ પ્રવેશી જશે અને પિતે એવાઈ જશે. ક્રોધ કરનાર જાગૃત હશે તે જ કેધને પ્રવેશવાને અવકાશ નહિ મળે. ભગવાને પણ વારંવાર કહ્યું છે કે, “રમાં गोयम! मा पमायो"
હે ગૌતમ! એક ક્ષણને પણ પ્રમાદ ન કર, એને અથ જ એ છે કે, જે આત્મા જાગૃત હશે તે કઈ જ બેટી વસ્તુ તેમાં પ્રવેશી શકશે નહિ. માટે જાગૃતિપૂર્વક જીવે, પ્રમાદ રહિત બની છે! કોઈપણ વ્યક્તિ સમગ્રતાથી આ જ ક્ષણે જાગી જાય તે તેના જન્મજન્માંતરનાં પાપને કચર, પાપના ઢગલા, પાપના પહાડે ક્ષણ માત્રમાં નાશ પામી જાય છે. સ્વાધ્યાયથી એક વાતનું તે સ્પષ્ટ જ્ઞાન થઈ જાય છે કે, મોટામાં મોટું કેઈ પાપ હોય તે તે મૂર્છા છે, અને મોટામાં મોટું કઈ પુણ્ય હોય તે તે જાગૃતિ છે.
માણસને પ્રાયઃ તે જ દેખાય છે જેમાં તેનું ધ્યાન હોય છે, જેના તરફ તેનું ધ્યાન નથી તે તેને દેખાતું નથી. મનુષ્ય હંમેશાં અહિંદૃષ્ટિ ધરાવે છે. તેનું ધ્યાન હંમેશાં વસ્તુમૂલક હોય છે તેથી તેના અંદરમાં અંધારું જ રહે છે. વસ્તુઓ તરફનું ધ્યાન પણ અંદરથી જ આવે છે. પરંતુ અંદર અંધારાં સિવાય કશુજ હેતું નથી. કારણ યાન વસ્તુ તરફનું છે. બાહ્ય વસ્તુઓમાંથી પ્રકાશને સંકેલી અંદરની દિશામાં વાળવો એ જ સ્વાધ્યાય છે; અંદરમાં જેવાને અભ્યાસ કરે એ જ સ્વાધ્યાયને અર્થ છે
દાખલા તરીકે, એક સુંદર સ્ત્રી રસ્તા પર જતાં તમે જે ઈ. સ્ત્રી પિતાને કામે જઈ રહી હતી અને તમે તમારે કામે જઈ રહ્યા હતા. તે સ્ત્રીને જેવાને આ તે માત્ર આકસ્મિક સંગ હતું. પરંતુ તેની સુંદરતાને જોતાં જ તમારામાં સુષુપ્ત રહેલી વાસના જાગી ગઈ અને તમારા