________________
૫૫૮: ભેદ્ય પાષાણ, ખોલ્યાં દ્વારા
આજ સુધી જે કાંઈ જાણવામાં આવ્યું છે તે માણસના જગતે જ જાણ્યું છે. ભવિષ્યમાં પણ જે કાંઈ જાણવામાં આવશે તે બધું પણ માણસ જ જાણશે. એટલે માણસ જે પિતાને જ જાણી લે તે જે કાંઈ જાણી શકાયું છે અને જાણી શકાશે, તે બધું જાણું લેવાય છે. એટલે ભગવાન મહાવીરે કહ્યું છે કે એમાં કાળજું તે ર૦ ના –જે માત્ર એકને જાણી લે છે તે બધાને જાણી લે છે. સ્વયંને જાણી લેવાથી બધું જાણી લેવાય છે. તેના વિવિધ આયામ છે. જાણવા ગ્ય જે કાંઈ છે તેના બે ભાગ કરી શકાય છે. એક વસ્તુગત અને બીજે આત્મગત. જાણવામાં પણ બે વસ્તુ અપેક્ષિત છે. એક તો જાણનારે અને બીજે જેને જાણવાની છે તે વસ્તુ, તે વિષય. જે વિષય છે તેને જાણવાને છે અને જે જાણનાર છે તે તેને જાણે છે. વિજ્ઞાનનો સંબંધ તે વિષયથી, તે વસ્તુથી છે કે જેને જાણવાની છે. ધર્મને સંબંધ જાણનાર સાથે છે; જે જાણે છે, જે જ્ઞાતા છે તેની સાથે છે. જ્ઞાતાને જાણવો ધર્મ છે અને તેને જાણવું વિજ્ઞાન છે. ગ્રેને આપણે ગમે તેટલા જાણી લઈએ તે પણ તેનાથી જ્ઞાતા જાણી શકાતું નથી. જુઓ, વૈજ્ઞાનિક વસ્તુવિષયક શેધમાં કેટલા ઊંડા ઊતરેલા હોય છે ! સૂર્ય ચંદ્રની ગતિ અને તેનાં કિરણોની ગતિનું પણ સૂક્ષ્મતમ ગણિત તેઓ ગણી શકતા હોય છે. પરંતુ વસ્તુવિષયક જ્ઞાનની ગંભીરતામાં તેઓ એટલા ઊંડા ઊતરે છે કે, વસ્તુવિષયક જ્ઞાનના જાણનારને જ તેઓ ભૂલી જતા હોય છે! કારણ, જાણકારી વધારે પરિમાણમાં એકત્રિત થઈ જાય, તે તે જાણકારીમાં જ્ઞાતા છુપાઈ જાય છે.
વસ્તુવિષયક જાણકારીથી જીવનમાં કશું જ પરિવર્તન આવતું નથી. હા, આવી જાતની જાણકારીથી “હું જાણકાર છું એ ભ્રમ અવશ્ય માણસમાં પેદા થાય છે. ભગવાન મહાવીર એવા જાણનારને મિથ્યાજ્ઞાની કહે છે. તેને પણ જાણકાર તો અવશ્ય કહે છે પરંતુ આ જાણનાર, મિથ્યા જાણનાર છે. કારણ, તે એવી વસ્તુઓને જાણનાર છે કે જેને જાણ્યા વગર પણ ચાલી શકે છે. જે કીમતી છે, જે જાણવા લાયક છે તેને છોડી, જેનું કશું જ મહત્વ નથી એવા નિમૂલ્ય જ્ઞાનને આવા મિથ્યાજ્ઞાનીઓ જાણી લે છે. પરિણામ એ આવે છે કે જાણવું પર્યાપ્ત પરિમાણમાં એકત્રિત થઈ જાય છે પરંતુ જાણનાર ખેવાઈ જાય છે. મરતી વખતે આપણી પાસે જાણકારી તે ઘણી એકત્ર થઈ ગઈ હોય છે, પરંતુ જે જઈ રહ્યો છે, જે મરી રહ્યો છે, તેને જ જાણે નથી હોતે. માણસ બધું જાણી લે છે પણ પિતાને જ જાણવાનું ભૂલી જાય છે એ કેટલી આશ્ચર્યની વાત છે? એટલે સ્વાધ્યાયનું સ્થાન આંતરિક તપમાં છે.
ભગવાન શાશ્વેના અભ્યાસની મનાઈ નથી ફરમાવતા પરંતુ શાસ્ત્રનો અભ્યાસ એ સ્વાધ્યાય નથી. આ વાત જે લક્ષ્યમાં આવી જાય તો શાસ્ત્રીય અધ્યયન પણ ઉપકારક બની શકે છે. આ વાત સતત લક્ષ્યમાં રહેવી જોઈએ કે શાસ્ત્રને સાગર એ સાગર નથી; શાસ્ત્રના સાગરમાં તરી શકાતું નથી; શાસ્ત્રના પ્રકાશમાં જોઈ શકાતું નથી, શાસ્ત્રના આકાશમાં ઊડી શકાતું નથી, શાસ્ત્રના મોક્ષમાં અસલી મોક્ષને આનંદ મેળવી શકાતો નથી.