________________
સ્વાધ્યાય રસાસ્વાદ
સ્વાધ્યાયને ભગવાન મહાવીરે અંતર તપમાં સ્થાન આપેલ છે. સ્વાધ્યાય તે તે વિસ્ફોટના નિકટનું એક પગથિયું છે કે જ્યાં ક્રાંતિ ઘટિત થાય છે. સ્વાધ્યાયથી જીવનનું રૂપાંતર થઈ જાય છે અને માણસ નવા જ સ્વરૂપે બહાર આવે છે. તેનાં પૂર્વ જીવનની ચર્ચાઓ બદલાઈ જાય છે અને જાણે તેને ન જ જન્મ થયે હેય તેમ સ્વાધ્યાયથી તેનું આંતરિક સ્વરૂપ અને સૌંદર્ય પ્રગટી ઊઠે છે !
સામાન્ય રીતે આપણે સ્વાધ્યાયને અર્થ શાનું અધ્યયન, શાને અભ્યાસ એ કરતા હોઈએ છીએ. પરંતુ સ્વાધ્યાયને આ પારમાર્થિક અર્થ નથી. શાસ્ત્રને અભ્યાસ તે હજારે લેકે કરે છે. પરંતુ શાસ્ત્રોનો અભ્યાસ કરી લેવા માત્રથી જીવનમાં કેઈ કાંતિ ઘટિત થતી નથી, જીવનમાં કેઈ રૂપાન્તરણ થતું નથી. શાસ્ત્રોનાં અધ્યયનથી જીવનમાં રૂપાંતરણ અથવા કાંતિ આવવાને બદલે ઊલટું કેટલીકવાર તે અવધક થઈને ઊભું રહે છે. કેમકે, માણસ શાને જેટલે ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતા જાય છે તેટલો તે પિતાની જાત તરફ નિશ્ચિત અને બેફિકર બની જાય છે. શાસ્ત્રોને જાણી લીધા પછી સ્વયંને જાણવાની ભાગ્યે જ તેને અપેક્ષા રહેતી હોય છે. શાસ્ત્રને જાણનાર વ્યક્તિ માને છે કે, જાણવા જેવું બધું મેં જાણી લીધું છે. કારણ તે એમ માનતે થઈ જાય છે કે, જે કાંઈપણ જાણી શકાય એવું છે તે બધું આ શાસ્ત્રોમાં છે અને શાસ્ત્રો જાણ્યાં એટલે મેં બધું જાણી લીધું છે. મહાવીરના આગમે મને કંઠસ્થ છે. બુદ્ધના પિટકે મારા મગજમાં મેં ભરી લીધા છે, કૃષ્ણની ગીતાને હું ઘોળીને પી ગયો છું, બ્રહ્મસૂત્ર અને ઉપનિષદે તે મને કડકડાટ મેઢે આવડે છે, આત્મા અને પરમાત્માના શાસ્ત્રીય જગતને હું સારી રીતે ફેંદી વળ્યું છું. આત્મા શું છે, પરમાત્મા શું છે વગેરેને મને સૂફમતમ શાસ્ત્રીય અભ્યાા છે. આમ આ જાતના આત્મ-સંતોષથી તે આત્માને જાણ્યા વગર પણ આત્મજ્ઞ બનીને બેસી જાય છે.
આવા માણસને આત્મા અને પરમાત્મા શોમાં છુપાએલે હોય છે. પુસ્તકમાં છપાએલા તે ઘડા જે જ તેને આત્મા-પરમાત્માને પરિચય હોય છે. પુસ્તકને ઘેડ જેમ નથી તે મુસાફરીના કામમાં આવે છે કે નથી કઈ ગાડી હાંકવાના ઉપગમાં આવતે તેમ શાથી ઓળખાયેલા આત્મામાં આત્મ-સાક્ષાત્કાર જે સ્વાદ કે આનંદ આવતું નથી. તેમાં પરમાત્માની કઈ સ્પષ્ટ ઝલક દેખાતી નથી. આવી વ્યક્તિ મુકિતના આકાશમાં પાંખો ફફડાવી શકતી નથી. તેનાં જીવનમાં કોઈ એવાં પ્રકાશ કિરણ ઝળકતાં નથી કે જેને આધારે તે કહી શકે કે આ જ્ઞાન છે કે જેના વડે પ્રકાશની પ્રાપ્તિ સહજ ઉપલબ્ધ છે. હકીકતમાં તેનાં અંતરમાં ચારેકોર અંધારું જ હોય છે અને છતાં શાસ્ત્રના અભ્યાસના આધારે તે એમ માને છે કે હું બધું જાણું છું. ભગવાન મહાવીરની દષ્ટિમાં આ મિથ્યાજ્ઞાન છે.