________________
અસ્તિત્વના ઇન્કારની સજા : ૫૫૩
સંદેશવાહક પાસેથી આ હકીકત સાંભળી પદ્મોત્તર રાજાના ક્રોધ હાસ્યમાં ફેરવાઈ ગયા. તિરસ્કાર અને ભટ્સના કરતા તે ગજી ઊઠયાઃ શ્રીકૃષ્ણ મને જેવા તેવે। સામાન્ય રાજા માનતા હશે, તેમને મારાં અજોડ સૈન્યશકિત અને બાહુબળના પ્રભાવની ખખર નહિ હોય. અન્યથા આ રીતે સ ંદેશ મોકલવાની હિંમત કરે નહિ. હું અનેક યુદ્ધોના અનુભવ લઈ ચૂકયે છું. મારી સેના પરાજયને સહી લેવા દેવાએલી નથી. મોટા મેાટા સગ્રામેામાં ટકી રહેનારી મારી સૈન્યશકિત સામે આ છ જણા તે। શું હિંસાખમાં છે ?’
સંદેશવાહકના ભત્સનાપૂર્ણ વ્યવહારથી રાજા પદ્મોરાર ઉશ્કેરાઈ ગયા હતા એટલે અડુ કારમાં ભાન ભૂલી તેણે સદેશવાહકને કહ્યું: ‘જાએ, તમે શ્રીકૃષ્ણને કહેજો કે ક્ષત્રિયા પોતાનાં બાહુબળમાં શ્રદ્ધા ધરાવે છે. યુદ્ધ તે તેમને માટે એક જાતની રમત છે. સમરાંગણુ તેમને માટે ક્રીડાંગણ છે. રાજા પદ્મોત્તર વિનંતિ કરવા ટેવાએલેા નથી. વીર ભાગ્યા વસુધરા” યુદ્ધનું મેદાન જ ક્ષાત્રત્વના તેજનુ નિર્ણાયક થશે. તમે શ્રીકૃષ્ણના દૂત છે અને નીતિશાસ્ત્રમાં દૂત હમેશાં અવધ્ય હાય છે એટલે તમને સહીસલામત જવ! દઉં છું. તમે જાએ અને શ્રીકૃષ્ણને કહેા કે, રાજા પદ્મોત્તર દયાની ભીખ માંગે એવા રાંકા કે ભિખારી નથી. રાજા પદ્મોત્તર પાસે આવી વાત ફરી કયારેય પણ કરશે નહિ. અન્યથા તેનું પરિણામ સારૂ નહિ આવે. રાજા પદ્મોત્તર યુદ્ધને માટે હ ંમેશાં તૈયાર જ છે.'
શ્રીકૃષ્ણના સ ંદેશવાહક પદ્મોત્તર રાજાને ત્યાંથી પાછા વળ્યા અને સારીયે ઘટના શ્રીકૃષ્ણને કહી સંભળાવી. શ્રીકૃષ્ણે પાંડવાને આ વાતની જાણ કરી અને કહ્યું આ દેશ પદ્મોત્તર રાજાના પેાતાના છે. પોતાની શેરીમાં કૂતરૂ પણ સિંહ હાય છે. તે પોતે તે બળવાન છે જ. ઉપરાંત તેની પાસે અસાધારણ સૈન્યબળ પણ છે. યુદ્ધ માટે તે તૈયાર જ છે. વળી સમરાંગણમાં યુદ્ધ સામગ્રી સાથે તે આવી પણ પહેાંચ્યા છે. ગજદળ, અશ્વદળ, રથદળ, પાયદળ એમ ચારે નતની સેનાનું અપૂર્વ ખળ તેની પાસે છે. વિવિધ જાતનાં અદ્યતન શસ્ત્રાસ્ત્રાથી તેની સેના સુસજ્જ છે અને બીજી બાજુ આપણે છજ છીએ. વળી આપણા દેશથી લાખા ગાઉ દૂર છીએ ! આપણી પાસે નથી કોઈ સૈન્ય કે નથી કેાઈ હાથી, ઘેાડા, રથ કે પાયદળ ! એક સમૃદ્ધ અને સુસજ્જ વિશાળ સેના સામે મેરચે માંડવાની આ તે વાત છે. યુદ્ધમાં વિજય મેળવી દ્રૌપદીને પાછી મેળવવાની આપણી પ્રતિજ્ઞા છે. એટલે તમે યુદ્ધ કરશે! કે રાજા પદ્મોત્તર સાથે સુલેહ કરશે ?' પાંડવાની પરીક્ષા કરવા શ્રીકૃષ્ણે કહ્યું
શ્રીકૃષ્ણની વાત સાંભળી પાંડવાનું અભિમાન જાગી ઊઠયુ.. તેઓ એક સામટા ખેલી ઊઠયાઃ ક્ષત્રિયાને માટે યુદ્ધ તે તેના ડાખા હાથના ખેલ છે. ક્ષત્રિયા યુદ્ધના તમાશા દેખવાથી નહિ પણ કરવાથી ટેવાયેલ હાય છે.' આ સાંભળી શ્રીકૃષ્ણે કહ્યું: તે કહે, યુદ્ધ કેવી રીતે કરશે ?” પાંચે પાંડવા સિંહનાદ કરતા હાય તેમ એક જ સ્વરે ખેાલી ઊઠયાઃ આ યુદ્ધમાં કાં અમે નહિ, કાં પદ્મોર નહિં !?