________________
અસ્તિત્વના ઈન્કારની સજા : ૫૪૯
દાર્શનિક ચર્ચાઓથી સભર સુંદર ટીકાઓ જે જેવી હોય તે, શ્રીમલયગિરિની ટીકાઓ જેવી જોઈએ. તેમની ટીકાઓના અભ્યાસમાં દાર્શનિક ગ્રંથેના વિશુદ્ધ અભ્યાસને આનંદ આવે છે. જૈન શાસ્ત્રના કર્મ, આચાર, ભૂગળ અને ખગોળ આદિ બધા વિષયે એકધારા પ્રવાહથી ચાલે છે અને હાથમાં લીધેલા તે તે વિષયને એટલા સુસ્પષ્ટ કરી દે છે કે, તે વિષયના સંબંધમાં અન્યત્ર કયાંય જોવાની જરૂર રહેતી નથી. વૈદિક વાડમયમાં શ્રી વાચસ્પતિ મિછે જે વિષયને સ્પર્યો તે વિષયને ખૂબ તન્મયતાપૂર્વક લખ્યું છે એમ જૈન પરંપરાના આચાર્ય શ્રી મલયગિરિએ કહ્યું છે. આચાર્ય મલયગિરિ આચાર્ય શ્રી હેમચંદ્રના સમકાલીન હતા. એટલે તેમને બારમી શતાબ્દીના વિદ્વાન માનવા જોઈએ.
હવે આપણે ઉત્તરાધ્યયનના સ્વાધ્યાય તરફ વળીએ. તે મુજબ, શ્રી કેશીકુમાર શ્રમણ પ્રશ્ન પૂછી રહ્યા છે
अण्णव सि महाहंसि नावा विपरिधावई । जंसि गोयम मारूढा कह पार गमि स्ससि ? ॥ जा उ अस्साबिणी नावा न सा पारस्सगामिणी ।
जा निरस्साविणी नावा सा उ पारस्सगामिणी ॥ હે ગૌતમ! મહાપ્રવાહુવાળા સમુદ્રમાં નૌકા ડગમગે છે. તેમાં બેસીને તમે કેવી રીતે પાર થઈ શકશે? તે સાંભળી શ્રી ગૌતમે જવાબ આપ્યઃ “જે (સછિદ્ર) નૌકા તૂટેલી છે તે પાર ન પહોંચી શકે. પરંતુ જે સારી છે, કાણુ વગરની છે તે જ પાર પહોંચી જાય છે. આ સંસાર સમુદ્ર જેવું છે. સમુદ્રને જેમ છેડે દેખાતું નથી તેમ સંસારને પણ છેડે દેખાતો નથી. જેમ સમુદ્રને પાર કરવા માટે સુદઢ નાવડી જોઈએ તેમ સંસારરૂપ સમુદ્રને પાર કરવા માટે પણ આ શરીરરૂપી નાવડી મળી છે. નૌકા જે સુદઢ અને છિદ્ર વગરની હોય તે જ તે સરળતાથી સમુદ્રની પેલે પાર આપણને પહોંચાડી શકે છે તેમ આશ્રવશૂન્ય કર્માશ્રવથી રહિત નાવ જ આપણને સંસાર સાગરની પાર ઉતારશે. જે નાવ સાશ્રવ છે તે દરિયાની વચ્ચે જ દગો દઈ દેશે. એટલે જીવરૂપ નાવિકે પિતાની નૌકા વિષે સતત જાગૃત અને સાવધાન રહેવું જોઈએ.”
અસ્તિત્વના ઈન્કારની સજા શ્રી જ્ઞાતાધર્મકથાગ સૂત્રમાં આવેલી દ્રૌપદીની કથાના સંદર્ભમાં આ પ્રવચનનો પ્રારંભ કરૂં છું. પક્વોત્તર રાજા સાથેના ભીષણ સંગ્રામમાં પાંડના પરાજ્ય અને શ્રી કૃષ્ણ વિજયશ્રીનું મૂળ શું છે તે સમજવા જેવી વાત છે. નાનકડી ભૂલ કેવા કરુણ પરાજયને ભેગ બનાવી દે છે અને અસ્તિત્વના આત્મવિશ્વાસથી કે વિજય લાભ મળે છે તે જય પરાજ્યનાં ગંભીર કારણોની તાત્વિક પૃષ્ઠ ભૂમિકા આ ઉલ્લેખાતા ઈતિહાસમાં જોવા જાણવા મળે છે.