________________
અભ્યદયને આધાર : ૫૪૧ ત્યારે ચિત્તમુનિ ઉત્કૃષ્ટ સંયમની આરાધના કરી
चित्तो वि कामेहिं विरत्तकामो, उदग्गचारित्त तवा महेसी ।
अणुत्तर संजम पालइत्ता अणुत्तर सिद्धि गई गओ || કામભેગેથી નિવૃત્ત, ઉગ્ર ચારિત્રવાળે તપસ્વીચિત્ત મહર્ષિ અનુત્તર સંયમ પાળી અનુત્તર સિદ્ધ ગતિ પામ્ય.
તાત્પર્ય એ છે કે, જીવ પિતાનાં જ અજ્ઞાન, રાગ, દ્વેષ અને મહિને કારણે જન્મ અને મરણના ચક્કરમાં ફસાએલ છે. કર્મજન્ય જુદી જુદી ગતિઓ અને નિઓને આત્મા પિતાનું સ્થાન સમજતે આવ્યું છે. પરંતુ વાસ્તવમાં તે આત્માનું પિતાનું સ્થાન નથી.
આ જ પુણ્યના પરિબળે વિપુલ દ્રવ્યની પણ ઉપલબ્ધિ કરી લીધી હોય કે દેવલોક જેવા અનુપમ સુખ સાધને પણ મેળવી લીધાં હોય, છતાં તે બધું કાંઈ કામનું નથી. કેમકે જ્યાં સુધી ભવને, જન્મને, ગતિને, અવતારને અને નિને અંત આવતું નથી ત્યાં સુધી વ્યાવહારિક અને સ્કૂલ દષ્ટિએ બધું પ્રાપ્ત કરવા છતાં પણ આત્મા દીન, હીન અને દરિદ્ર જ રહે છે.
યાદ રાખજે વિકારી કે વૈભાવિક ભાવ સૈકાલિક નથી. એટલે જે વખતે આત્મામાં પર્યાય દષ્ટિથી સંસાર દશા છે, તે જ વખતે દ્રવ્યદૃષ્ટિથી આત્મા શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર સિદ્ધ સમેપણુત છે. અશુદ્ધ આત્માને સ્વરૂપમાં લાવવા માટે અજ્ઞાન, રાગદ્વેષ અને મેહને હટાવવા પડે છે. આપણે ત્યાં મેક્ષ માટે એક સુંદર “અપવર્ગ' શબ્દ પ્રચલિત છે. અપવર્ગ બે શબ્દોથી બનેલ છે. “અપ ઉપસર્ગ સાથે “વર્ગ” શબ્દનું સંયોજન થતાં “અપવર્ગ” શબ્દ નિપન્ન થએલ છે. વર્ગ શબ્દનો અર્થ થાય છે ધર્મ, અર્થ અને કામ; અને “અપ' શબ્દનો અર્થ “રહિત થાય છે. એટલે જે ધર્મ, અર્થ અને કામથી રહિત છે તે અપવર્ગ કહેવાય છે. અપવર્ગ આત્માની તે સ્થિતિ છે જ્યાં ઇન્દ્રિય અને ઇન્દ્રિયોના વિષયે એટલે ભેગા ન રહે. આ ભેગ જ કામ શબ્દથી ઓળખાય છે એટલે જ્યાં કામ ન રહે; કામનું સાધન અર્થ છે એટલે જ્યાં કામ અને કામનું સાધન અર્થ પણ ન રહે, કામ અને અર્થ બનેને ઉત્પન્ન કરવાવાળા વ્યવહાર ધર્મ એટલે પુણ્ય પણ ન રહે તે અપવર્ગ છે.
આ વિષયને અહીં અટકાવીએ. આગમાના વિષયેના સંબંધની જે વાત ગઈકાલે કહેવાઈ ગએલ છે, તેનાથી આગળ આજે આગમના સંબંધેની વિચારણું કરીએ જે તમને વધારે રસપ્રદ થઈ પડશે. આ બધા વિષયેનો તુલનાત્મક અભ્યાસ કર્યા વગર સત્ય તારવવું મુશ્કેલ બને છે. એટલે આપણી શ્રદ્ધાને કદાચ કોઈ વાત અનુકૂળ ન આવે તે પણ આગમોના સંબંધે પ્રવર્તતી માન્યતાઓથી અજાણ તે રહેવાય જ નહિ. કારણ તે સંબંધેની અજ્ઞાનતા સત્યના સંશોધનમાં અવરોધક થઈ ઊભી રહે છે. માટે જાણવા લાયકને જાણી લેવામાં કઈ દોષને જરા જેટલે પણ અવકાશ નથી.