________________
૫૪ર ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર
દર્શન સાથે સંબંધ રાખનારા આગમ પ્રધાનતઃ સૂત્રકૃત, પ્રજ્ઞાપના, રાજપ્રમ્નીય, ભગવતી, નંદી, સ્થાનાંગ, સમવાયાંગ અને અનુગદ્વાર છે.
સૂત્રકૃતમાં તત્કાલીન અન્ય દાર્શનિકેના વિચારોનું નિરાકરણ કરીને સ્વમતની પ્રરૂપણ કરવામાં આવેલ છે. તેમાં ભૂતવાદીઓનું નિરાકરણ કરીને આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કરવામાં આવેલ છે. બ્રહ્મવાદીઓનાં સ્થાનમાં નાનાત્મવાદ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. જીવ અને શરીરને પૃથફ બતાવવામાં આવેલ છે. કર્મ અને તેનાં ફળની સત્તાને સ્થિર કરવામાં આવી છે. વિશ્વની ઉત્પત્તિના સંબંધમાં જુદા જુદા વાદનું યુતિપૂર્વક નિરાકરણ કરવામાં આવેલ છે અને આ વિશ્વ કઈ ઈશ્વર અથવા અન્ય વ્યકિતકૃત નથી પરંતુ અનાદિ-અનંત છે આ સિદ્ધાંતની સયુકિતક સ્થાપના કરવામાં આવેલ છે. તે વખતમાં પ્રચલિત કિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદનું નિરાકરણ કરીને વિશુદ્ધ ક્રિયાવાદની સ્થાપના કરવામાં આવી છે.
પ્રજ્ઞાપનામાં જીવના વિવિધ ભાવેને લઈ વિસ્તારથી વિચાર કરવામાં આવેલ છે. રાજપ્રશ્નીયમાં પાર્શ્વનાથની પરંપરામાં થયેલા શ્રી કેશી શ્રમણે શ્રાવર્તાિના રાજા પ્રદેશના પ્રશ્નોના ઉત્તરમાં નાસ્તિકવાદનું નિરાકરણ કરી, આત્મા અને આત્મા સાથે સંબંધ ધરાવનારા અનેક તથ્યને દષ્ટાંતે વડે સયુતિક સમજાવેલ છે.
ભગવતી સૂત્રના વિવિધરંગી અને વિવિધલક્ષી પ્રશ્નોત્તરોમાં નય, પ્રમાણ આદિ દાર્શનિક વિષયના વિચાર મોતિકે જ્યાં ત્યાં પથરાએલાં પડયાં છે.
નંદીસૂત્ર એ જૈન દષ્ટિએ જ્ઞાનનાં સ્વરૂપ અને ભેદનું વિશ્લેષણ કરનારી એક સરળ, સુબોધ્ય અને સુંદર કૃતિ છે.
સ્થાનાંગ અને સમવાયાંગની રચના બૌદ્ધોના અંગુત્તર નિકાયના ઢંગની છે. આ બને સૂત્રમાં આત્મા, પુદ્ગલ, જ્ઞાન, નય, અને પ્રમાણ આદિ વિષયેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ છે. ભગવાન મહાવીરના શાસનમાં થનારા નિને ઉલ્લેખ સ્થાનાંગમાં છે. એવી જાતની સાત વ્યક્તિઓ બતાવવામાં આવી છે જેઓએ કાળ કમથી ભગવાન મહાવીરના સિદ્ધાંતની ભિન્ન ભિન્ન વાતને લઈ પિતાનાં મંતવ્યમાં પાર્થકય પ્રગટ કરેલ છે તે નિર્મના નામે ઓળખાય છે.
અનુગ સૂત્રમાં શબ્દાર્થ કરવાની પ્રક્રિયાનું વર્ણન પ્રધાનતાએ છે, પરંતુ પ્રસંગે પાત તેમાં પ્રમાણ તથા નાનું તેમજ તેનું પણ વિવેચન સુંદર ઢંગથી કરવામાં આવેલ છે.
આગમ વિષયક ચર્ચા અહીં અટકાવી હવે આપણે રેજના સ્વાધ્યાય માટે પસંદ કરવામાં આવેલ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનના કેશી ગૌતમના સંવાદ તરફ વળીએ. તે મુજબ, શ્રી કેશીકુમારના “જગતના છે માટે આધારરૂપ દ્વીપ, જે જળમાં ડૂબતા પ્રાણીઓનું રક્ષણ કરી શકે છે તે દ્વીપ કર્યો છે?” તે પ્રશ્નનો જવાબ આપતાં શ્રી ગૌતમ સ્વામી કહે છેઃ