________________
આત્મહંતા અને આત્મજ્ઞાની : ૫૪૩
जरामरण वेगेण बुज्झमाणाण पाणिण । धम्मो बीवो पइट्ठाब, गई सरणमुत्तम ॥ साहु गोयम ! पन्नाते छिन्नो मे संसओ इमो । .
अन्नो बि संसमो मज्झत मे कहसु गोयमा ! ॥ જરામરણના વેગમાં વહેતા અને ડૂબતા પ્રાણીઓને માટે ધર્મ જ દ્વીપ, પ્રતિષ્ઠા, ગતિ અને ઉત્તમ શરણ છે.
ગૌતમ સ્વામી પાસેથી આ ઉત્તર સાંભળી શ્રી કેશકુમાર ગૌતમ વામીની પ્રજ્ઞાને અભિનંદતા કહે છેઃ “હે ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારે સંદેહ દૂર કર્યો છે. મારે એક બીજે સંદેહ પણ છે તે વિષે પણ તમે મને કહો.”
મનુષ્ય સૌથી વધારે મૃત્યુથી ભય પામે છે. તેની દષ્ટિમાં મૃત્યુ એક સ્વતંત્ર વસ્તુ છે. વસ્તુતઃ જન્મ અને મૃત્યુ એક જ સિકકાની બે બાજુઓ છે. જન્મને અંતિમ વિકાસ એ જ મૃત્યુ છે. જન્મની સાથે જ તેને પ્રારંભ થાય છે પરંતુ તે દેખાતું નથી. જ્યારે દેખાય છે ત્યારે જન્મ અને મૃત્યુ વચ્ચે સમયની એક મોટી ખાઈ ભેદ રેખા થઈ ગઈ હોય છે, એટલે આપણી દષ્ટિ હંમેશાં જન્મ કરતાં તેનું પાર્થકય જ જુએ છે. હાં, મૃત્યુથી ત્યારે જ બચી શકાય જ્યારે જન્મને જ નિરોધ થઈ જાય. જન્મને નિરોધ કેમ થાય તેની વાત હું કહી ગયો છું એટલે આ વિષયને વિસ્તાર નથી.
मृत्वाविर्भेषि किं मूढ ! भीत भुञ्चतिनो यमः ।
अजातस्य कुतो मृत्युः कुरु यत्न म जन्मनि ॥ મૃત્યુથી બચવાને એક જ અમોઘ ઉપાય જન્મને અટકાવવાનો છે. તે સિવાય મૃત્યુંજય થઈ શકાતું નથી.
આત્મહતા અને આત્મજ્ઞાની
ઉપનિષદમાં માણસનું વિભાજન આત્મહંતા અને આત્મજ્ઞાની રૂપે કરેલ છે. પહેલા પ્રકારના માણસે આત્માનું હનન કરનારા એટલે આત્મઘાતી છે; અને બીજા પ્રકારના માણસો આત્મસ્વરૂપના વિજ્ઞાતા એટલે આત્માને જાણનારા છે. આમ તો આપણે પણ આત્મહત્યા શબ્દને ડગલે અને પગલે પ્રયોગ કરીએ છીએ, પરંતુ આપણાથી પ્રયુકત “આત્મહત્યા' શબ્દ વાસ્તવિક નથી. કારણુ બધા આસ્તિક દર્શનેની આત્માના સ્વરૂપના વિષયમાં પ્રાયઃ એકરૂપતા છે. આત્માને આત્યંતિક નાશ કેઈ આસ્તિક દર્શનને ઈટ નથી. એટલે આત્મહત્યા કમિપિ સંભવિત નથી. પરંતુ આત્માની સાથે સન્નિકટતાને સંબંધ ધરાવનાર શરીરની હત્યામાં આત્મહત્યાનું આજે પણ