________________
અસ્પૃદયને આધાર : પ૩૭ જળની વચ્ચે એક વિશાળ મહાદ્વીપ છે. ત્યાં વિશાળ જળપ્રવાહના વેગની ગતિ નથી. આ સાંભળી શ્રી કેશ કુમારે કહ્યું: “તે મહાપ કર્યો ?”
ત્યારે ગૌતમ સ્વામીએ તેને જવાબ આપતાં કહ્યું? જીવ માત્ર મિથ્યાત્વ, અવત, કષાયાદિ ભાવને વશવતી બની, આ સંસારસમુદ્રમાં અનંતકાળથી ચોર્યાસીના ચકડોળે ચડી, રખડી રહ્યો છે. તેમાંથી બચવાને ધર્મ સિવાય બીજો કેઈ ઉપાય નથી. ધર્મનું શરણ સ્વીકાર કરવાથી જ તે જન્મ મરણના વેગમાં ડૂબતાં બચી શકે છે. કારણ ધર્મ જ જન્મ, જરા, મરણનાં ચકમાંથી બચાવનાર એક શ્રેષ્ઠતમ સાધન છે. જે ધર્મના સ્વરૂપને સમજો કે આચરતે નથી તેને માટે બૂડવા સિવાય બીજો કેઈ ઉપાય પણ નથી.”
બાદશાહના પ્રાસાદને શાનદાર વૈભવ આજે કયાં છે? તેમના મહેલોની ઈન્દ્રધનુષી દુનિયા આજે કયાં છે? પિતાની શકિત અને વૈભવમાં આંધળા બનેલા તેઓ દુનિયાને કચડી નાખવા ઈચ્છતા હતા. પરંતુ તેમની બધી ઈચ્છાઓ ધૂળમાં મળી ગઈ. કાળે બધાને ઢાળી દીધા. આમ છતાં જીવનને એક સુંદર અને વાસ્તવિક દષ્ટિકણ પણ છે અને તે મૃત્યુની વચ્ચે અમર થવાની કળા !
મૃત્યુમાંથી અમર થવાની કળાને જે આત્મસાત્ કરી શકે છે, તે જ ખરી રીતે આ દુનિયામાં ધર્મશીલ છે. તેનું જ જીવન શ્રેષ્ઠ અને ધન્ય છે.
અસ્પૃદયનો આધાર
આત્માના વિશુદ્ધ સ્વરૂપને સમજવા માટે નિશ્ચય દષ્ટિની સૂફમ સમજણ અનિવાર્ય છે. એને કાંઈ એ અર્થ નથી થતું કે વ્યવહાર દષ્ટિની બિલકુલ ઉપેક્ષા કરવી. નિશ્ચય અને વ્યવહાર બને દૃષ્ટિઓ સાધકની સાધનામાં ઉપકારક છે, પરંતુ આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં નિશ્ચયમૂલક દ્રષ્ટિ વધુ સહાયક થાય છે. જેના દર્શન તે વિચારેની દષ્ટિએ અનેકાન્તને સ્વીકારે છે. અનેકાંત કદી એક દષ્ટિની પ્રધાનતા રાખી, બીજી દષ્ટિની અવહેલના કરતા નથી. ગૌણ અને મુખ્ય રૂપે તે બને દૃષ્ટિને યથાસ્થાન યથાશક્ય સ્વીકાર કરે છે. અનેકાંતમાં બન્ને દૃષ્ટિને અવકાશ હોય છે, પરંતુ અનેકાંત માનનારાઓ અનેકાંતથી દૂર, જાણે તેનાથી અસ્કૃષ્ટ હોય તે રીતે વર્તતા હોય છે. જ્યાં સુધી અને દૃષ્ટિને યથાયોગ્ય ઉપયોગ ન થાય, ત્યાં સુધી સાધકની સાધના અધૂરી જ રહેવા પામે છે.
સ્થૂલ દષ્ટિએ પણ જે આપણે વિચાર કરીએ તો જૈનદર્શનને પ્રાણ જ અનેકાન્ત દૃષ્ટિ છે. ગળથુથીમાં જ આ દષ્ટિ આપણને ઘોળીને પાવાને પ્રયત્ન થતું હોય છે. તે દષ્ટિને આપણે પ્રવચનમાં અવશ્ય ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ આપણા જીવન-વ્યવહારે આ દષ્ટિથી સર્વથા