________________
૫૩૨ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
તપશ્ચર્યાના પરિપાક અથવા ફલશ્રુતિ સ્વરૂપે તેના દેહનો વૈભવ સુકાઈ ગએલાં લાકડાં જેવા થઈ જાય છે ! ઘડીભર તા તે લાકડા જેવું જ લાકડું જ લાગે છે. પરંતુ જેવી વસંતઋતુ એસે છે કે ખસ, ઋતુરાજની પધરામણીને આવકારવા જાણે તે પુનર્જન્મ પામ્યું હોય તેમ ફરી તે લીલુછમ બની જાય છે! તેને નવી કૂપળે અને પર્ણો ફૂટવા માંડે છે. નવી જ સમૃદ્ધિનાં અદ્ભુત સૌંદર્યાંથી તે છલાલ ભરાઈ જાય છે. ફળફૂલાથી પહેલાંની જેમ જ તે લચી પડે છે. આમ સૂકાયેલાં હૂંડાં જેવાં વૃક્ષા ફરી નવપલ્લવિત ખની જાય છે. તેનું કારણ શું? તેનાં કારણ વિષે વિચાર કરશે તે તરત જ જણાશે કે, ઉપર ઉપરથી સુકાઈ ગએલાં અને મૃતકલ્પ લાગતાં તે વૃક્ષાનાં મૂળિયામાં ધમકતુ' જીવન હતું. ધરતીમાંથી રસકસ ચૂસી પુષ્ટિ મેળવવાની તેનામાં શકિત હતી. વૃક્ષનાં મૂળિયાંમાં પોષકતત્ત્વને ખેંચવાની તે શક્તિ ન હોત તે તેનાં મૂળિયાં પહેાળાં થઈ ગયાં હાત અને તેની સપોષક શક્તિ નષ્ટ થઈ ગઈ હેાત. પછી તે વૃક્ષ ઉપર ખારે મેઘ ખાંગા થઈ વરસે કે સૂર્ય પોતાના પ્રકાશ પાથરે તે પણ તેમાં નવજીવન પાંગરી શકે નહિં. કેમકે ધરતીમાંથી પાણી અને પ્રકાશમાંથી જીવનતત્ત્વ મેળવવાની શકિત જ મૂળિયાં ખાઈ બેઠાં હાય છે.
ધર્માં પણ આવે જ મૂળમાં શક્તિ ધરાવતો વિષય છે. વૃક્ષનાં મૂળિયાંની માફક તે બહાર દેખાતા નથી. ભાષામાં તેનું વિશુદ્ધ સ્વરૂપ ખડું કરી શકાતું નથી. પટ્ટા ની માફક તાળી શકાય તેવા તે સ્થૂલ પણ નથી. અલબત્ત જીવનમાં જે સુંદર અને સુવાસિત પુષ્પો ખીલે છે તેના આધાર તે એક માત્ર ધર્મ જ છે. ધમ આંખથી જોવાની, વાણીથી વ્યક્ત કરવાની અને ત્રાજવાથી તાળવાની, જોખવાની વસ્તુ નથી. ધર્મ એ માત્ર આચરવાની વસ્તુ છે. પરંતુ ધર્મનાં વિશુદ્ધ સ્વરૂપને જાણ્યા વગર તેનું આચરણુ કેમ સંભવી શકે ? એટલે ધર્મના સ્વરૂપ વિષે વિચાર કરવા અનિવાય થઈ પડે છે. જીવનમાં ધમ પાયાની વસ્તુ છે. તેના તરફની લેશમાત્ર ઉપેક્ષા હિતકર નથી.
વસ્તુના સ્વરૂપને જાણ્યા વગરનું આચરણ જીવનમાં મહત્ત્વપૂર્ણ અનતું નથી. જ્ઞાનશૂન્ય ક્રિયા મડઢાં જેવી હાય છે અને ક્રિયાશૂન્ય જ્ઞાન ભૂતની માફક ભયાનક હાય છે. જેમ ચેતના વગરના શરીરનું કાંઈ મહત્ત્વ નથી તેમ જ્ઞાનશૂન્ય ક્રિયાનું પણ કોઈ મહત્ત્વ નથી. ચેતન વગરના શરીરને હિન્દુએ બાળી નાખે છે, મુસલમાના જમીનમાં દાટી દે છે, આપ્તજના તે શરીરના મુડદાને વધારે સમય સુધી ઘરમાં રાખવા માંગતા નથી. કેમકે મુડદાને વધારે વખત રાખવાથી તે કહાઈ જાય છે અને દુર્ગંધ મારે છે. મુડદું જેમ નિરર્થીક છે, નિર્મૂલ્ય છે તેમ જ્ઞાનશૂન્ય ક્રિયા પણ નિરક છે, નિર્મૂલ્ય છે. તેમાંથી કશી લનિષ્પત્તિ સજાતી નથી. જ્ઞાનશૂન્ય ક્રિયા જેમ નિરર્થીક છે, નિર્મૂલ્ય છે તેમ ક્રિયાશૂન્ય જ્ઞાન પણ નકામું છે. જેમ આકાશમાંથી કોઇ અદૃશ્ય અવાજ આવતા હાય પરંતુ કોઇની ઉપસ્થિતિનાં ચિહ્ન ન દેખાતાં હાય, તે જેમ તે અદૃશ્ય રીતે સંભળાતે અવાજ ભયકર લાગે છે, તેમ ક્રિયાશૂન્ય જ્ઞાન પણ ભયંકર છે,