________________
ધર્મ અને ધન : ૫૩૧
સમયમાં એનું પઠન-પાઠન લિખિત ગ્રંથમાં નહિ પરંતુ કઠપકંઠ થતું હતું. પ્રશ્નવ્યાકરણ અંગનું જેવું વર્ણન નન્દી સૂત્રમાં છે તેને જોતાં, ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણ અંગ આખુને આખું પછીની રચના હોય એમ જણાય છે. વલભી વાચના પછી કયારે આ અંગે નષ્ટ થઈ ગયું અને જ્યારે તેને સ્થાને આ નવી આવૃત્તિ પ્રવિષ્ટ થવા પામી તે સંબંધેના ઇતિહાસને જાણવાનાં કઈ સાધને આપણી પાસે નથી. હાં, અભયદેવસૂરિની ટીકા જે વીર નિર્વાણની બારમી શતાબ્દીમાં લખવામાં આવી છે, તે પૂર્વે તે તે ક્યારનુંયે રચાઈ ગયું હતું.
આગમોના સંબંધને જે ઇતિહાસ હું સમજાવી રહ્યો છું તે મારી અંગત માન્યતા નથી. આગમોના ઇતિહાસના સંબંધમાં જે કાંઈ જ્યાં ત્યાં વાંચ્યું છે, આ સંબંધે તમને અવગાહન કરવાને અવકાશ મળે, તમે ઊંડા ઊતરે અને આગમોના સંબંધને તમારે રસ જળવાઈ રહે, તે માટે ઈતિહાસની વાતને અનુવાદ કરી રહ્યો છું. આજે સમય એટલે વધારે થઈ ગયે છે કે આપણા સ્વાધ્યાય શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના શ્રી કેશી ગૌતમ સંવાદના વિષેની મૂળ વાત આજે અટકી જવા પામી છે. હું માનું છું આવતી કાલે તેના વિશે આપણે સવિશેષ સમય લઈશું.
ધર્મ અને ધન એક સુંદર વૃક્ષ છે. શાખા, પ્રશાખા, કૂંપળો અને પર્ણથી તે પલવિત છે, ફળ અને ફૂલેથી તે લચી પડ્યું છે. આ વૃક્ષના આવા એશ્વર્યાનું મૂળ કારણ શું છે? જે ગંભીરતાપૂર્વક વિચાર કરશે તે બરાબર જણાઈ આવશે કે તેના બહારથી દેખાતા આવા વિપુલ વૈભવને કીમિયે તેના ઉપરના ભાગની કળાઓ કે વિશિષ્ટતાને આભારી નથી. તેની વિશાળ સમૃદ્ધિ અને વિસ્તૃત ઐશ્વર્યાનું મૂળ કારણ પૃથ્વીના ઊંડાણમાં રહેલા અને બહાર જરા પણ ન દેખાતાં તેનાં મૂળિયાં છે. વનસ્પતિશાસ્ત્રને એ સામાન્ય નિયમ છે કે જે વૃક્ષનાં મૂળિયાં જેટલાં જમીનમાં ઊંડાં હશે તેટલું જ તે વૃક્ષ સમૃદ્ધ અને ઊંચું હશે. ફળ, ફૂલે અને બીજાં સોંદર્યને આધાર પણ તેનાં મૂળમાં અંતનિવિષ્ટ છે. વૃક્ષનાં મૂળિયાં ઊંડાં ન હોય તે તે વૃક્ષ વાવાઝોડાના ઝપાટા કે ઝંઝાવાતના પ્રકપમાં લાંબે વખત ટકી શકતું નથી. વૃક્ષનું મૂળ અસ્તિત્વ તેનાં મૂળિયાંમાં છે. ઉપરના ભાગનું પણ પિતાની રીતે મહત્ત્વ છે ખરું, પરંતુ તેની શકિતનો મૂળ
ત તે મૂળિયાં જ છે. જે વૃક્ષનાં મૂળિયાં જેટલાં શક્તિથી ભરેલાં અને ઊંડાં હોય છે તેટલાં જ તે પૃથ્વીમાંથી પોતાનું પિષક્તત્વ મેળવવા શક્તિસંપન્ન હોય છે.
પાનખર તુને તો તમને બધાને સારે એ અનુભવ છે. આ ઋતુમાં સ્વભાવથી ગમે તેવાં તેતીંગ ઝાડે પણ હૂડાં જેવાં બની જાય છે. તેનું લીલુંછમ પ્રાકૃતિક સૌંદર્ય એવી રીતે તે હરાઈ જાય છે કે જેનાર આશ્ચર્યાન્વિત બની જાય છે. આખું વૃક્ષ સુકાઈ જાય છે. લાંબી