________________
ધર્મ અને ધન : પ૩૩ બિહામણું છે. એકલું આચરણશૂન્ય જ્ઞાન પણ જીવનમાં આનંદનાં પુષ્પ ખીલવી શકતું નથી. એટલે જ જ્ઞાનપૂર્વકનાં આચરણને મહર્ષિઓ અને અનુભવીઓએ મહત્ત્વ આપ્યું છે.
ધર્મ સદા આચાર અને વિચારને વિષય છે. બેલવાથી તે વાદ બની જાય છે. ધર્મ જ્યારે વાદવિવાદના ખાબોચિયામાં ભરાઈ બેસે છે ત્યારે તે પિતાને કીમતી આત્મા બેઈ બેસે છે. તેની વિરાટતા તેમજ વ્યાપકતા નાશ પામી જાય છે; ધર્મ સાગર મટી ખાચિયું બની જાય છે, પંથ અને સંપ્રદાય બની જાય છે.
ભગવાન મહાવીરે ધર્મની જેવી પ્રાણસ્પર્શી અને ઉદાર વ્યાખ્યા કરી છે એવી વ્યાખ્યા કયાંય જોવા મળતી નથી. ધર્મનું સ્વરૂપ બતાવતાં ભગવાન મહાવીર કહે છેઃ “જલ્થ જ્ઞા પ ”-વસ્તુને સ્વભાવ તે ધર્મ છે. જેમકે, અગ્નિને સ્વભાવ ઉષ્ણતા છે. તે ઉષ્ણતા એ અગ્નિને ધર્મ છે. પાણીને સ્વભાવ શીતળતા છે. તે શીતળતા એ પાણીને ધર્મ છે. મનુષ્યને સ્વભાવ મનુષ્યતા છે. તે મનુષ્યતા એ મનુષ્યને ધર્મ છે. મનુષ્યતાની વ્યાખ્યા કરવી જરા મુશ્કેલ છે, આમ છતાં સ્વાર્થ અને પરાર્થ એ બેમાંથી જે કઈ એકની પસંદગી કરવાની હોય તે તેમાં પરાર્થની જ પસંદગી કરવા જેવી છે. કેમકે સ્વાર્થ કરતાં પરાર્થ ઘણે ઉજજવલ અને ચડિયાત છે. સ્વાર્થને સંબંધ પિતાનાં સુખ સાધને સુધી જ સીમિત હોય છે, પરંતુ પરાર્થની સીમ તેનાં કરતાં વધારે વ્યાપક અને મીઠી છે, હૃદય અને પ્રાણોને સ્પર્શે એવી કીમતી છે. પરંતુ આ સ્વાર્થ અને પરાર્થથી પણ ચડી જાય એવી જે કઈ ત્રીજી જ વસ્તુ હોય તે તે પરમાર્થ છે. સ્વાર્થનું જગત સ્વ સુધી મર્યાદિત હોય છે. પરાર્થનું જગત અવશ્ય થોડું વધારે વ્યાપક બને છે, છતાં તેની સીમા અસીમ તે નથી જ. તેની સીમાને મર્યાદા છે. પરાર્થમાં પિતાની જાત માટેના જ હિતને વિચાર છેડી, તેની મર્યાદાને વટાવી, પિતાના સાથીઓ, મિત્ર, સ્નેહી સંબંધીઓ અને જે જે આપણે પરિચિત છે તેમનાં દરેકના હિતની ચિંતા સેવાય છે. એટલે સ્વાર્થ કરતાં પરાર્થનું સ્થાન અવશ્ય ચડિયાતું છે; પરંતુ પરમાર્થનું જગત તે વ્યાપક છે, અસીમ છે. તેમાં જીવ માત્રને કલ્યાણની ચિંતા સેવાય છે.
આમ તે પ્રત્યેક પંથ અને સંપ્રદાયને એ જ દે હોય છે કે પિતાના પંથ કે સંપ્રદાયને અનુસરવાથી મુક્તિ પ્રાપ્ત થશે. આ દવે આગળ ધરાતે હોવાને કારણે જ તેમનામાં સાંપ્રદાયિક વ્યાહ અને ઝનૂન જન્મવા પામતાં હોય છે. છતાં એક સત્ય અવશ્ય ગંભીરતાપૂર્વક લક્ષ્યમાં લેવાનું છે અને તે એ કે, જે ધર્મ માત્ર શરીરશુદ્ધિની જ વાત કરે છે અથવા તે મનની શુદ્ધિ ઉપર જ ભાર મૂકે છે તે ધર્મ, ધર્મની સાચી દિશાથી થડે પાછળ છે. પરંતુ જે ધર્મ શરીર અને મનથી પાર આત્માની પણ વાત કરે છે, તે ધર્મ અવશ્ય ધર્મની દિશામાં ગતિશીલ છે. કારણ ધર્મ સદા આત્મામાં રહેલો હોય છે. તે આત્માને વિષય છે. આત્મા– વગાહનમાંથી ધર્મના દિવ્ય પ્રકાશની ઝાંખી સંભવી શકે છે.