________________
ભાવનાનું માધુર્ય : પ૨૧
એ રોટલી કેઈ બીજું ઝૂંટવી જાય, એ ભય તેના મનમાં હતું. એટલે તેની ચાલમાં પણ અકલધ્ય ઝડપ આવી.
સંત નામદેવ આ બધું જોઈ રહ્યા. તેઓ જાતે પણ ઘણા દિવસોથી ભૂખ્યા હતા, છતાં જ્યારે કૂતરે રોટલી ઉપાડી ગયે, ત્યારે તેમનાં મનમાં જરા પણ ખિન્નતા, પરેશાની કે સંતાપ વ્યાપ્યાં નહિ. તેમના મનથી જેટલી ઊપાડી ભાગી જનાર તે કૂતરે કૂતરે નહોતે. સંત નામદેવની દડિટ દેહમૂલક નહતી. તેમને આ કૂતરામાં, તેનાં દેહ મંદિરમાં બિરાજેલા ચૈતન્ય પ્રભુનાં દર્શન થતાં હતાં. એટલે તેમને મન આ કૂતરાનાં સ્વરૂપમાં ચૈતન્ય દેવ પરમાત્મા જ અતિથિ થઈને પધાર્યા હોય એમ લાગ્યું એટલે કૂતરે ભેજન સામગ્રી ઉપાડી ગયે, છતાં પણ તેમનાં મનમાં જરા પણ રોષ ન વ્યા. તેમનું હૃદય અપાર પ્રસન્નતા જ અનુભવતું રહ્યું. સંત નામદેવને આટલાથી જ સંતેષ ન થયો. તેઓ તરત જ ઘીના પાત્રને હાથમાં લઈ કૂતરાની પાછળ પાછળ દેડયા. કૂતરો ભયને માર્યો આગળ ને આગળ ભાગતે રહ્યો. મોઢામાં આવેલ કેળિયે રેખે ઝુંટવાઈ જશે એને ભય એક બાજુ કૂતરાને હતું તે બીજી બાજુ કૂતરે લુખી જેટલી ખાશે તે મારા આતિથ્યમાં ખામી ગણાશે એની ફીકર સંત નામદેવને હતી ! નામદેવ આદ્ર સ્વરે પિકારી રહ્યા હતાઃ “પ્રભો ! રોટલીઓ ભલે લઈ જાઓ; પરંતુ રેલીઓ પડયા વગરની છે. એટલે જરા ઘી પણ લઈ જાઓ ! પરંતુ કૂતરાને નામદેવના હૃદયની, તેમની ભાવનાના માધુર્યની, તેમના અંતરાત્મામાં જન્મેલા સંગીતની કયાં ખબર હતી? આકરિમક મળેલાં આતિથ્ય લાભથી સંત નામદેવના શરીરનું કણે કણ, રમે રેમ અને આનંદથી નતી ઊઠયું હતું તેની કલ્પના કરી શકે એવી સંજ્ઞા કૂતરામાં કયાં હતી?
નામદેવને આમ કૂતરાની પાછળ દોડતા અને આમ બૂમો પાડતા જોઈ આત્મમૂલક દૃષ્ટિ અને વિવેકથી શૂન્ય માણસ હસવા લાગ્યા. તેમને મન આ નામદેવનું ગાંડપણ લાગતું હતું. નામદેવને સમજવા માટે નામદેવ જેવી દષ્ટિ તેમની પાસે કયાંથી હોય? પિતાના વામન હાથથી વિરાટને માપવાની આ તેમની ચેષ્ટા હતી. પિતાની દષ્ટિ મુજબની તેમની સૃષ્ટિ હતી. તેમની ભૌતિક પ્રજ્ઞા કૂતરાના દેહની પેલે પાર બિરાજેલા ચૈતન્ય પ્રભુ સુધી પહોંચી શકે એવી પારદશી નહોતી. એટલે તેમને માટે નામદેવની આ ચેષ્ટા માત્ર એક પાગલની ચેષ્ટા જણાય છે તેમાં આશ્ચર્ય પણ શું? તૃતીય નેત્રથી સમજવાની આ વાત ભૌતિક નેત્રથી કેમ સમજાય ?
આ સ્થળે મને જનક વિદેહીને દાખલ યાદ આવી જાય છે. જનક આમ તે રાજા હતા, પરંતુ આત્મદષ્ટા અને ત્રાષિસમા પવિત્ર જીવન જીવનારા રાજર્ષિ હતા. તેમને ત્યાં બ્રહ્મની અખલિત ચર્ચાઓ માટે પંડિતની એક મોટી સભા હતી. રાત દિવસ બ્રહ્મના ચિંતન, મનન સિવાય બીજી કઈ ચર્ચાને ત્યાં અવકાશ નહોતો. અષ્ટાવક્ર નામના ઋષિને આ વાતની જ્યારે માહિતી મળી ત્યારે તેમણે રાજા જનકની સભામાં જવાનો નિર્ણય લીધે દુર્ભાગ્યે તેમના શરીરનાં આઠે અંગે વાંકાં હતાં. ઢંગધડા વગરનું કદરૂપું તેમનું શરીર સૌને કુતૂહલ ઊપજાવે એવું હતું.