________________
ભાવનાનું માધુર્ય : પર૩
૧-આવશ્યક
આ રીતે બધા મળી ૨૧ અંગબાહ્ય ગ્રંથ વર્તમાનમાં છે. ૨૧ અંગબાહ્ય ગ્રંથને જે રીતે સ્થાનકવાસીઓ સ્વીકારે છે તે જ રીતે છે. મૂર્તિપૂજકે પણ તેમને માને છે, પરંતુ તેમણે તે સિવાયના બીજા ગ્રંથનું પણ અસ્તિત્વ સ્વીકારેલ છે, જે સ્થાનકવાસીઓની દષ્ટિમાં પ્રમાણભૂત નથી. સ્થાનકવાસીની દષ્ટિમાં તે બધા લુપ્તપ્રાયઃ છે.
સ્થાનકવાસીઓની માફક તેના એક ઉપસંપ્રદાય તેરાપંથની માન્યતા પણ ૧૧ અંગ અને ૨૧ ઉપર જણાવેલ અંગબાહ્ય ગ્રંથના અસ્તિત્વ અને પ્રામાણ્ય વિષેની છે. સ્થાનકવાસીઓની માફક તેઓ પણ અન્ય ગ્રંથની પ્રમાણુતા સ્વીકારતા નથી. બન્ને સંપ્રદાયે નિયુકિત આદિને પણ પ્રમાણ માનતા નથી.
જો કે હવે સ્થાનકવાસી સાધુઓની અભ્યાસ તરફની અભિરૂચિ વધતી જાય છે. આગના ઐતિહાસિક સંશોધન તરફ દષ્ટિ ઊંડી ઊતરતી જાય છે. નિર્યુકિત જેવી પ્રાચીન ટીકાઓના અભ્યાસથી દકિટ ઘેડી ઉદાર બનતી જાય છે. પરિણામે તેઓ આ સત્ય સ્વીકારવા લાગ્યા છે કે દશવૈકાલિક આદિ શાસ્ત્રોના પ્રણેતા ગણધર નથી. પરંતુ શર્યાભવ આદિ સ્થવિર આચાર્યો છે. હાં, સ્થાનકવાસી સંપ્રદાયની જૂની પરંપરામાં એક આ જ વિશ્વાસ અને શ્રદ્ધા ઊતરતાં આવ્યાં છે. અંગ અને અંગબાહ્ય બન્ને પ્રકારના આગમના કર્તા ગણધર જ હતા, અન્ય સ્થવિરે નહિ, એમ પૂઅલક દ્રષિજી મ. સા. દ્વારા પ્રણીત શાસ્ત્રોદ્ધાર મીમાંસામાં ઉલ્લિખિત છે.
વેતાંબરને પણ દિગંબરોની જેમ ૧૨ અંગ માન્ય છે. પરંતુ અંતર આ જ છે કે દિગંબરેએ પૂર્વોકત ક્રમથી વિચ્છેદ માન્યું ત્યારે શ્વેતાંબરેએ માત્ર દષ્ટિવાદ નામક અંતિમ અંગને જ વિચ્છેદ માનેલ છે. તેમનું કથન છે કે ભગવાન મહાવીરના નિર્વાણના ૧૦૦૦ વર્ષ પછી જ પૂર્વગતને વિચ્છેદ થયો છે. જ્યાં સુધી પૂર્વેને મૂલતઃ વિચ્છેદ ન થયો ત્યાં સુધી પૂના વિષયને માધ્યમ રાખી અનેક જાતની રચનાઓ થતી રહી છે. આ જાતની પ્રાયઃ બધી રચનાઓને અન્તર્નિવેશ અંગબાહ્યમાં કરવામાં આવેલ છે. થેડી એવી પણ રચનાઓ છે જેને સમાવેશ અંગેમાં પણ કરવામાં આવેલ છે. શ્વેતાંબરોના મતથી ઉપલબ્ધ ૧૧ અંગ અને ૩૪ અંગ બાહ્ય ગ્રંથે આ રીતે છે.
૧૧ અંગ – પહેલા જણાવેલા આચારાંગાદિ ૧૨ ઉપાંગ – હમણાં જ જણાવેલ ઓપપાતિક આદિ ૧૦ પ્રકીર્ણક- (૧) ચતુદશરણ (૨) આતુર પ્રત્યાખ્યાન (૩) ભકત પરિજ્ઞા () સસ્તારક
(૫) તંદુલ વૈચારિક (૬) ચંદ્ર વેશ્ચક (9) દેવેન્દ્રસ્તવ (૮) ગણિવિદ્યા
(૯) મહાપ્રત્યાખ્યાન (૧૦) વીરસ્તવ. ૬ છેદ સૂર- (૧) નિશીથ (૨) મહાનિશીથ (૩) વ્યવહાર (૪) દશા શ્રત સ્કંધ
(૫) વૃહત્ક૫ (૬) જીવકલ્પ