________________
૫૨૪ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર
૪ મૂળસૂત્ર (૧) ઉત્તરાધ્યયન (૨) દશવૈકાલિક (૩) આવશ્યક (૪) પિંડનિયુકિત ૨ ચૂલિકા સૂત્ર−(૧) નન્દી સૂત્ર (ર) અનુયાગદ્વાર
આ રીતે શ્વેતાંબરાના મતથી ઉપલબ્ધ ૧૧ અંગ અને ૩૪ અગમાહ્ય ગ્રંથા છે. આ બધા આગમાના રચનાકાળ સંબંધેના ઇતિહાસજ્ઞાનાં મંતવ્યેા હવે પછી કહીશું,
ઉત્તરાધ્યયન સૂત્રના સ્વાધ્યાયનું ૨૩મું અધ્યયન ચાલી રહેલ છે. શ્રી કેશી શ્રમણના આંતરિક અને ગુહ્ય પ્રશ્નોનું સમાધાન ગૌતમસ્વામી યથાચિત રીતે કરી રહ્યા છે. શ્રી કેશી શ્રમણ તેમની પારદશી પ્રજ્ઞાને જોઇ તેમની પ્રશંસા કરતા ધરાતા નથી. તેમના મનને વિશ્વાસ થયા છે કે, તેમની પાસેથી બધા યથાયોગ્ય પ્રશ્નોના યથેાચિત સમાધાના મળી રહેશે, એટલે તે ફ્રી પ્રશ્ન પૂછે છે
बुज्झमाणाण पाणिणं । सरण गई पट्ठाय दीव के मन्नसी मुणी ! ॥
મહાપદ્મ-વેનેળ
હૈ મુને ! મહાન જળપ્રવાહમાં વેગથી ડૂબતા પ્રાણીઓને માટે શરણુ, ગતિ, પ્રતિષ્ઠા અને દ્વીપ તમે કાને માના છે ?
આ જગતના પ્રવાહ અનાદિ કાળથી ચાલી રહ્યો છે. આત્મવિવેકશૂન્ય વ્યકિતએ આ જાગતિક સામાન્ય પ્રવાહામાં પ્રવાહિત થઈ વધારેમાં વધારે સ`સાર ઊભેા કર્યાં કરે છે. તેમના પ્રાય: બધાં કાર્યાં સંસારમૂલક હાય છે. સંસારથી પર બીજા લેાકેાત્તર જગતમાં ડોકિયુ' કરવાનુ સાહસ પણ ગણ્યાગાંઠયા માણુસા જ કરી શકતા હોય છે. એટલે બહુ મેટા જીવજગતના ભાગ સંસારરૂપ સમુદ્રમાં ગળાબૂડ હોય છે. આમ છતાં આ સંસારસમુદ્રમાં આશ્રય આપનાર એક વિશાળ મહાદ્વીપ તેા શરણુ, ગતિ અને પ્રતિષ્ઠારૂપ હાવા જ જોઈએ કે જ્યાં વિશાળ જળ પ્રવાહની ગતિને સાધારણ પણ અવકાશ ન હોય. આવા મહાદ્વીપના અભાવમાં તે સંસાર સમુદ્રમાંથી તરવાની વાત પણ અશકય અની જાય છે. આ સંસાર સાગર વિષેના તમારો અનુભવ સૂક્ષ્મ જ્ઞાનથી ભરેલા છે. માટે હે પ્રભો! આ સંસાર સાગરનાં જળ પ્રવાહથી ડૂબતાં પ્રાણીઓ માટે શરણરૂપ મહાદ્વીપ શું છે તે સમજાવેા.
ફલાકાંક્ષાશૂન્ય કમ
મનુષ્ય જે કઈ કરે છે તે ભવિષ્યમાં કાંઈક મેળવવાની દૃષ્ટિથી કરે છે. આપણાં ગળામાં દોરડું નાખી ભવિષ્ય આપણને ખેંચતુ હાય છે. આ મળશે એ આશાએ આપણે કામ કરીએ છીએ. કાય હમણાં કરી રહ્યા છીએ અને ફળની આશા ભવિષ્યની છે! ભવિષ્યના અથ જ એ છે કે જે અત્યારે નથી પરંતુ પછી હશે. હેાવાની આશાના દોરડાથી બધાએલા આપણે સૌ પશુની માફક ભાગી રહ્યા છીએ. પશુ શબ્દના ભારે સરસ અર્થ છે. તે શબ્દના વાસ્તવિક અર્થ કદાચ