________________
પરર : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર શરીરની શારીરિક વિકૃતિની પરમ સીમાના તે સાક્ષાત્ અવતાર સમા હતા. પરંતુ તે યુગમાં તેમના જે પરમજ્ઞાની કેઈ નહેતે. એ યુગના અપ્રતિમ જ્ઞાન વૈભવ અને આંતરિક સંપદાઓથી ભરેલા તેઓ અતિ પુરુષ હતા. જે તેમણે રાજા જનકની સભામાં પ્રવેશ કર્યો કે તેમનાં વક અંગે જોઈને સભામાં બેઠેલા સી હસી પડ્યા. બ્રહ્મવાદીઓની સભામાં આવેલા અતિથિને આમ પરિહાસ કરે એ એક મેટે અવિવેક હતું છતાં તેઓ વિવેકની મર્યાદાને ભૂલી ગયા. મહર્ષિ અષ્ટાવકને જોઈ બધા સભાસદે ખડખડાટ હસી પડ્યા. રાજા જનક સ્વયં પણ પિતાનું હાસ્ય રેકી શક્યા નહિ. આ જોઈ અષ્ટાવક્ર સૌ સભાસદે તેમજ રાજા જનક કરતાં પણ વધારે જોરથી હસવા લાગ્યા. અષ્ટાવકને પણ હસતા જોઈ રાજા જનકે પૂછયું: “પ્ર ! અમે બધા તે તમારી વિચિત્ર અને અકુદરતી શરીર રચના જોઈ હસી રહ્યા છીએ, પરંતુ આપશ્રી અમારા કરતાં પણ વધારે જોરથી હસી રહ્યા છે તેનું શું કારણ છે?” તે સાંભળી અષ્ટાવક્ર ફરી હસ્યા અને બોલ્યાઃ હું મોટી આશા અને અપેક્ષા રાખી અત્રે આવ્યું હતું. મને હતું કે, હું બ્રહ્મવાદીઓની સભામાં જઈ રહ્યો છું. બ્રહ્મવાદીઓની સભાના સભાસદે બ્રહ્મસ્વરૂપમાં લીન હશે એવી મારી કલ્પના હતી, પણ અહીં આવીને જોઉં છું તે મને લાગે છે હું ચમારની સભામાં આવ્યું છું. તમારા સૌની ચમાર જેવી શરીરમૂલક દષ્ટિને જોઈ મારી માન્યતા ઉપર પાણી ફરી વળ્યું છે એમ જોતાં મને હાસ્ય ઊપજે છે. આ જવાબની રાજા જનક ઉપર ઘણી અસર થઈ. રાજ્ય વૈભવ ત્યાગ કરી અષ્ટાવક્રની પાછળ તેઓ આત્માની શોધમાં ચાલી નીકળ્યા. અષ્ટાવક્રે રાજા જનકને જે ઉપદેશ સંભળાવ્યા, તે કહેવાય છે કે આ જગતની અધ્યાત્મમૂલક સર્વોત્તમ સંપત્તિ છે.
હવે આપણે આગમિક ઈતિહાસની આવતી કાલની બાકી રહેલી વાત આગળ ચલાવીએ. તે મુજબ, શ્વેતાંબર સ્થાનકવાસીઓના મતથી દષ્ટિવાદને છેડી બધાં અંગે સુરક્ષિત છે. અંગ બાહ્યના વિષયમાં આ સંપ્રદાયને મત છે કે માત્ર આ ગ્રંથે જ સુરક્ષિત છે.
અંગ બાહ્યમાં ૧૨ ઉપાંગ, ૪ છેદ, ૪ મૂળ અને ૧ આવશ્યક એમ ૨૧ ગ્રંથને સમાવેશ થાય છે.
બાર ઉપાંગ- (૧) પ પાતિક (૨) રાજપ્રશ્નય (૩) જીવાભિગમ (૪) પ્રજ્ઞાપના (૫) સૂર્ય પ્રજ્ઞતિ (૬) ચંદ્રપ્રજ્ઞપ્તિ (૭) જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ (૮) નિરયાવલી (૯) કલ્પવતંસિકા (૧૯) (૧૦) પુપિકા (૧૧) પૂષ્પચૂલિકા (૧૨) વૃષ્ણિદશા.
ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિ જ્ઞાતાધર્મકથાંગનાં ઉપાંગ મનાય છે. આ અપવાદને ધ્યાનમાં રાખી ક્રમશઃ આચારાંગનું ઔપપાતિક આદિ કમથી અંગો સાથે ઉપગેની યેજના કરી લેવી જોઈએ.
૪ છેદ- (૧) વ્યવહાર (૨) વૃહકલ્પ (૩) નિશીથ (૪) દશા શ્રુત સ્કંધ ૪મૂળ- (૧) દશવૈકાલિક (૨) ઉત્તરાધ્યયન (૩) નંદી (૪) અનુગદ્વાર.