________________
ફલાકાંક્ષાશૂન્ય કર્મ : પર૭
જીસસે ફરી કહ્યું: “જરા ધ્યાનથી જુઓ, ઊંડાણથી નિરીક્ષણ કરે ! સેલેમન જ્યારે પિતાનાં સંપૂર્ણ ઐશ્વર્ય સાથે હતા ત્યારે પણ આ ગરીબ લીલીનાં ફૂલે એટલે સુંદર નહોતે !”
શિષ્યએ પૂછયું તેનું કારણ?
જીસસે કહ્યું “ફૂલ અત્યારે અને અહીં જ ખીલે છે અને સોલેમન સદા ભવિષ્યમાં ડૂબેલે રહેતો.
ભવિષ્યની કલ્પના જ માણસને કુરૂપ બનાવી દે છે. ફૂલેને આવતી કાલની કઈ ખબર નથી. આ જ હવાને ધક્કો, આ જ સૂરજનાં કિરણે, આ જ પૃથ્વીને કટકે, આ જ માર્ગ, અહીં જ હોવું, આ જ આ ફૂલેનું સર્વસ્વ છે. સાંજ નથી આવવાની એમ પણ નથી, તે આવશે જ પણ પિતાની રીતે આવશે. આ ફૂલેને બી નહિ લાગે કે ફળ નહિ લાગે એમ પણ નથી. તે બી અને ફળો પણ પોતાની રીતે જ લાગશે. આપણી આકાંક્ષાથી તે કાંઈ લાગતાં નથી. પરંતુ આપણે બધા તે પાગલ સ્ત્રી જેવા છીએ, કારણ આપણા વ્યવહાર તેના જેવા જ છે.
એક પાગલ સ્ત્રી એક દિવસે પિતાના ગામથી નારાજ થઈ ચાલી ગઈ. ગામના લોકોએ તેને કહ્યું: “આ શું કરે છે? કયાં જાય છે?” તેણીએ જવાબ આપ્યઃ “હવે હું જઈ રહી છું. તમે બધાએ મને ખૂબ જ સતાવેલ છે. આવતી કાલથી તમને ખબર પડી જશે. લોકેએ ભારપૂર્વક પૂછયું: “પણ વાત શું છે?” તેણીએ કહ્યું: “હું તે મરઘાંને સાથે લઈ જઈ રહી છું કે જેની બાંગથી રોજ સવારે સૂરજ ઊગતું હતું. આવતી કાલથી સૂરજ આ ગામમાં નહિ ઊગે; પરંતુ બીજા ગામમાં ઊગશે.”
તે બીજા ગામમાં પહોંચી ગઈ. મરઘાએ રાબેતા મુજબ બાંગ દીધી અને કેમ મુજબ સૂરજ ઊગ્યો. તેને થયું તે ગામનાં માણસે હવે રડતા હશે. તે મૂર્ખાઓના ગામમાં હવે સૂરજ નહિ ઊગે. સૂરજ તે આ ગામમાં ઊગી રહ્યો છે.”
આમ જોઈએ તે તે પાગલ સ્ત્રીના તર્કમાં કઈ ક્ષતિ પણ નથી. તેના મરઘાના બાંગ દેવાથી તે ગામમાં સૂરજ ઊગતું હતું. હવે બીજા ગામમાં બાંગ દેવાથી જ્યારે સૂરજ ઊગ્યો ત્યારે તેના મનમાં પાકે નિર્ણય થઈ ગયે કે જ્યાં મારે મરઘે બાંગ દે, ત્યાં જ સૂરજ ઊગે. આ તકના આધારે તેણી વિચારતી હતી કે પેલા ગામનું શું થયું હશે ? સૂરજ તે આ ગામમાં ઊગે છે ! મરઘાં આવી ભ્રાંતિમાં નથી પડતાં. પરંતુ મરઘાંના માલિકે સમજે છે કે, આપણે મરે બાંગ દઈ રહ્યો છે, એટલે સૂરજ ઊગી રહ્યો છે! લગભગ આપણા બધાની મનોવૃત્તિ પણ આવી જ જાતની હેય છે.
ભવિષ્ય તે પોતાની મેળે અને પિતાની રીતે જ આવે છે. તે આપણું રેકવાથી રેકતું નથી. ફળ પણ પિતાની મેળે જ અને પિતાની રીતે જ આવે છે. તે આપણા અટકાવ્યાં અટક્તાં