________________
ફલાકાંક્ષાશૂન્ય કર્મ : પર૫
તમે નહિ જાણતા હે, પણ પશુ શબ્દને અર્થ જ એ છે કે, પાશમાં બંધાઈને ચાલવું. આપણે પણ એક અર્થમાં પશુ જ છીએ. જે ભવિષ્યથી બંધાએલે હોય, જેની લગામ ભવિષ્યના હાથમાં હોય તે પશુ જે જ ગણાય. તે આજે એટલા માટે જીવે છે કે કાલે તેને કાંઈક મળશે. આવતી કાલ પરમ દિવસની આશાએ જીવે છે. આ રીતે જીવનારે માણસ પ્રતિદિવસના આજની આવતી કાલ માટે જીવશે. કારણ જ્યારે આવશે ત્યારે આજ આવશે અને તે આવતી કાલ માટે જીવશે. જ્યારે પણ સમય આવશે તે આજની માફક આવશે અને પાશમાં બંધાએલે તે પશુની માફક ભવિષ્યમાં ખેંચાઈ કાલ માટે જીવશે. આ રીતે ભવિષ્યની આશા અને કલ્પનામાં આજના જીવનને, આજના આનંદને, તે બેઈ બેસશે. આ રીતે તેનું આખું જીવન ખવાઈ જશે. મરતી વખતે તે માત્ર આટલું જ બોલી શકશે કે, મેં જીવવાની કામના તે કરી, પરંતુ સાચી રીતે જીવી શો નહિ. મરતી વખતે તેની મેટામાં મેટી પીડા આ જ દેખાશે કે, ત્યાં હવે કઈ આવતી કાલ દેખાતી નથી. મૃત્યુ વખતે જે ફરી આવતી કાલ, ભવિષ્ય દેખાઈ આવે છે, તે મૃત્યુના કષ્ટને પણ જીરવી શકે. મરતે માણસ સદા પૂછે છે કેઃ “પુનર્જન્મ છે? હું મરીશ તે નહિ? આ પૂછવાનું રહસ્ય જ એ છે કે તે જાણવા ઈચ્છે છે કે આવતીકાલ અવશિષ્ટ છે કે નહિ ? જે આવતીકાલ અવશિષ્ટ હોય તે વાંધો નથી. કારણ આપણું જીવવાને ઢંગ જ આવતીકાલ ઉપર આધારિત છે. જે આવતીકાલ નથી તે ભારે મુશ્કેલી થઈ જાય. હું તે સદા ભવિષ્યને અનુલક્ષી છે અને આજે આકસ્મિક આજની સાથે જ બધું સમાપ્ત થઈ જાય છે. આવતી કાલ નથી. ફલાસક્તિને અર્થ પણ ભવિષ્ય કેન્દ્રિત જીવન છે.
આ ઉપર બતાવેલું એક પ્રકારનું કર્મ છે તે બીજું પણ એક એવી જાતનું કર્મ છે, જે ભવિષ્યના પાશ સાથે જોડાએલું હોતું નથી. તે ઝરણાંની માફક આપણી અંદરથી જ ફૂટી નીકળે છે, જે આપણે છીએ તેમાંથી નીકળે છે. ભવિષ્યની આશા કે કલ્પનામાંથી તેને જન્મ હેતે નથી. આપણે રસ્તામાં જતા હોઈએ અને આપણુથી આગળ ચાલ્યા જતા માણસની કઈ વસ્તુ આકસ્મિક પડી જાય, તે કશી જ આશા કે અપેક્ષા રાખ્યા વગર તે વસ્તુ ઉપાડીને આપણે તે વ્યકિતને બેલાવી, તેને સોંપી દઈએ છીએ. આ કાર્ય કરતી વખતે છાપામાં આપણું નામ આવે એવી કઈ કામના આપણને હેતી નથી. આપણે તેને વસ્તુ પતા હોઈએ ત્યારે કેઈ ફેટોગ્રાફર આપણે ફેટે લઈ લે એવી પણ આપણને કલ્પના હતી નથી. આમ આ કાર્ય કરતાં કંઈ વ્યક્તિ આપણને જોઈ જાય અને ધન્યવાદરૂપ સામાન્ય વિવેક આપણું પ્રત્યે દર્શાવે એવી આકાંક્ષાને લેશમાત્ર અંશ આપણામાં ન હોય તે જ તે ફલાસકિતરહિત કર્મ કહેવાય. પરંતુ માને કે તમે વસ્તુ તેના માલિકને સેંપી અને તેને માલિક તમને કાંઈ પણ કહ્યા વગર ચાલતે થયે, તે તે વખતે તમારા માનસમાં વિષાદની આછી પણ રેખા દેરાઈ જાય, તે ભલે તમને ફલાકાંક્ષાની માહિતી નહતી, પરંતુ અચેતનમાં, મનનાં ઊંડાણના તલમાં ફલાકાંક્ષા પ્રતીક્ષા કરતી હતી. ધન્યવાદ મેળવવા માટે તે વસ્તુ તેના માલિકને ઍપવાની કેઈ સચેતનતા, કેઇ સભાનતા