________________
આત્માની અમર સાધના : ૫૧૩
જ કાર્યની સિદ્ધિ થઈ જતી નથી. એટલે તે વધારે નિરાશ થઈ ગયે હતે. ધનની અભિલાષામાં તે ઘણું ફર્યો. સાધુ-મહંતેની સોબત કરી, ડુંગર–પર્વતે ખૂઘા, જેણે જે ચીપું તે કરવામાં કશી જ ખામી ન રાખી, છતાં તેનાં પ્રારબ્ધનાં દ્વાર ન ઊઘડયાં તે ન જ ઊઘડયાં. નિયતિએ જાણે તેને દરિદ્ર રહેવા જ સજર્યો હોય એવી તેની સ્થિતિ રહી. છતાં તેણે થાક્યા વિના, ભવિષ્યની આશાના તાંતણે, પિતાની ધન મેળવવાની પ્રક્રિયા ચાલુ જ રાખી.
મનુષ્યની આત્યંતિક ઝંખના જે પ્રાણોમાંથી ઊઠી હોય તે અવશ્ય તેની પરિપૂર્તિ થયા વગર રહેતી નથી. હજાર નિરાશાઓના પ્રગાઢ અંધકાર વચ્ચે પણ આશાનું એક કિરણ જે જીવિત ન હોય તે માણસને આત્મહત્યા સિવાય બીજો કોઈ ઉપાય સૂઝે નહિ. આ બ્રાહ્મણ પણ ચારેકોરથી નિષ્ફળતા મળતાં ભારે નિરાશ થઈ ગયે. ઘણી વખત આત્મહત્યાના વિચાર પણ કરતે પરંતુ ત્યાં આશાનું એક કિરણ એકાએક તેના અંતરમાં ઝબકી ઊઠતું અને અનેક હતાશાઓ વચ્ચે પણ તેનામાં નવી સ્કૂર્તિ અને નવો ઉત્સાહ જન્માવી દેતું. આ રીતે ઘણાં વર્ષો વીતી ગયાં. એક દિવસ તે એક પહાડ ઉપર હતાશ અને ખિન્ન થઈને બેઠે હતા. શું કરવું અને શું ન કરવું–તેને કઈ માર્ગ તેને સૂઝતો નહતે. આત્મહત્યા કરવાના વિચારોથી તેનું મન ઘેરાઈ ગયું હતું. એવામાં એક પરમ સિદ્ધ યેગી ત્યાં આવી ચડ્યા. પરમ સિદ્ધ
ગીના દર્શન થતાં તેનું હૃદય આનંદથી ભરાઈ ગયું. જાણે પિતાનાં પ્રારબ્ધની આડે આવેલું પાંદડું ખસી જવાનું હોય અને પિતાને મનવાંચ્છિત સિદ્ધિ મળી જવાની હોય તેમ તેના મોઢા પર આશાની સુરખી છવાઈ ગઈ. જાણે તેને પુનર્જીવન મળ્યું હોય, તેમ તેનું હૃદય આનંદથી નાચવા લાગ્યું ! સિદ્ધ પુરુષના દર્શનથી તે કૃતકૃત્ય થઈ ગયા. તે તરત જ તે યેગી પુરુષના પગમાં પડી ગયો અને બેઃ “પ્રલે ! વર્ષોથી નિરાશાના વમળમાં હું સપડાએલો છું. તેમાંથી બહાર નીકળવાના ઘણાયે ફાંફાં તે મારું છું પરંતુ પ્રારબ્ધ યારી આપતું નથી. આજે આપનાં દર્શનથી મને લાગે છે કે, મારી વર્ષોની ભૂખ સંતોષાશે. નિરાશા અને હતાશાથી શૂન્ય બનેલા મારા જીવનમાં નવા પ્રાણે પૂરાશે. મારી ઈચ્છાઓ આપના મંગલ દર્શનથી પરિપૂર્ણ બનશે, સાધનાઓ સફળ થશે, જીવન કૃતકૃત્ય બની જશે.”
પ્રારબ્ધ અને નિયતિની રમતને કઈ સમજી શકતું નથી. પ્રકૃતિની કળા અકળ છે. મનુષ્યને ગમે તેટલા સાનુકૂળ સંગે મળે છતાં અંતે તે જ આવીને ઊભું રહે છે જે તેના પ્રારબ્ધમાં હોય છે.
यद् धात्रा निज भालपट्ट लिखित स्तोक महवा धनम् । तत्प्राप्नोति. मरूस्थलेऽपिनिनरां मेरौ ततोनाऽधिक ॥ तधीरो भव वित्तवत्सु कृपणां वृत्तिं वृथा मा कुरु ।
कूपे पश्य पयोनिधावपि घटी गृहणाति तुल्य जलम् ॥ વિધાતાએ પ્રારબ્ધમાં જે થોડું અથવા ઝાઝું ધન લખી આપ્યું છે, નિયતિએ અર્થના સંબંધમાં જે ભવિષ્ય નિર્ણત કરેલ છે તે ભાગ્યમાં લખાયેલી સંપત્તિ મારવાડમાં રહેવાથી