________________
આગમ અને અમૃતત્વ : ૫૧૧ ઉપર્યુક્ત વાચનાઓ સંપન્ન થયા પછી લગભગ ૧૫૦ વર્ષ બાદ ફરી વલભીનગરમાં દેવર્ધિગણિ ક્ષમા શ્રમણની અધ્યક્ષતામાં એક શ્રમણ સંઘ એકત્રિત થયે અને ઉપર્યુક્ત બન્ને વાચનાઓના સમયમાં લખવામાં આવેલા સિદ્ધાંતે ઉપરાંત જે જે ગ્રંથ અને પ્રકરણ મેજૂદ હતા તે બધાને લખાવી સુરક્ષિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યું. આ શ્રમણ-સમવસરણમાં બન્ને વાચનાઓના સિદ્ધાંતને સમન્વય કરવામાં આવ્યું. જ્યાં સુધી સંભવિતતા હતી ત્યાં સુધી પાઠભેદોને મટાડી તે બધાને એકરૂપમાં કરવામાં આવ્યા. હાં, જ્યાં મહત્વપૂર્ણ ભેદ હતા ત્યાં તેમને પાઠાંતરનાં રૂપમાં ટીકા-ચૂર્ણિએમાં સંગૃહીત કરવામાં આવ્યા. કેટલાક પ્રકીર્ણ ગ્રંથ જે માત્ર એક જ વાચનામાં હતા તેમને તેવા ને તેવા પ્રમાણ માનવામાં આવ્યા.
આ કાર્ય વીર નિર્વાણ સં. ૯૮૦માં થયું. વાચનાંતર મુજબ વીર નિ. સં. ૯૩માં સંપન્ન થયું. વર્તમાનમાં જે આગમ-ગ્રંથ ઉપલબ્ધ છે તેને અધિકાંશ ભાગ આ જ સમયમાં સ્થિર થએલે છે.
નંદીસૂત્રમાં જે સ્ત્રી આપવામાં આવી છે તેને જે વલભીમાં પુસ્તકારૂઢ બધા આગની સૂચના માનવામાં આવે તે કહેવું પડશે કે, કેટલાય આગમે ઉકત લેખન પછી પણ નષ્ટ થયા. વિશેષતઃ પ્રકીર્ણ કે તે ઘણુ નષ્ટ થઈ ગયા. માત્ર વીર સ્તવ નામક પ્રકીર્ણક અને પિંડ નિયુક્તિ એવાં છે જે નંદીસૂત્રમાં ઉલિખિત નથી, પરંતુ શ્વેતાંબરેને આગમરૂપથી માન્ય છે.
દિગંબર અને તાંબર અને પૂર્વેના વિચ્છેદના સંબંધમાં એકમત છે. પરંતુ પૂર્વેના વિષયે પણ સર્વથા લુપ્ત થયા હોય એ શક્ય નથી. અને સંપ્રદાયમાં એવા છે અને પ્રકરણે મજુદ છે જેને આધાર પૂર્વેને માનવામાં આવેલ છે. શ્વેતાંબરની માન્યતા મુજબ તે દષ્ટિવાદમાં જ સંપૂર્ણ વાડમયને અવતાર હોય છે. માત્ર મંદમતિ પુરુષ અને સ્ત્રીઓને માટે જ દષ્ટિવાદના વિષયને લઈ શેષ ગ્રંથની સરળ રચના થાય છે. આ મંતવ્યાનુસાર એમ કહેવાય છે કે ગણધર સર્વ પ્રથમ પૂર્વે રચે છે, ત્યાર પછી શેષ અંગેની રચના થાય છે.
આ માન્યતા યુક્તિસંગત પણ લાગે છે. આનું તાત્પર્ય એ છે કે, આચારાંગ આદિના પૂર્વે જે શાસ્ત્રજ્ઞાન મૃતરૂપમાં વિદ્યમાન હતું તે પૂર્વેના નામથી જ પ્રસિદ્ધ હતું. તેના જ આધારે ભગવાન મહાવીરના ઉપદેશ અને અનુદ્વાદશાંગની રચના થઈ અને પૂર્વેને પણ દ્વાદશાંગના એક દેશમાં પ્રવિષ્ટ કરી લેવામાં આવ્યા. પૂર્વેના આધારે જ જ્યારે સરળ ગ્રંથની રચના થઈ ત્યારે પૂર્વેના અધ્યયન અધ્યાપનની રુચિ ઓછી થઈ જાય તે સ્વાભાવિક છે. આ જ કારણથી સર્વ પ્રથમ પૂર્વોને વિચ્છેદ થયે. કેશીકુમાર શ્રમણે પોતાના પ્રશ્નના અનુસંધાનમાં સ્પષ્ટતા કરવા ફરી પૂછયું
मग्गे य इह के वुत्ते ? केसी गोयममब्बवी । केसिमेव खुवततु गायमा इणमब्बबी ।।