________________
પ૧૨ ઃ ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર
कुप्पवयण-पासंडी सव्वे उम्मग्ग पट्ठिया ।
सम्मग्ग तु जिणक्खाय अस मग्गे हि उत्तमे ।। માર્ગ કેને કહેવાય? શ્રી કેશીકુમાર શ્રમણે જ્યારે આ રીતે પૂછ્યું ત્યારે ગૌતમસ્વામીએ આમ જવાબ આપેઃ મિથ્યા પ્રવચનને માનનારા બધા પાખંડી વતી લેકે ઉન્માર્ગે જાય છે. સન્મા જિનપદિષ્ટ છે. અને તે જ ઉત્તમ માર્ગ છે. જગતમાં પિતાના અહંને પોષનારા અને સાધારણ સાધનાથી ઉપલબ્ધ લબ્ધિઓના ચમત્કાર બતાવી જગતને આકર્ષનારા અનેક પાખંડીઓના, કુપાવચનિકના જે સંપ્રદાયો છે તે ઉન્માર્ગે દોરનારા છે. વિવેકવિકલ વ્યકિતઓ તે માર્ગોના ભેગ બની જાય છે. જેને પ્રજ્ઞાચક્ષુ છે અને જે સારા નરસાને યથાયોગ્ય રીતે વિવેક કરી શકે છે તે આ પાખંડીઓના ચકડોળે ચડતા નથી. જિનપદિષ્ટ માર્ગ જ ન્યાયપૂર્ણ અને તારક માર્ગ છે એનો મને અનુભવ, સાક્ષાત્કાર છે. આ ઉત્તમ માગને અનુસરનારા અવશ્ય લક્ષ્યને પામી જાય છે.
આત્માની અમર સાધના સાધકના જીવનની જે કઈ સૌથી મોટી ખામી ગણી શકાય એમ હોય તે તે એ કે પિતાની સાધનામાં પિતાના પુરુષાર્થ કે આત્મીય આત્મવિશ્વાસ કરતાં તે બાહ્યશક્તિના અવલ બનની અપેક્ષા રાખે છે. આ પરમ સત્યને તે ભૂલી જાય છે કે જે મેળવવાનું છે તે આપણામાં જ છે. મનુષ્ય જ્યારે રાંકાની જેમ સાંસારિક સુખ માટે બીજા પાસે યાચના કરે છે, જીવનના સુખ અને સ્વર્ગના વૈભવો માટે ભીખ માંગે છે ત્યારે તેની પરવશતા અને લાચારી દયાપાત્ર બની જાય છે.
આ જીવાત્માને પિતાની શકિતને અનુભવ નથી. આપણા હાથમાં જ રહેલા ચિંતામણિને આપણે ઓળખતા ન હોઈએ તે તે ચિંતામણિ, કે જે બધી ચિંતાઓ અને દારિદ્રયને તેડવાની અપ્રતિમ શકિત ધરાવે છે, તેને ઉપગ આપણે એક કાચના કટકાથી વધારે કરી શકતાં નથી. તે જ પ્રમાણે આપણે આપણામાં રહેલી દિવ્ય શકિતઓથી અપરિચિત હોવાથી આપણામાં જ રહેલા આપણા અક્ષય ભંડારને આપણે મેળવી શકતા નથી.
આ વસ્તુને સમજવા મને એક દાખલો યાદ આવી જાય છે. એક ગરીબ બ્રાહ્મણ હતે. દરિદ્રતાને લઈ દુઃખી હતો. ભેગપભોગનાં સાધનના અભાવને લઈ અછત તેને પ્રતિક્ષણ પીડતી હતી. સામાજિક જીવનમાં તેનું કઈ માનભર્યું સ્થાન નહોતું. પૈસા વગર સામાજિક કે રાષ્ટ્રીય પ્રતિષ્ઠા મળે પણ ક્યાંથી ? ધનની અભિલાષામાં તે આમતેમ ચારેકેર ફાંફાં મારતો હતો પણ પ્રારબ્ધ તેને સાથ આપતું નહોતું. નિરાશા અને હતાશાથી તે ઘેરાએ રહેતું હતું. બીજાની સમૃદ્ધિને જોઈ વૈભવશીલ થવાની તેની ભાવના વધારે બલવત્તર થતી હતી, પરંતુ ભાવના માત્રથી