________________
૫૧૬ : ભેદ્યા પાષાણુ,
ત્યાં દ્વાર
ભાગના માણસોની આવી જ સ્થિતિ છે. આપણું દેહમાં રહેનારા આ શાશ્વત ઈન્દ્ર (આત્મા) જે અક્ષય અને અનંત શકિતને ભંડાર છે, તેની પાસેથી માત્ર ઈન્દ્રિયજન્ય ભેગેની જ આકાંક્ષા અને યાચના કરીએ તે તે પેલા ગરીબ બ્રાહ્મણે ઈન્દ્ર પાસેથી માંગેલી રોટલી જેવી જ વાત થઈ. જેના લકત્તર એશ્ચર્ય સામે કરેડ કરેડ ઈન્દ્રોના વૈભવ પણ ઝાંખા પડી જાય છે એવા અક્ષયનિધિ સમા આત્માને ભૂલીને, ઇન્દ્રિયના તુચ્છ ભેગમાં જ આસકત થઇ, અધ્યાત્મ દિશા તરફ અંધ બની જવું તેનાથી વધુ અધઃપતન બીજું કયું હોઈ શકે?
હવે આપણે આગમિક ઈતિહાસના કાળની વાતના અનુસંધાનમાં આગળ ચાલીએ. પૂર્વેના આધારે જ્યારે સરળ ગ્રંથની રચનાઓ થવા લાગી ત્યારે પૂર્વે તરફ સ્વાભાવિક ઉપેક્ષા વધી અને આ ઉપેક્ષાના ફળસ્વરૂપે સૌથી પ્રથમ પૂર્વે જ વિરછેદ થયે.
આમ છતાં ઘણું ગ્રંથે અને પ્રકરણેના સંબંધમાં એ સ્પષ્ટ નિર્દેશ છે કે તેમની રચના અમુક પૂર્વેના આધારે જ કરવામાં આવી છે. માત્ર દિગંબર માન્ય પખંડાગમ અને કષાય પ્રાભૂત એ બે થે જ એવા નથી કે જેમની રચના પૂર્વેના આધારે થઈ હોય. ત્યારે શ્વેતાંબરેના આગમરૂપથી ઉપલબ્ધ એવા અનેક ગ્રંથ અને પ્રકરણ છે કે જેને આધાર માત્ર પૂર્વે જ છે.
(૧) મહાકલ્પકૃત નામક આચારાંગના નિશીથાધ્યયનની રચના પ્રત્યાખ્યાન પૂર્વના તૃતીય આચાર વસ્તુના વીસમા પાહુડથી થઈ છે.
(૨) દશવૈકાલિક સૂત્રના ધર્મ પ્રજ્ઞપ્તિ અધ્યયનની આત્મપ્રવાદ નામક પૂર્વથી, પિંડેષણધ્યયનની કર્મપ્રવાદ પૂર્વથી, વાય શુદ્ધિ અધ્યયનની સત્યપ્રવાદ પૂર્વથી અને શેષ અધ્યયનેની રચના નવમ પ્રત્યાખ્યાન પૂર્વના તૃતીય વસ્તુથી થઈ છે. એના રચયિતા આચાર્ય શખંભવ છે.
(૩) આચાર્ય ભદ્રબાહુએ દશાશ્રુત સ્કંધ, કલ્પ અને વ્યવહારસૂત્રની રચના પ્રત્યાખ્યાન પૂર્વથી કરેલ છે.
(૪) ઉત્તરાધ્યયનના પરિવહાધ્યયનની રચના કર્મપ્રવાદથી થઈ છે. આ સિવાય આગમેતર સાહિત્યમાં અને વિશેષ કરીને કર્મસાહિત્યને મોટે ભાગે પૂર્વોદ્ધત છે.
જૈનેના દિગંબર, શ્વેતાંબર અને સંપ્રદાયને આ વિષયમાં તે આંશિક પણ વિવાદ નથી કે સકળશ્રુતને મૂળ આધાર ગણધર ગ્રથિત દ્વાદશાંગ છે. બન્ને સંપ્રદાયના નામના વિષયમાં પણ એકમત્ય છે. બન્નેના અભીષ્ટ દ્વાદશાંગ નિખ છે.
(૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસકદશાંગ (૮) અંતકૃદૃશાંગ (૯) અનુત્તરપપાતિક (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાક અને (૧૨) દષ્ટિવાદ.
અને સંપ્રદાયના વિચારથી અંતિમ અંગ દષ્ટિવાદને સર્વ પ્રથમ લેપ થયે છે.