________________
૫૧૮ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર વિદ્યાન્ટિ આદિ કૃત ટીકાઓ, આપ્નમિમાંસા (સમંતભદ્ર) અને તેની અકલંક, વિદ્યાનંદ આદિ કૃત ટીકાઓ.
૪. ચરણનુગ–મૂલાચાર (વકર) ત્રિવર્ણાચાર, રત્નકરંડ શ્રાવકાચાર ઉપર્યુકત સૂચીથી સ્પષ્ટ છે કે આમાં દશમી શતાબ્દી સુધીના ગ્રંથને સમાવેશ છે.
હવે આપણે ઉત્તરાધ્યયનના મૂળ સ્વાધ્યાય તરફ વળીએ. તે મુજબ શ્રી કેશીકુમારના માર્ગ કોને કહેવાય ?”—એ પ્રશ્નના જવાબમાં શ્રી ગૌતમસ્વામીને બુદ્ધિ, યુક્તિ અને તર્કસંગત જવાબ સાંભળી ગૌતમસ્વામી તરફ તેઓ કૃતજ્ઞતાને ભાવ વ્યક્ત કર્યા વગર રહી શક્યા નહિ. તેઓ ધન્યવાદ અને આભારની અભિવ્યકિતમાં શ્રી ગૌતમસ્વામીની પ્રજ્ઞાશક્તિની પ્રશંસા કરતાં કહેવા લાગ્યા
साह गोयम! पन्ना ते छिन्नो मे संसओ इमो ।
अन्नो वि संसओ मज्झ त मे कहस गोयमा! ॥ હે ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. મારી એક બીજી શંકા છે તે વિષે તમે મને કહે.
શ્રી કેશીકુમાર શ્રમણના ગુઢ અને રહસ્યાત્મક આધ્યાત્મિક પ્રશ્નોને પ્રાણસંસ્પર્શી જવાબ શ્રી કેશીકુમારને મળતાં તેમના હૃદયમાં શ્રી ગૌતમસ્વામી તરફ શ્રદ્ધા અને સદ્ભાવને જે અનન્ય નિષ્ઠાભર્યો ભાવ દરેક પ્રશ્નના જવાબમાં ઉદ્ભવ્યે તે વ્યક્ત કર્યા વગર તેઓ એક ક્ષણ પણ થંભી શક્યા નહિ. આ જ વિનમ્રતા અને સરળતાની ગુપ્ત અને કીમતી સંપત્તિ તેમનાં જીવનની આધ્યાત્મિક મૂડી હતી. અન્યથા સરળતાની આ પરેમકેટિનાં દર્શન અશકય હતાં. પ્રશ્નની આ પરંપરા હજી તે લાંબી ચાલવાની છે. આધ્યાત્મિક સમાધાન વગર શાંતિ મળતી નથી. સંશય સાધનાના ક્ષેત્ર માટે શલ્ય છે. નિઃશલ્ય આત્મા જ નિઃશંક વ્રતાનુષ્ઠાન કરી શકે છે. નિઃસંશય થવા માટે હવે કેવા પ્રશ્નો પૂછવામાં આવશે અને ગૌતમસ્વામી તેના કેવા જવાબ આપશે તે અવસરે...
ભાવનાનું માધુર્ય અધ્યાત્મદર્શ મનીષીઓની આ એક મહત્વપૂર્ણ દૃષ્ટિ છે કે ભગવાન ક્યાંય કેઈ ઠેકાણે બેઠેલા નથી. દરેક જીવ શિવ છે. ચૈતન્ય માત્ર ભગવદ્ સ્વરૂપ છે. સૌની અંદર બિરાજેલા ભગવાનને ક્યાંય અનાદર કે તિરસ્કાર ન થઈ જાય તે માટે જાગૃતિ રાખવી અનિવાર્ય છે. શરીર એ તે પરમાત્માનું મંદિર છે. શરીરમાં પરમ ચૈતન્ય પ્રભુને નિવાસ છે એટલે આપણે ત્યાં આત્માનું અપમાન એ સાક્ષાત્ પ્રભુનું અપમાન માનવામાં આવે છે, અને આત્મા તરફને સદ્ભાવ