________________
૫૧૦ : ભેદ્યા પાષાણુ,
ત્યાં દ્વાર
જ્યાં સુધી આ જાતના અનુગોને વિભાગ નહોતે ત્યાં સુધી આચાર્યો માટે પ્રત્યેક સૂત્રોમાં વિસ્તારપૂર્વક નયાવતાર કરે પણ આવશ્યક હતું. પરંતુ જ્યારથી અનુગેનું પાર્થય કરવામાં આવ્યું ત્યારથી નયાવતાર અનાવશ્યક થઈ ગયે.
આર્ય રક્ષિત પછી શ્રતનું પઠન-પાઠન યથાપૂર્વ ન ચાલ્યું અને પર્યાપ્ત માત્રામાં શિથિલતા આવી ગઈ. ઉપર્યુક્ત હકીકતથી આ વાત એકદમ સ્પષ્ટ છે કે, આર્ય રક્ષિત પછી શ્રતમાં ઉત્તરોત્તર વાસ થતે ગયે. સ્વયં આર્ય રક્ષિત પણ સંપૂર્ણ નવ પૂર્વ અને દશમ પૂર્વના ૨૪ યવિક માત્રના અભ્યાસી હતા.
આર્ય રક્ષિત પણ પિતાના શિષ્યોને પિતાનું જ્ઞાત શ્રત દેવામાં પણ અસમર્થ જ રહ્યા. તેમની જીવન કથામાં કહેવાય છે કે, તેમના શિષ્યોમાંથી એક દુર્બલિકા પુષ્પમિત્ર જ સંપૂર્ણ નવ પૂર્વના અભ્યાસમાં સમર્થ થયા. પરંતુ તેઓ પણ અભ્યાસના અભાવે નવમા પર્વને ભલી ગયા. ઉત્તરોત્તર પૂર્વેના વિશેષ પાડીઓને હાસ થઈ એક સમય એ આવ્યું તે પૂર્વેને કઈ વિશેષજ્ઞ ન રહ્યો. વેતાંબર માન્યતા મુજબ આ સ્થિતિ વીર નિર્વાણના એક હજાર વર્ષ બાદ થઈ, ત્યારે દિગંબરોના કહેવા મુજબ વીર નિર્વાણના ૬૮૩ વર્ષ બાદ થઈ.
નંદીસત્રની ચૂર્ણિમાં ઉલ્લેખ છે કે બાર વર્ષના દુષ્કાળને કારણે શાના ગ્રહણ, ગુણન, સ્વાધ્યાય, ચિંતન અને અનુપ્રેક્ષાના અભાવમાં સૂત્રો નષ્ટ થઈ ગયાં. આર્ય કંદિલના સભા પતિત્વમાં બાર વર્ષના દુષ્કાળ પછી સાધુસંઘ મથુરામાં એકત્રિત થયે અને જેને જેટલું યાદ હતું તેને આધારે કાલિકશ્રત વ્યવસ્થિત કરી લેવામાં આવ્યું. આ વાચના મથુરામાં થઈ, તેથી આ વાચનાને “માધુરી વાચના કહેવામાં આવી. અમુક ઇતિહાસવિદોની માન્યતા છે કે સૂત્રે તે અખંડ રહ્યા પરંતુ પ્રધાન અનુગધરને અભાવ થઈ ગયે. માત્ર એક સ્કંદિલ આચાર્ય જ અવશિષ્ટ રહ્યા જે અનુગધર હતા. તેમણે મથુરામાં અન્ય સાધુઓને અનુગ આપ્યું અને તે વાચના “માઘુરી વાચના” નામે પ્રચલિત થઈ.
આથી સ્પષ્ટ છે કે બીજી વારના દુષ્કાળનાં કારણે શ્રતની પૂર્વાપેક્ષા વધારે ક્લિષ્ટ દરવસ્થા થઈ આ વખતની વાચનાનું શ્રેય આચાર્ય સ્કંદિલને ફાળે જાય છે. આ વાચનાના ફલસ્વરૂપ આગમ પણ લખવામાં આવ્યા.
જ્યારે મથુરામાં વાચના થઈ હતી તે જ કાળમાં વલભીમાં નાગાર્જુન સૂરિએ શ્રમણસંઘને એકત્રિત કરીને આગને સુવ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. વાચક નાગાર્જુન અને એકત્રિત સંઘને જે જે આગમો અને અનુગે સિવાય પ્રકરણ ગ્રંથે સ્મૃતિગત હતા તે તે લખી લેવામાં આવ્યા અને વિસ્મૃત થયેલ ભાગને પૂર્વાપર સંબંધ અનુસાર વ્યવસ્થિત કરીને તદનુસાર વાચના આપવામાં આવી. આ વાચનાના પ્રમુખ સ્વયં આચાર્યશ્રી નાગાર્જુનસૂરિ હતા. તેથી આ વાચનાને “નાગાજુનીય વાચના” કહેવામાં આવે છે.