________________
૫૦૨ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર
ઉપલબ્ધ છે તે તીર્થકરેના ઉપદેશની અતિ સનિકટ છે. જો કે તેમાં પરિવર્તન અને પરિવર્ધન અવશ્ય થવા પામ્યું છે છતાં આખું શાસ નવું મનગઢંત નથી. કારણ જૈનસંઘના સાધુ વગે આ શ્રતને બચાવવા જે પ્રયત્ન કર્યા છે તેને સાક્ષી ઇતિહાસ છે.
તમે પ્રશ્ન કરશે કે જૈનાચાર્યોને આગમ સંરક્ષણમાં જે મુશ્કેલીઓ આવી તે વેદપાઠી બ્રાહ્મણને વેદોના સંરક્ષણમાં કેમ ન આવી? જૈનાગમથી પણ પ્રાચીન છતાં વેદે અક્ષરશઃ સુરક્ષિત રહી શક્યા અને જેનાગો સંપૂર્ણ સુરક્ષિત ન રહી શક્યા, પણ અધિકાંશ નષ્ટ થઈ ગયા, તેનું કારણ શું?
આને જવાબ જરા ગંભીરતાપૂર્વક વિચારવા જેવું છે. વેદોની રક્ષામાં બે પ્રકારની વંશ પરંપરાને સહયોગ અને સહકાર રહ્યો. બ્રાહ્મણે જન્મતઃ વિદ્યાના ઉપાસકે રહ્યા એટલે જન્મ વંશની અપેક્ષાથી તેણે પિતાના પુત્રને અને તે પુત્રે પિતાના પુત્રને એમ વિઘાને વારસો આપે. તે જ રીતે વિદ્યાવંશની અપેક્ષાથી બ્રાહ્મણ ગુરુએ પિતાના બ્રાહ્મણ શિષ્યને અને તે શિષ્ય પિતાના શિષ્યને એમ વિદ્યાને વારસો આપે. આમ પુત્ર અને શિષ્યની બન્ને પરંપરા વિદ્યા વારસામાં નિમિત્તરૂપ બનતી અખલિત રીતે ચાલી આવી. પરંતુ જૈનાગમોની સુરક્ષાને જન્મવંશને સહગ તે જરાપણ મળ્યો નહિ. જૈન પરંપરામાં શાસ્ત્રોનાં અધ્યયન અધ્યાપનને અધિકાર સાધુઓને હતે. શ્રાવકે તે જન્મતઃ વ્યવસાયી હતા. વળી શામાં તેમને પ્રવેશ અધિકાર વૃત્તિપૂર્વકને હતે નહિ. એટલે વેદ પરંપરાને તેની સુરક્ષામાં જે જન્મવંશને સહગ ઘરઘરથી મળ્યો તે સહયોગ જૈનાગમનાં સંરક્ષણમાં મળી શકયો નહિ. વળી પિતા પિતાના પુત્રને જેનાગમ ભણાવતે નથી; પરંતુ ગુરુ પિતાના શિષ્યને ભણાવતા હોય છે એટલે વિદ્યાવંશની અપેક્ષાથી જ જૈનશ્રતની પરંપરાને ટકાવી રાખવા એક માત્ર પ્રયત્ન થયો. બ્રાહ્મણોમાં સ્વયં સિદ્ધ વિદ્યાની પરંપરા હતી. અધ્યયન-અધ્યાપન જ તેમનું કાર્યક્ષેત્ર હતું. એટલે તેમને સુશિક્ષિત પુત્ર અને સુશિક્ષિત બ્રાહ્મણ શિષ્ય મેળવવામાં કઈ જાતની મુશ્કેલી નડતી નહિ. પરંતુ જૈન શ્રમણોને આ સગવડતા હતી નહિ. અશિક્ષિત પુત્ર તે જૈન શ્રતને અધિકારી હતું નહિ. જૈન પરંપરા અનુસાર શ્રતને અધિકારી શિષ્ય જ હોઈ શકે, પુત્ર નહિ, ભલે પછી તે યોગ્ય હોય કે અગ્ય; અને તેમાં પણ તે શ્રમણ હોય તે જ અન્યથા નહિ. આવાં આવાં કારણોને લઈ ગ્યતમ પાત્રોને સદા અભાવ જણાતે રહ્યો.
વેદોની સુરક્ષા એક વર્ણ વિશેષથી થઈ, જેને સ્થાપિત સ્વાર્થ વેદોની સુરક્ષામાં હતે. જૈનશ્રતની રક્ષા વેદની સુરક્ષાની માફક કોઈ વર્ણ વિશેષના અધિકારની નહતી. જેમાં તે ચારે વારોમાંથી ગમે તે વર્ણને કોઈ પણ માણસ જે જૈન શ્રમણ થઈ જતે તે જેનશ્રતને તે અધિકાર બની જતું. વેદને અધિકારી બ્રાહ્મણ એક વાર વેદને અધિકાર પામ્યા પછી, તેનાથી મુક્ત થઈ શકતો નહિ. તેને માટે જીવનની પ્રથમ અવસ્થામાં જ વેદાધ્યયન નિયમતઃ આવશ્યક