________________
૪૯૮ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વારા
વસ્તુતઃ તે જ વિષયને ઉપદેશ ઉપાદેય હોઈ શકે જે વકતા વડે યથાર્થ દષ્ટ અને યથાર્થ કથિત હોય. આવી કઈ વાત પ્રમાણભૂત ન ગણાય જેનું મૂળ ઉપર્યુકત ઉપદેશમાં ન હોય અથવા તેની સાથે વિસંગત હોય.
જે યથાર્થદશ નથી એવા જે શ્રુતકેવલી દશપૂર્વીઓ છે તેમની પણ તે જ વાત પ્રમાણભૂત ગણાય છે જે તેમણે યથાર્થદશી દ્વારા સાક્ષાત્ જણ હોય અથવા પરંપરાથી સાંભળી હોય. જે અશ્રત હોય તેને પણ કહેવાનો અધિકાર નથી. નિષ્કર્ષ એ છે કે, કેઈપણ વાત ત્યારે જ માની શકાય જ્યારે તેને યથાર્થ અનુભવ અને યથાર્થ દર્શન કઈ અને કેઈને તે થયાં જ હોય. તે જ આગમપ્રમાણ છે જે પ્રત્યક્ષમૂલક છે. આગમ પ્રામાણ્યના આ સિદ્ધાંત મુજબ પૂર્વોકત આદેશ આગમાન્તર્ગત થઈ શકતા નથી.
દિગંબરેએ તે અમુક કાળ પછી તીર્થંકરપ્રણીત આગમની લુપ્તતા જ સ્વીકારી લીધી. તેથી આદેશોને આગમાન્તર્ગત કરવાની તેમને આવશ્યકતા લાગી નહિ. શ્વેતાંબરેએ આગમોનું સંકલન કરીને યથાશકિત તેમને સુરક્ષિત રાખવાનો જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે એવી ઘણી વાતે પ્રતીત થઈ જે પૂર્વાચાર્યોની શ્રુતિ પરંપરાથી આવેલી હતી, પરંતુ તેને મૂળ આધાર તીર્થકરોના ઉપદેશમાં નહોતો. આવી વાતને સુરક્ષાની દૃષ્ટિએ આગમમાં સ્થાન આપવામાં આવ્યું અને તેને આદેશ અને મુકતક કહીને બીજા પ્રકારના આગમથી અલગ સૂચવવામાં આવી.
આ આગના જ્ઞાતા શ્રી કેશીકુમાર શ્રમણ દ્વાદશાંગીના રચયિતા શ્રી ગૌતમસ્વામીને પિતાના સમાધાન માટે પ્રશ્ન કરી રહ્યા છે
कुष्पहा वहवा लो जेहिं ना सन्ति जंतवा ।
अद्धाणे कह वट्टन्ते त न नस्ससि गोयमा! ।। હે ગૌતમ! લેકમાં કુમાગ ઘણું છે. લોકે તેમાં ફસાઈ જાય છે. રસ્તે ચાલતાં તમે કેમ ભટકતા નથી ?
આ જગતમાં સન્માર્ગો કરતાં વધારે પરિમાણમાં કુમાર્ગો છે. સામાન્ય બુદ્ધિવાળા માણસે જે સાચા ખોટાનું પાર્થક કરવાની ક્ષમતા ધરાવતા નથી તે વિવેકશૂન્ય હોવાને કારણે અસત્ માર્ગને સન્માર્ગ માની, તેને અનુસરવાની ભૂલ કરી બેસે છે. વળી ઘણા એવા પાખંડીઓ પણ હોય છે જે આર્થિક પ્રભને અને આકર્ષણ ઊભાં કરી ભેળા ભાવુક વ્યકિતઓને પિતાના પાશમાં ફસાવી લે છે. જગતમાં આ રીતે મેહથી મુગ્ધ બનેલા માણસની સંખ્યા બહુ મોટી છે. સામાન્ય માણસે જે રીતે પ્રવાહમાં તણાઈ જાય છે તે રીતે તમે કેમ પાખંડીઓની માયાજાળમાં ફસાતા નથી ? તમે તેમાંથી અપવાદ જણાઓ છો.