________________
૪૯૪: ભેદ્યા પાષાણુ, ખોલ્યાં દ્વાર
ક્ષમતા ઉપર આધારિત છે. અભિવ્યક્તિ દેશ, કાળ અને ભાષાને પણ અનુસરનારી હોય છે. એટલે અનુભવની એકરૂપતા હોવા છતાં અભિવ્યકિતની વિવિધતાને લઈ અનુભવોના પ્રકારે અનેક જાતના થઈ જાય છે.
અભિવ્યક્તિનું માધ્યમ શબ્દ છે. શબ્દ પૌલિક હોવાથી નિર્જીવ છે. વ્યાકરણશાસ્ત્રના નિયમમુજબ “ રાણાઃ નર્ધાર્થ રાજાઃ ” અર્થાત્ બધા શબ્દના બધા અર્થો સંભવી શકે છે. શબ્દોમાં બધા સાંકેતિક અર્થોના પ્રતિપાદનની ક્ષમતા છે. તે કારણે પણ શબ્દ સર્વાર્થક હોય છે. આને અનુલક્ષીને જ નૈઋયિક દૃષ્ટિએ શબ્દના પ્રામાણ્ય અપ્રમાણ્યને સ્વતઃ માનવામાં આવેલ નથી. કિન્તુ તે શબ્દના પ્રયતાની આપ્તતા અને અનાપ્તતાને અનુલક્ષીને, પ્રતાના ગુણદેષને અનુસરીને, તેમાં પ્રામાણ્ય અથવા અપ્રામાણ્ય પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. માત્ર વિકતાના ગુણદોષના આધારે જ પ્રામાણ્ય અપ્રામાણ્યને નિર્ણય વાસ્તવિક નથી. શ્રોતા અથવા પાઠકના પ્રામાણ્ય અને અપ્રામાણ્યના આધારે પણ ગુણદેષને નિર્ણય કરે. પડે છે. જેનેએ શબ્દોના પ્રામાણ્ય–અપ્રામાણ્યનાં સંબંધમાં આ બન્ને દૃષ્ટિઓને યથા સંભવ બરાબર લક્ષ્યમાં લીધી છે.
શાસ્ત્ર શબ્દ “શાસ્' ધાતુમાંથી નિષ્પન્ન થએલે છે. જેનું શાસન ચાલે તે શાસ્તા એટલે શાસન કરનાર” કહેવાય છે. શાસ્ત્રના હિતકર વચનને સંગ્રહ તે શાસ્ત્ર ગણાય છે. એટલે શાસ્ત્રની રચના હંમેશાં સપ્રજન છે. શ્રોતાના અભ્યદય અને શ્રેયના માર્ગને તે બતાવનાર છે. શાસ્ત્રની સાર્થકતા અને નિરર્થકતા માત્ર શાસ્ત્રના શબ્દો ઉપર જ નથી. પરંતુ શાસ્ત્રોનાં વચનને ગ્રહણ કરનાર વ્યકિતઓની યેગ્યતા, પાત્રતા, ક્ષમતા અને ગુણ પર પણ સંબંધ ધરાવે છે. અન્યથા એક જ શાસ્ત્રના, એક જ શબ્દ અથવા વચનના, અનેક પ્રકારના પરસ્પર વિરોધી અર્થો કાઢી, દાર્શનિક વિવિધ પ્રકારના મતભેદો કેમ ઊભા કરી શકત ?
ભગવદ્ ગીતા અથવા બ્રહ્મસૂત્રના એક જાતના શ્લેકે અને સમાન સૂત્રના પરસ્પર વિરોધી અર્થો ઊભા કરી આ ધર્મગ્રંથને કેવા વિધી વાદના મૂળ બનાવી દીધા છે? તેથી શ્રોતા અથવા પાઠકની દષ્ટિથી કઈ એક ગ્રંથને નિયમતઃ સમ્યફ અથવા મિથ્યા કહે, અથવા અમુક જ ગ્રંથને જિનાગમ કહેવા તે ભ્રમજનક ગણાશે. એટલે જ નંદીસૂત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સમ્યગ્દષ્ટિ જીવો માટે વેદ, પુરાણ, રામાયણ અને મહાભારત પણ સમ્યક કૃત છે અને મિથ્યાદષ્ટિ માટે દ્વાદશાંગીરૂપ સમ્યફ શ્રત પણ મિથ્યા છે. તાત્પર્ય એ છે કે, જીવોની મુકિત જે જિનાગમન મૂળભૂત આદર્શ છે તેની પૂર્તિ જે કંઈપણ શાસ્ત્રથી થતી હોય તે દરેક સમ્યફ છે, તે દરેક આગમ છે. આવી વ્યાપક દષ્ટિ જેનેએ શબ્દ-પ્રામાણ્ય વિષે સ્વીકારેલી છે. આ રીતે તે વેદાદિ બધા શાસ્ત્ર જૈનેને માન્ય છે. જે જીવની શ્રદ્ધા સમ્યફ છે, અર્થાત્ જે સમ્યગ્દષ્ટિ જીવ છે, તેની સામે કોઈપણ ગ્રંથ આવી જાય તે તેને ઉપગ તે મોક્ષમાર્ગને પ્રશસ્ત બનાવવા માટે જ કરશે.