________________
૪૯૨ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર તેમાં ઉત્પાદ-વ્યય થયા કરે છે અને તેનું મૂળસ્વરૂપ સદા અવસ્થિત રહે છે. તેમની દષ્ટિમાં વસ્તુનું સ્વરૂપ “ઉત્પાદવ્યય ધ્રૌવ્ય યુકત સત્ ” જેમાં નવીન પર્યાય પ્રતિક્ષણ ઉત્પન્ન થાય, જુની પર્યાય પ્રતિક્ષણ વિલય પામે અને છતાં તેનું મૂળ સ્વરૂપ તેવું ને તેવું જ રહે તેનું નામ સત્ પદાર્થ છે.
આત્મા પણ એક સત્ તત્ત્વ છે. એટલે એમાં પણ પરિવર્તનની પ્રક્રિયા અનવરત પ્રારંભ છે જ. અન્યથા સાત સાત નિરપરાધ વ્યક્તિની પ્રતિદિન હત્યા કરનાર અજુન માળી માત્ર છ માસના ગાળામાં પિતાના પરમ સ્વરૂપને કેમ મેળવી શક્ત?
શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામી પણ આજ પરમચેતનાને ઉપલબ્ધ કરવાની યાત્રાના યાત્રીઓ છે. તેમની ચર્ચા-વિચારણા પણ ચેતનાને વિકાસની દિશામાં દોરનારી છે. કેશીકુમાર શ્રમણને પ્રશ્ન છે કે, જે સૌને ઉર્ભાગમાં દોરી જાય છે પરંતુ તમને તે પછાડી શકતું નથી અને જેના ઉપર તમારે કાબુ છે, જેની લગામ તમારા હાથમાં છે તે દુષ્ટ ઘેડો કર્યો છે ? શ્રી ગૌતમસ્વામી મનમાં રહેલા આ અસ્પષ્ટ પ્રશ્નની સ્પષ્ટતા કરતાં કહે છે
भणो साहसिओ भीमो दट्रस्सो परिधावई । त सम्म निगिण्हामि धम्मसिक्खा कंथग ।। साहु गोयम! पन्ना ते छिन्नो मे संसओ इमो । अन्नो वि संसओ मज्झ त मे कहसु गोयमा! ॥
આ મન જ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘેડે છે. તે ચારે બાજુ દોડે છે. તેને હું સારી રીતે વશમાં રાખું છું. ધર્મશિક્ષાથી તે કંથક–ઉત્તમ જાતિનો ઘોડે બને છે.
હે ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. મારે હજી એક સંદેહ છે. ગૌતમ ! તે વિશે તમે મને કહો.
મન વિષે ગઈકાલે અને તે પહેલાનાં પ્રવચનમાં પણ ઘણું કહેવાઈ ગયું છે. મને એ જ જગત છે. મનને નાશ થઈ જાય તે આત્મા તરત જ પરમાત્મા બની જાય છે. આ વાત ઘણા પ્રવચનમાં બરાબર સમજાવવામાં આવી છે. શ્રી ગૌતમ સ્વામી પણ એમ જ કહી રહ્યા છે કે આ મન-રૂપ ઘોડાને મેં મૂલતઃ બદલાવી નાખે છે. તેથી હવે કઈ પણ ભયને અવકાશ રહ્યો નથી. જે મન ઉપર વિજય મેળવી લે છે તે સંસારથી પાર થઈ જાય છે.
=