________________
૪૯૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
પ્રવેશ થપિ શકય નથી. નૈઋયિક દૃષ્ટિએ તે આ આવરણાથી પણ તેના મૂળભૂત સ્વરૂપને કાંઇ આંચ આવતી નથી.
સંસારમાં અનંતકાળથી રખડતા અને ભટકતા આત્મા પણ પોતાના પરમ ચેતનથી એકદમ શૂન્ય નથી. તે દરિદ્ર કે રાંક નથી. ખીજા પાસેથી માંગનારા ભિખારી પણુ નથી. તે પેાતાની પૂર્તિ પોતાનામાંથી જ કરે છે. બહારથી મેળવવા ઇચ્છતી વ્યકિત ભિખારી કહેવાય છે. આત્મા તે સમ્રાટ છે. તે પ્રત્યેક વસ્તુ પોતાની અ ંદરથી મેળવવા પ્રયત્નશીલ હોય છે. ભિખારીને અથ જ એ છે કે જેને પોતાના અસ્તિત્વ પર વિશ્વાસ નથી, જે ખીજાની દયાની યાચના કરે છે.
આત્માનું જે સ્વરૂપ વમાનમાં દૃષ્ટિના વિષય થાય છે તે તે તેનુ વ્યાવહારિક અને સ્થૂલરૂપ છે. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિમાં તે કોઇ પણ આત્મા અપૂર્ણ કે અધૂરો નથી. સત્તા ત્તિ અત્તના નાથે” આત્મા જ આત્માના નાથ છે. તેના ખીજો કાઈ નાથ હાઇ શકે નહુિ. એટલે જ જૈનદર્શન આત્માના આત્યંતિક સ્વરૂપ વિષે નિગોદના અને સિદ્ધના આત્મામાં. અંશ માત્ર પણ ભેદ જોતું નથી. હાં, કર્મોનાં મધનેાથી આત્મા બદ્ધ છે, આવરણાથી ઘેરાએલા છે ત્યાં સુધી ચેાર્યાસીના ચકડાળે ભટકતા રહેવાના છે. પરંતુ તે તેના મૂળ સ્વભાવ નથી. આવરણા ઔષધિક અને ઔપચારિક છે. એટલે પ્રકાશના કિરાના સ્પર્શ થતાંની સાથે આવરણાનું અંધારૂ વિલય પામી જાય છે અને આત્મા-પરમાત્મા થઇ જાય છે.
મેહનિદ્રામાં પ્રસુપ્ત આત્મા કયા સદ્દગુરુ કે કયા સત્શાસ્ત્રોના નિમિત્તેને'પામી, કઈ ક્ષણે તે પ્રબુદ્ધ બની જશે તે કહી શકાતુ નથી. રાયપસેણી સૂત્રમાં રાજા પ્રદેશીના જે અધિકાર આવે છે અને તેની સમજણુ પૂર્વેના તેના જે જીવન ઇતિહાસ જાણવા મળે છે તે તરફ જો એકાંત દૃષ્ટિ નાખવામાં આવે, તે આપણે નિશ્ચિતપણે કહી શકીએ કે કેટલાયે ભવા સુધી તે રખડ્યા કરે તે પણ તેને અંત આવે નહિ એવું તેનું જીવન હતું. શાસ્ત્રનાં વણુના ઉપરથી તેનું જીવન કેટલી નિષ્ઠુરતા અને ક્રૂરતાથી ભરેલું હતું તે આપણે જાણી શકીએ છીએ. પ્રાણીઓના વધ કરવાની તેની રીતિએ પણ હૃદયને કપાવનારી હતી. શાસ્ત્ર પાતે કહે છે કે તેના હાથે સદા લેાહીથી ખરડાયેલા રહેતા. પરંતુ કેશીકુમાર શ્રમણ જેવા પરમકોટિએ પહેાંચેલા મહાપુરુષના તેને સત્સંગ મળ્યા, તેમનું સાન્નિધ્ય તેને સાંપડયું અને જેનામાં કશા જ પરિવર્તનની અપેક્ષા ન રાખી શકાય એવા પ્રદેશી રાજાના જીવનમાં ગજબનુ પરિવર્તન આવ્યુ'! પ્રદેશી રાજાની આ વાત સાંભળી સૌ આશ્ચર્યમુગ્ધ બની જાય છે ! તેણે જેટલી નિર્દયતા આચરી હતી એથીયે વધુ કરુણા, દયા અને પ્રેમ તેણે જીવનમાં કેળવ્યા ! સ્વરૂપમાં તે એવે તે સ્થિત અને નિષ્ઠ થઈ ગયા કે પોતાની જ રાણી સૂકાંતાએ જ્યારે તેને ભોજનમાં વિષ આપ્યું ત્યારે પોતાને તેની ખબર હોવા છતાં, તે પી ગયા. તે વિષને પી જતાં તેના હૃદયની શાન્તિ, સમાધિ, પ્રસન્નતા કે સમભાવને જરા જેટલા પણ થડકો ન લાગ્યા.