________________
સાધના અને આગામોના લેખા-જોખા
સાધનાનું જીવન માનવ શરીરમાં જ જીવી શકાય છે. માનવીય ચેતના બીજા પ્રાણીઓ કરતાં વધારે વિકસિત હોય છે. એટલે સાધના ક્ષેત્રમાં અવગાહન કરવાની પ્રાણી જગતમાં મનુષ્યની જ એક માત્ર ક્ષમતા છે. દેવેની શક્તિ મનુષ્ય કરતાં પણ વધારે છે એમ શાસકારો કહે છે. આમ છતાં દેવનિમાં રહી સાધનાના ક્ષેત્રમાં ઝંપલાવી શકાતું નથી. નરકના જ યાતનાઓ અને પીડાઓની ચકકીમાં એવી રીતે તે પીસાતા હોય છે કે તેમને સાધનાના ક્ષેત્રમાં પ્રવેશ કરવાની સ્મૃતિ પણ રહેતી નથી; અને તિર્યંચ મેનિની બૌદ્ધિક શકિત એટલી હદે વિકસેલી નથી હતી કે તેઓ ચેતનાના પરમ ઉત્કર્ષને પામી શકે. આ રીતે મૂલતઃ આ ચાર યુનિઓમાં માત્ર એક મનુષ્ય જ પિતાની શક્તિઓ જે પ્રગાઢ નિદ્રામાં પ્રસુપ્ત છે, તેને પ્રબુદ્ધ કરી શકે છે.
સાધનાની પદ્ધતિ અને પ્રક્રિયાઓ પણ બધાની એક સરખી હોતી નથી. દરેક સાધક ઉપર તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અસર થયા વગર રહેતી નથી. જે તે ક્ષેત્રનું વાતાવરણ સાધકની સાધનાના વાતાવરણમાં પણ વિવિધતાનું નિર્માણ કર્યા વગર રહેતું નથી. આ રીતે જુદા જુદા સાધકો અને સાધનાની વિવિધ પદ્ધતિઓને કારણે સાધનાની પ્રક્રિયાઓમાં જે વિવિધતા અને ભિન્નતા દષ્ટિગોચર થાય છે તે કઈ આશ્ચર્ય કે દેશની વાત નથી. સાધકે તેમજ સાધનની ભિન્નતાને કારણે પણ સાધના પદ્ધતિઓ ભિન્ન ભિન્ન દેખાય છે, પરંતુ તે બધાંના આદર્શ સાધ્ય અને લક્ષ્ય તે એક જ હોય છે, આપણામાં જે શકિતઓ છે તેને પરિપૂર્ણ વિકાસ કરે એ સાધનાને આદર્શ છે. આત્મિક ગુણેને પરમકેટિને સંસ્પર્શ એ સાધનાનું લક્ષ્ય છે. ગુણ અને ગુણી જૈન દષ્ટિએ કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે. ગુણ અને ગુણીમાં તાદાત્ય સંબંધ છે. ગુણ ગુણવિહીન હોઈ શકે નહિ. ગુણી વગર ગુણોને રહેવાનું બીજું સ્થાન પણ કયું? એટલે ગુણોનો વિકાસ કહેવાથી ગુણીને વિકાસ અનાયાસ આવી જાય છે.
ગુણ શબ્દ દોરાના અર્થમાં પણ રૂઢ છે. ગુણ શબ્દ સંસ્કૃત ભાષામાં અનેકાર્થવાચી છે. તેના ઘણા અર્થોમાંથી દરે અથવા સૂતર એ પણ એક પ્રચલિત અર્થ છે. એટલે સૂતરના જે ગુણધર્મો હોય તે વસ્ત્રમાં આવ્યા વગર રહેતા નથી. કારણ વસ્ત્ર અંતે સૂતરના તાણાવાણુ સિવાય બીજું છે પણ શું? તાત્પર્ય એ છે કે ગુણોની ઉત્ક્રાન્તિ તે ગુણીની જ ઉત્ક્રાંતિ છે.
સાધનાના માર્ગો ભલે ભિન્ન ભિન્ન જણાતા હોય છતાં દરેક સાધનાને આદર્શ પરમાત્મભાવની ઉપલબ્ધિને જ હોય છે. મારી દષ્ટિએ જે સાધકે સાધના પરમ અને ચરમ શિખરને સ્પર્શી ગયા છે તે બધાની અનુભૂતિ સમાન જ હોય છે. સત્ય સદા સત્ય જ હાઈ શકે, તે એક જ હોઈ શકે. પરમ અનુભૂતિ સમાન જ હોય છે. તેમાં ભેદ સંભવી શકે નહિ, આમ પરમાત્મભાવને ઉપલબ્ધ દરેક વ્યકિતઓના અનુભવે સમાન હોવા છતાં તેમની અભિવ્યકિતઓ જુદા જુદા પ્રકારની હોય છે. અભિવ્યક્તિને આધાર વ્યક્તિની પાત્રતા અને