________________
આત્માનુ અશ્વય : ૪૮૭ જે પોતાના જ સ્વરૂપ કે અસ્તિત્વના જ્ઞાનથી શૂન્ય છે, તેની પાસે બીજાના અસ્તિત્વના જ્ઞાનની શી અપેક્ષા રાખી શકાય ? આમ તે જીવની માફ્ક પુદ્ગલ દ્રવ્ય પણ સત્તાવાન અને ક્રિયાશીલ છે. જીવ અને પુદ્ગલ સિવાય બીજા કાઈ દ્રવ્યમાં ગતિ ક્રિયા સંભવિત નથી. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્ય જે અજીવ દ્રવ્યના જ વિસ્તારો છે તે બધા ગતિશૂન્ય અને નિષ્ક્રિય છે. અજીવ દ્રવ્યમાં માત્ર પૌદગલિક દ્રવ્યને જ ક્રિયાશીલતા ઉપલબ્ધ છે. પરંતુ જ્ઞાન ગુણ અને ચેતના વિકલ હાવાને કારણે તે કદી જ્ઞાતા, દ્રષ્ટા કે ઉપભાકતા થઇ શકતું નથી. જ્ઞાતા, દૃષ્ટા અને ઉપલેાકતા થવાની ક્ષમતા જીવદ્રવ્યમાં છે. અજીવ દ્રવ્યમાં જ્ઞેય, દૃશ્ય અને ઉપભાગ્ય થવાની ક્ષમતા છે.
આ અજીવ જગતથી ભિન્ન ખીજું ચૈતન્ય જગત છે. આ જગતમાં નિગેાદના સૂક્ષ્મતમ જીવાથી માંડી પરમ વિકાસને પામેલા સિદ્ધોના જીવ સુધીના જીવાને સમાવેશ થઇ જાય છે. પરમ ચેતના અથવા પરમસત્તાની વાત એક ક્ષણ માટે બાજુએ મૂકીએ. કારણ પરમસત્તાનું જગત તે ઇન્દ્રિયગોચર થઈ શકે એવુ સ્થૂલ નથી; તેમજ નિગોદના જીવા પણુ આગમ પ્રમાણુ સિવાય ખીજી રીતે જાણી શકાય એમ નથી. આમ છતાં ચેતનાના જગત પાસે અસ્તિત્વ ઉપરાંત એક ચેતનાશકિત પણ છે. તેની અભિવ્યકિત જ્ઞાનીઓની દૃષ્ટિમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના સૂક્ષ્મ જગતથી જ થાય છે. પરંતુ તે આપણા સાક્ષાત્કારના વિષય ન હાવાને કારણે આપણે એ સત્યને સ્વીકાર કરતાં હાવા છતાં તેને ઉપેક્ષિત રાખીએ તે પણ નાના નાના કીડી કથવાથી માંડી માનવજાત સુધીના જીવામાં ક્રમિક રીતે વિકાસ પામેલી ચેતનાની પ્રતીતિ સાક્ષાત્ અને તર્કથી ચેાગ્ય રીતે થઈ શકે એમ છે.
આ ચૈતન્ય જગત માત્ર કલ્પનાનું જગત નથી, માત્ર સ્વપ્ન પણ નથી. આ તે ભારતીય મનીષીઓનાં સ ંશોધનનું એક મૌલિક અને વાસ્તવિક કેન્દ્ર અદ્યાવધિ મનાતુ આવ્યુ` છે. આ એવું તેા કીમતી કેન્દ્ર છે કે જેને જાણવાથી આખુ જીવન દિવ્ય અને પ્રકાશમય બની જાય છે. આ તત્ત્વને જાણ્યા સિવાય જગતના ગમે તેટલા પદાર્થોને જાણી લીધા હોય છતાં આ તત્ત્વ જો ન જાણુ' હાય, તે તે જાણેલાં બધા જ્ઞાન નિષ્ફળ અને નિરર્થીક જ રહેવાનાં. આ તત્ત્વના મૂળને સ્પર્યાં વગરનું ગમે તેટલુ જ્ઞાન હાય તેા પણુ અજ્ઞાન જ ગણાય. આ તત્ત્વના જ્ઞાન સિવાયની ગમે તેવી દૃષ્ટિ હાય છતાં તે મિથ્યાદ્રષ્ટિ જ મનાય. ગમે તેવુ' ચારિત્ર હોય છતાં તે કુચારિત્ર જ ગણાય અને ગમે તેવી કઠોર તપશ્ચર્યા પણુ અકામ તપની શ્રેણીમાં જ ગણાય.
આ ચેતનાશકિત જ્યારે વિકાસની પરમ પરાકાષ્ઠાએ પહેાંચી જાય છે ત્યારે તે પરમ ચેતના અને પરમ સત્તા કહેવાય છે. આય દનાની માન્યતા મુજબ, તેમના આત્યંતિક આદશ ચૈતન્યમાં પરમ ચૈતન્ય થવાના જ છે. આ પરમ ચેતનામાં સત્તા અને ચેતના ઉપરાંત એક બીજો આનંદ ગુણ પણ પૂર્ણતાના સ્વરૂપમાં અભિવ્યક્ત થઈ જાય છે, જે સામાન્ય ચેતનામાં દૃષ્ટિગોચર થતા નથી. સામાન્ય ચેતનાએમાં ક્યારેક જે સુખની લહેર દેખાય છે તે સદા દુઃખ મિશ્રિત