________________
મનથી અગાચર : ૪૮૩
કરી શકતું તે ધ્યાન કરી શકશે. આત્મા જે મનના અવિષય છે તે જ આત્મા ધ્યાનના વિષય છે. ધ્યાન એક અરીસે છે. તેમાં જ પરમાત્મભાવનુ પ્રતિકેલન પડી શકે છે.
મન અને વાણીને આત્મા અવિષય છે. મન વિચારી શકે છે, જાણી શકતુ નથી. મન શબ્દના અર્થ જ એ થાય છે–મનનની ક્ષમતા. મનુષ્ય પાસે મનનની ક્ષમતા હોવાને કારણે જ તે મનુષ્ય કહેવાય છે. મનનની ક્ષમતાને કારણે તે વિચારી શકે છે. મનના અથ જ સચવા વિચારવાની ક્ષમતા થાય છે. જ્ઞાન તા ખીજી જ વાત છે. સાચી વાત તો એ છે કે, જ્યાં આપણને જ્ઞાન નથી થતું ત્યાં મન તેના પરિપૂરકનું કામ કરે છે. જ્યાં જ્ઞાન નથી થતુ ત્યાં વિચારીને જ કામ ચલાવી લેવાય છે. જ્યાં જ્ઞાન હાય છે ત્યાં વિચારીને કામ કરવાની કાંઈ જરૂરત નથી રહેતી.
આંધળા માણસને રૂમમાંથી બહાર જવુ હોય તેા તેને પૂછવુ પડશે કે દરવાજો કયાં છે? તેને દરવાજા વિષે વિચાર કરવા પડે છે. તે સબધની માહિતી તેને મેળવવી પડે છે; પરંતુ આંખવાળા માણસને વિચારવું પડતું નથી. દરવાજા સંબધે તેને કોઈ વિચાર પણ આવતા નથી. આ બાબતમાં તેને પોતે જાતે પણ વિચારવું પડતું નથી અને કોઈને પૂછવું પણ પડતુ નથી. તે તે સીધેા ઊભે થાય છે અને દરવાજા બહાર નીકળી જાય છે. કાઈ ખીજો માણસ જો સ્મરણ કરાવે તે જ તેને દરવાજા સંબધેના ખ્યાલ તાજો થાય અથવા તે સંબધેના કાઈ ખ્યાલ પણ તેને ન આવે. કારણ આંખ જ્યારે જોઈ શકે છે ત્યારે વિચારના વિકલ્પને અવકાશ રહેતા નથી.
જ્યાં જ્ઞાન હૈય ત્યાં વિચારવું પડતુ નથી. વિચારવાની ક્રિયા તે અજ્ઞાનમાં જ ચાલે છે, જ્ઞાનમાં વિચારવાની ક્રિયા જ અટકી જાય છે. તાત્પર્ય એ છે કે, મન અજ્ઞાન માટેના ઉપાય છે. અજ્ઞાનની સાથે જો જીવવું હાય તે ઘણું સક્રિય મન જોઇએ. જ્ઞાનમાં જેને જીવવુ હાય, જ્ઞાન જેને ઉપલબ્ધ થયુ. હાય તેને મનની જરૂર નથી. જ્ઞાન થયા પછી મનની જરા જેટલી પણ આવશ્યકતા રહેતી નથી. પછી તેા મનને કચરા ટોપલીમાં નાખી શકાય. એટલા માટે અનુભવીએ કહે છે કે, આત્મા મનના વિષય નથી, જ્ઞાનના વિષય છે. વિચારવાનુ કામ મન કરે છે અને જાણવાનું કામ ચેતના કરે છે.
આત્મા જેમ મનને વિષય નથી તેમ વાણીના પણ વિષય નથી. આત્મતત્ત્વ એવી વસ્તુ છે કે જેના સાક્ષાત્કાર કરી શકાય અથવા તે અનુભવ કરી શકાય; પરંતુ શબ્દોથી તેની અભિવ્યક્તિ કરી શકાય નહિ. વાણીના તે અવિષય છે. કારણ, વાણી પણ મનની જ શક્તિ છે; જેને મન જાણી શકતું નથી તેને મન વાણી દ્વારા કેમ વ્યક્ત કરી શકે ? યાદ રાખવાની વાત એ છે કે, મન જે જાણી શકે છે તેને જ વાણી વિષય કરી શકે છે. પરંતુ મન જ જેને જાણી શકતુ નથી ત્યાં વાણીની કારી કયાંથી ફાવે? વાણી એ તે મનના જ એક ભાગ છે. મનની જ