________________
૪૮૪: લેવા પાષાણ, ખેલ્યાં દ્વાર તે સેવિકા છે. આમ છતાં આગમ, શાસ્ત્રો તેને નિર્દેશ કરે છે કે “મહાવીર જે પહેલાં કહી ન શક્યા, તેના જ સંબંધમાં તેઓ ત્રીસ વર્ષ સુધી સતત બોલતા રહ્યા
જેને જાણવું હોય તેને વાણથી અને મનથી પાર જવું પડે છે. કારણ તે વાણી અને મન બન્નેથી અતીત અને અગોચર છે.
સુકરાતની આ સંબંધેની ઘણી મીઠી કથા છે. સુકરાત સત્યનો ઉપદેશ આપતે હતે. કારણ સત્યને જાણી લીધા પછી એક આત્યંતિક જવાબદારી આવી જાય છે કે, પોતે જે જાયું હોય તે કહેવું. કેઈ સાંભળે તે પણ ભલે અને ન સાંભળે તે પણ ભલે, સાંભળનાર સમજે તે પણ ભલે અને ન સમજે તે પણ ભલે, તે કહી શકાય તેવું હોય તે પણ ભલે અને ન કહી શકાય તેવું હોય તે પણ ભલે, પણ જે સત્ય તેણે જાણ્યું છે તે કહેવું, તે પ્રગટ કરવું. કારણ ક્યારેક કઈ પ્રજ્ઞાશીલ શ્રેતા મળી જાય તે જે વાત વાણુથી, શબ્દથી ન કહી શકાય તે વાણીની વિવશતા અને અસમર્થતાથી અથવા શબ્દોમાં છુપાએલી કહેવાની આતુરતાથી, શબ્દો પાછળ છુપાએલી કરૂણાથી, કયાંક હૃદયને કઈ તાર ઝંકૃત કરી શકે છે.
સુકાતને ન્યાયાલયમાં ઊભું કરવામાં આવ્યું. ન્યાયાલયે નિર્ણય આપેઃ જે સુકરાત આમજનતામાં સત્યના નામે બોલવાનું બંધ કરી દે તે તેને માફી આપી શકાશે.
સુકરાને કહ્યું સત્યના સંબંધમાં મેં જે જાણ્યું છે તે તે અમૃત છે. તેની વહેંચણી કેમ બંધ કરી શકું? કદાચ તે માટે મને ફાંસીની સજા થશે કે કદાચ મને તે માટે વિષ આપવામાં આવશે તે પણ તે બધું સ્વીકારી લેવા હું તૈયાર છું. પરંતુ બેલવાનું મારાથી બંધ થઈ શકશે નહિ. જે સુકરાત વળી કહ્યા કરતું હતું કે સત્ય બોલી શકાતું નથી, તેને શબ્દોથી અભિવ્યકત કરી શકાતું નથી એ જ સુકરાત આજે બોલવા માટે મરવા તૈયાર થયે છે. તે કહે છે કે બેલ્યા વગર હું રહેવાનું નથી. હું બોલીશ જ. બોલવું એ તે મારે છે છે. સત્ય બોલવું એ તે મારે વિષય છે. એના વગર મારાથી છવાય પણ કેમ?
સુકરાતને આમજનતામાં સત્યને નામે બેલવાનું બંધ કરી દેવા ન્યાય કચેરીને જે આગ્રહ હતે તે એક રીતે બેટ પણ નહોતે. કેમકે જ્યારે સુકરાત પિોતે જ કહેતું હતું કે, સત્ય કહી શકાય નહિ, ત્યારે ન્યાય કચેરી પણ સુકરાત પાસેથી એ જ માંગણી કરતી હતી કે જે સત્ય કહી ન શકાય તે કૃપા કરી તેને કહે જ નહિ. જે કહી જ ન શકાય તેને કહેવાના ચક્કરમાં શા માટે પડે છે?
સુકરાને કહ્યું: ખરેખર તે કહી તે ન શકાય પરંતુ તેને કહેવા માટે કેઈને રેકી પણ ન શકાય. આખરે સુકરાતને વિષ આપવામાં આવ્યું. છતાં તે પોતાનાં કર્તવ્યમાં નિશ્ચલ રહ્યો. પિતાના પ્રાણની આહુતિ આપીને પણ સુકરાત પિતાના સિદ્ધાંતમાં મક્કમ રહ્યો.