________________
- મનથી અગોચર : ૪૮૧ બહેરા માણસો પણ મનના અવલંબન માત્રથી જોવાનું અને સાંભળવાનું કામ કરી લેતા અને જગતમાં આંધળા અને બહેરાઓને સર્વથા અભાવ થઈ જાત. પણ મનની આવી ક્ષમતા નથી એટલે મનને બહારના જગત સાથે સંબંધ જોડવા માટે પણ ઈન્દ્રિયની સહાયની અપેક્ષા અવશ્ય રહે જ છે.
હાં, આંખ બાહ્ય પદાર્થોને દૃષ્ટિને વિષય બનાવી શકે છે. પણ તે અંદર પ્રવેશી શક્તી નથી. કાન બહારના શબ્દો સાંભળી શકે છે પણ અંદર તેને પ્રવેશ થઈ શકતા નથી. હાથ બાહા વસ્તુઓનો સ્પર્શ કરી શકે છે પરંતુ હાથને અંદરમાં જરા જેટલો પણ પ્રવેશ થઈ શક્તિ નથી. તાત્પર્ય એ છે કે બધી ઈન્દ્રિય ખાદ્યને વિષય બનાવી શકે છે પરંતુ જે અંદર છે તેને પામવાની, તેની ઉપલબ્ધિ કરવાની ક્ષમતા ઈન્દ્રિમાં નથી. જેને આપણે મન કહીએ છીએ તે પણ એક જાતની ઇન્દ્રિય જ છે. શાસ્ત્રમાં તેને અનિન્દ્રિય નામ આપવામાં આવ્યું છે. આ અનિન્દ્રિય ઈન્દ્રિય કરતાં જરા સૂક્ષ્મ છે. બધી ઇન્દ્રિ સાથે એને સંબંધ છે, તેથી આત્મા માટે તો તે ઈન્દ્રિયની માફક જ એક બાહ્ય સાધન છે; છતાં ઇન્દ્રિયથી જુદું પાડવા અને ઇન્દ્રિયે કરતાં તેની વિશિષ્ટ શકિત અને સૂક્ષમતાને સમજાવવા અનિન્દ્રિય અથવા નેઈન્દ્રિય નામથી તે ઓળખવામાં આવે છે.
મનની અંદર પણ ચેતના છે. તે મનની પેલે પાર છે. જેમ ઈન્દ્રિયે તે ચેતનાને વિષય નથી કરી શકતી તેમ મન પણ તેને વિષય કરી શકતું નથી. એટલે જ બધા મહર્ષિઓએ આ ચેતનાને “નવા મારામ” મન અને વાણીના અવિષયરૂપે નિર્દેશ કરેલ છે. મનની પાસે કઈ શકિત, ક્ષમતા કે ઉપાય નથી કે તે આ ચેતનાને જાણી શકે. આપણે માટે આ જ એક કેયડે છે, એક સમસ્યા છે, મટી ગુંચવણ છે. આ વિરાટ જગતના અગણિત પદાર્થો મનથી જાણી લેવાય છે. તેથી આપણે એ રીતે વિચારવા ટેવાઈ ગયા છીએ કે મનથી આત્મા અને ચેતના પણ ઓળખી શકાય છે.
ટેબલ, ખુરસી, મકાન, દુકાન વગેરે મનથી જાણી શકાય છે. ગણિત, ભૂગળ અને ભાષાનું જ્ઞાન મનના અવલંબનથી કરી શકાય છે. વિજ્ઞાનનું જ્ઞાન પણ મનથી થઈ શકે છે. એટલે મનથી એવી ભ્રાંતિ જન્મવી સ્વાભાવિક છે કે બધું મનથી જાણી શકાય છે. જાણવા લાયક કેઈપણ વસ્તુ મનથી અગમ્ય હોઈ શકે નહિ. વિશ્વવિદ્યાલયોમાં સેંકડે વિષયોને અભ્યાસ ચાલે છે અને તે બધા વિષયે મનની સહાયથી આત્મસાત્ કરી શકાય છે તેથી આત્મા અને પરમાત્મા પણ મનથી જાણી શકાય એવી એક ભ્રાંતિપૂર્ણ માન્યતા આપણું મનમાં દઢતાપૂર્વક સ્થાન પામી ગઈ હોય છે. મનની આવડી અપાર ક્ષમતાને જોઈ, મનથી બધું જાણી શકાય છે એવી કલ્પના રૂઢીભૂત થઈ જવા પામી હોય તે તે અસ્વાભાવિક પણ નથી. પરંતુ મને પિતાની પાછળ રહેલા પદાર્થોને, પિતાની પાર રહેલા તને જોઈ શકતું નથી. તેથી મને હંમેશાં એમ કહેવાનું દુઃસાહસ કરતું હોય છે કે-જે હું જાણતું નથી તે વાસ્તવમાં છે જ નહિ.