________________
૪૭૮ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર
ભારતીય મનીષીઓ બહુ જ સમજદાર, પ્રજ્ઞાશીલ અને બુદ્ધિમાન હતા એટલે તેઓ કહેતા હતા કે, પચ્ચીસ વર્ષની ઊર્જા ભેગી કરી લે, સમસ્ત શકિતને જરા પણ વહેવા ન દે કે જેથી સંસારથી વિરકત થતાં મનમાં એક વખત પણ સંસારને ફરી જેવાને ભાવ જાગે. - આજે તે આ જગતમાં કોઈ પણ વ્યક્તિ કામવાસનાથી તૃપ્ત નથી. જો કે આજના યુગમાં કામવાસનાને તૃપ્ત કરવાના જેટલા ઉપાય છે તે સંબંધેને પ્રચાર છે. તેનાં નગ્ન સ્વરૂપને જે રીતે પ્રદર્શિત કરવામાં આવે છે, તે જાતનાં સાધન, પ્રચાર કે પ્રક્રિયાઓ કયારે પણ નહોતા. આજે આટઆટલા સાધને છે છતાં માણસ સંતૃપ્ત જણાતું નથી. કારણ શકિત સંગ્રહિત થાય તે પૂર્વે જ તે વિસર્જિત થવી શરૂ થઈ જાય છે. ફળ પાકે તે પહેલાં જ મૂળિયાં રસને માટીમાં બેઈ નાખે છે. પરિણામે ફળ ક્યારે પણ પાકતાં નથી. ફળ પાકવા માટે પણ ઊજ જોઈએ.
પચ્ચીસ વર્ષ સુધી માણસ પિતાની શકિતને સંગ્રહિત કરવાના ઉપાયે કરતે. એક એક માણસને એક એક શકિતને કુંડ બનાવી દેતા જે કુંડે ઊર્જાથી અલિત હતા. તે શકિતથી સંપન્ન અને શક્તિથી ભરેલે જગતમાં આવતું હતું. યાદ રાખજો જેટલે શક્તિશાળી પુરુષ હેય તેટલે જ તે સરળતાથી વાસનાથી મુક્ત થઈ શકે છે. માણસ જેટ નિર્બળ હશે તેટલે. જ તે જલદી ભેગથી મુક્ત થઈ શકશે નહિ. નિર્બળ માણસ ભેગના અંતિમ તલને પહોંચી શકતું નથી. એટલે આ વિષેને તેને અનુભવ એટલે કા હોય છે કે, તેમાંથી તેને મુક્ત થવું મુશ્કેલ થઈ જાય છે. જેનું યથાર્થ જ્ઞાન આપણને નથી એટલે તેમાંથી મુકિત મેળવવી પણ આસાન નથી.
- જ્યારે પુત્ર લગ્ન કરી ઘરમાં પિતાની પત્ની સાથે આવી જાય, પછી પણ માબાપ બાળકને જન્મ આપ્યા કરે છે એનાથી વિચિત્ર અને અસંગત બીજી કઈ વાત હોઈ શકે ? પુત્ર જ્યારે ભોગમાં ઊતરી જાય, ત્યારે પણ જે પિતા ભેગના જગતમાંથી મુકત ન થાય, તે આ કઈ સમજદારીની વાત છે? આમ છતાં પિતા છે કે પુત્ર અને સન્માન આપે, તે આ જાતની અપેક્ષા રાખવી એ મૂઢતા છે. સાચી રીત તે એ છે કે જ્યારે પુત્ર ભેગના જગતમાં પ્રવેશ કરે ત્યારે માતાપિતાએ ત્યાગના જગતમાં પ્રવેશવાના શ્રી ગણેશ માંડવા જોઈએ.
જ્યારે આપણે શુદ્ધ ચૈતન્યમાં, શુદ્ધ સત્યમાં અને શુદ્ધ અસ્તિત્વની સાથે એક થઈ જઈએ છીએ ત્યારે આ એકતાનું જે જ્ઞાન, આ એકતાને જે દિશા નિર્દેશ આ ઐકયની જે ઈગિત અવસ્થા છે એ જ નિર્વાણ દર્શન છે.
આ નિર્વાણ દર્શનનું રહસ્ય એવું તે ગુહ્ય છે કે, માર્ગે ચાલ્યું જતા જેવા તેવાને તે કહેવાનું નથી હોતું. આવા કીંમતી રહસ્ય દરેક સામે પ્રગટ ન કરી શકાય. આ રહસ્યોને સમજવા અને આત્મસાત્ કરવાની પાત્રતા જોઈએ. આવા તિર્મય રહસ્યને પચાવવા આંતરિક