________________
૪૭૬ : મેઘા પાષાણુ, ત્યાં દ્વાર
તાત્પર્ય એ છે કે, સંપત્તિથી જે ખરીદી શકાય છે તેની વાસ્તવમાં કોઈ કીમત હતી નથી. સામાયિક જે સામ્રાજ્યથી ખરીદી શકાતી હેત સામાયિકની કોઈ કીમત રહેત નહિ. સામાયિકની જે કીમત છે તે સ્વયંમાં અમૂલ્ય છે તેનું કારણ આ જ છે.
- સાધુ પુરુષની સંપદા શી છે? સાધુ પુરુષોની સર્વ પ્રથમ સંપાત્ત બ્રહ્મચર્ય છે. સાધુ પુરુષનું આચરણ એવું હોય છે, જેમ સ્વયં પરમ આત્મા તેની અંદર બિરાજિત થઈ આચરણ કરતો હોય ! બ્રહ્મચર્ય શબ્દ અસામાન્ય છે અને કીમતી છે. પરંતુ નીતિવાદીઓએ એના પરમાર્થને સર્વથા વિકૃત કરી નાખેલ છે. કારણ જ્યારે પણ કઈ “બ્રહ્મચર્ય એ શબ્દને ઉલ્લેખ કરે છે ત્યારે તત્કાલ બ્રહ્મચર્ય શબ્દને અર્થ કામવાસનાના નિયંત્રણનાં રૂપમાં જ સ્મૃતિગોચર થાય છે. બ્રહ્મચર્ય શબ્દ આટલા જ અર્થમાં સમાઈ જતે કઈ સામાન્ય શબ્દ નથી. બ્રહ્મચર્યને આ અર્થ કર એ તે બ્રહ્મચર્ય શબ્દ સાથે અન્યાય કરવા બરાબર છે. બ્રહ્મચર્ય શબ્દને આવે સામાન્ય અર્થ કરે એટલે વિરાટને વામણે બતાવવા બરાબર છે. બ્રહ્મચર્ય તે એક પરમ સત્ય છે. બ્રહ્મચર્ય શબ્દનો અર્થ થાય છે-બ્રહ્મ જેવી ચર્યા. એવી રીતે જીવવું જાણે પરમાત્મા જ જીવી રહ્યા હોય ! બ્રહ્મચારીનાં સ્વરૂપમાં તેવી વ્યકિતમાં આપણે પરમાત્માની ચર્યાના દર્શન કરી શકીએ છીએ. તેવી વ્યકિતનું બોલવું, ચાલવું અને તેની દરેક ક્રિયાઓ પરમાત્માની સાક્ષી પૂરે એવી હોય છે. એટલે બ્રહ્મચર્ય એક વિરાટ શબ્દ છે. તેને કામવાસનાના નિયંત્રણરૂપ અર્થ શુદ્ધ અને સામાન્ય છે.
બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનાર પિતાની અંદર પરમાત્માને એ રીતે પ્રતિષ્ઠિત કરે છે કે પિતે જ પરમાત્માનું મંદિર બની જાય છે! પરમાત્મા જેવું, બ્રહ્મ જેવું આચરણ એ જ બ્રહ્મચર્ય છે. એમાં કામ નિયંત્રણ તે આવી જ જાય છે. તેનું અલગ વિધાન કરવાની જરૂર રહેતી નથી. પરંતુ બ્રહ્મચર્ય માત્ર કામનિયંત્રણ નથી. કોમનિયંત્રણ ઘણું નાની અને સામાન્ય વાત છે. બ્રહ્મચર્ય બહ મેટી અને વિશિષ્ટ વાત છે. જેણે બ્રહ્મચર્યની આવી વિરાટ સંપદાને અનુભવ કરી લીધું છે તેણે પિતાનાં બ્રહ્મને-પરમાત્મભાવને સાક્ષાત્કાર કરી લીધું છે. હવે તેની પાસે એવી સંપત્તિ આવી ગઈ છે જે કેઈથી છીનવી શકાય નહિ ! આ એક જ એવું પરમ સત્ય છે જે કેઈથી ઝુંટવી શકાતું નથી. સત્ય એવું હોવું જોઈએ કે આપણી પાસેથી જેને કેઈઝુંટવી શકે નહિ. સત્ય એવું હોવું જોઈએ કે જે આપણું જ સ્વરૂપ હેય. સત્ય એવું દેવું જોઈએ કે જેને કઈ આપણાથી વિલગ કરી શકે નહિ.
માતાપિતા, પુત્ર, પત્ની સી એક દિવસ આપણે સાથ છોડી દે છે. આપણું શરીર કે જેને, આપણે આપણું ગણુએ છીએ, તેને શણગારવાના પ્રયત્નોમાં રાત દિવસ રચ્યાપચ્યા રહીએ છીએ તે પણ એક દિવસ આપણે સાથ છોડી દે છે. આપણું મન જે આપણા જગતનું પ્રતિક્ષણ નિર્માણ કર્યા કરે છે તે પણ એક દિવસ આપણી સાથે રહેશે નહિ. માત્ર એક જ સત્ય, એક જ