________________
બ્રહ્મચર્ય-સંપદા : ૪૭૭
પરમ અસ્તિત્વ, એક જ પરમાત્મા, એક જ બ્રા જે આપણાં છે, શાશ્વત આપણી સાથે જ છે. ખરી રીતે જે આપણું જ સ્વરૂપ છે તે કદીપણ આપણી પાસેથી છીનવી શકાતું નથી.
આચરણ બ્રહ્મ જેવું હોવું જોઈએ; પરંતુ આચરણ તે બહારની વાત છે. આચરણને અર્થ જ છે બહાર. ચર્ચાને અર્થ જ છે બહાર. ચર્ચાને અર્થ જ બીજાના સંબંધમાં. એટલે આપણું બધું આચરણ બીજાના સંબંધમાં જ હોય. એકલાના આચરણને તે કઈ અર્થ પણ નથી. સત્ય બેસવું હોય કે બેટું બોલવું હોય તે પણ સામે કઈ વ્યક્તિ હેવી જોઈએ. ચેરી કરવી હોય તે પણ કોઈની. એટલે આપણું બધું આચરણ બીજાની સાથે સંબંધિત છે. ઉપનિષદના ઋષિએ આ સત્યને સામે રાખીને કહે છે કે, સાધુ પુરુષની પ્રથમ સંપદા બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યને અર્થ છે, બીજાની સાથે એ રીતે સંબંધિત થવું જાણે બ્રહ્મ અથવા ઇશ્વર સાથે સંબંધિત થયા હઈએ.
આચરણ તે બહાર હોય છે. પરંતુ જીવનની ઉર્જા જે ચેતના છે તે કંપિત ન થાય, જેમાં એક તરંગ પણ ન ઊઠે એવી નિષ્કપ, પરમમીન, પરમશાંત જે સ્થિતિ છે તે સાધુઓની આંતરિક સંપદા છે.
આચરણ બ્રહ્મ જેવું હોય અને અંતસ નિર્વાણ જેવું પરમ શાંત શૂન્ય અને મન હોય તે જ ઋષિઓનું આંતરિક અને આધ્યાત્મિક એશ્વર્યા છે. જે કદીપણ તેમની પાસેથી છીનવી શકાતું નથી. આવી સંપદા સિવાયની બીજી કઈ સંપદાની કલ્પના કરવી અથવા બીજી કોઈ વસ્તુઓને સંપદા માની બેસવી એ અજ્ઞાનતા છે, એક પ્રકારની દીનતા છે, તે એક અર્થમાં દરિદ્રતા છે. આવા માણસે પિતાની દરિદ્રતાને ઢાંકવા ગમે તેટલા પ્રયત્ન કરે તે પણ તે પિતાની દરિદ્રતા એક યા બીજી રીતે, એક યા બીજે ઠેકાણે પ્રગટ કર્યા વગર રહી શકતા નથી. ધન તે તેમની પાસે હોય છે, પરંતુ ખરા અર્થમાં તેમને ધની કહી શકાય નહિ. કારણ ગમે તે ક્ષણે પણ તેમનું ધન છીનવી શકાય છે. ધન ભલે ન ઝુંટવી લેવાય છતાં ધનથી પિતાને ધની માની બેસવાની ચેષ્ટા એ માત્ર દંભ જ છે. અંદરની દીનતા જ્યાં સુધી જાય નહિ, પદાર્થો મેળવવા તરફનું આકર્ષણ જ્યાં સુધી ઓછું થાય નહિ, અને જ્યાં સુધી અશાંતિ માટે નહિ ત્યાં સુધી આંતરિક સમૃદ્ધિને જન્મ થતું નથી. જ્યાં સુધી અંતરાત્મામાં સઘન પરમાત્મભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી વ્યક્તિ ગુલામ જ છે. જેણે પરમાત્મભાવને ઉપલબ્ધ કર્યો છે એ જ સમ્રાટ છે.
હિન્દુ જગતે તે માનવ જીવનને ચાર આશ્રમમાં વિભકત કરેલ હતું. મનુષ્ય જાતિના ઇતિહાસમાં આર્ય સંસ્કૃતિ સિવાય આવા અદ્દભુત પ્રાગે ક્યાંય કરવામાં આવ્યા નથી. આ વ્યવસ્થા માત્ર ધાર્મિક વ્યવસ્થા નહોતી; આ વ્યવસ્થા પાછળ વૈજ્ઞાનિક સત્ય પણ કામ કરી રહ્યા હતાં. ફાતં ફાર: _આ ઉક્તિ મુજબ માણસની આનુપાતિક ઉમર ૧૦૦ વર્ષની માની લઈ તેના પચ્ચીસ-પચ્ચીસ વર્ષના ચાર વિભાગો પાડવામાં આવેલા હતા. આ દરેક પચ્ચીસ વર્ષમાં પિતાની સંપૂર્ણ શક્તિને જગાડીને સંગ્રહીત કરવાનું માણસનું લક્ષ્ય હતું.