________________
૪૭૪ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
યથા શ્રમથી ઉપાર્જિત કરેલ હાય, તેજ ખરેખર સપત્તિ છે. અન્યથા સપત્તિના નામે તે વિપત્તિ જ છે. જેને આપણે સપદા કહી પ્રતિષ્ઠા આપીએ છીએ, તેને કારણે વિપદાએ સિવાય ભાગ્યે જ કાઈ બીજી વસ્તુ આપણા ઉપર આવતી દેખાય છે. જે છીનવી શકાય, જેનુ અપહરણ થઈ શકે, જે લૂંટી શકાય, જે હીનાધિક થઇ શકે તે મહાપુરુષાની દૃષ્ટિમાં સાચી સ ́પત્તિ નથી. જે ઝુંટવી શકાય છે એવી વસ્તુના આપણે માલિક કેમ થઇ શકીએ ? છીનવી શકાય એવી વસ્તુના માલિક હાવાના દાવા કરવા એ નિરક અધિકાર છે, મિથ્યા અભિમાન છે, અજ્ઞાનતા છે. જે સ'પત્તિથી આપણે પરિચિત છીએ, જેની સાથે આપણા પ્રગાઢ સંબંધ છે તે સ`પત્તિ તેા છીનવી શકાય તેવી સંપત્તિ છે. પરંતુ કદી કાઇથી છીનવી ન શકાય એવી જે આપણી સ્વયંની માલિકીની સપત્તિ છે, જે અક્ષર અને શાશ્વત છે તેને વિષે તે આપણે કશું જ જાણતા નથી.
ઉપનિષદમાં એક મીઠી કથા આવે છે. યાજ્ઞવલ્કય નામના ઋષિને બે પત્નીઓ હતી. તેઓ પોતાની બધી સપત્તિ અને સ્ત્રીઓ વચ્ચે વહેંચી પોતે સન્યાસ લેવા ઈચ્છતા હતા. સપત્તિના બરાબર એ સરખા ભાગ પાડી નાખવા અને ખન્ને સ્ત્રીઓને તે ભાગે સમાન રીતે આપી દેવા અને પોતે સંન્યસ્ત ધારણ કરી આ સ`સારમાંથી નીકળી જવુ, આ તેમની ભાવનાને ક્રિયાન્વિત કરવા માટે તેમણે એક દિવસ તેને ખેલાવી પોતાનાં હૃદયની અંતિમ ઇચ્છાની વાત કહી. એક સ્ત્રી તેા રાજી થઈ ગઈ. તેના મનથી તે અર્ધી સંપત્તિ પેાતાના જીવનનિર્વાહ માટેની પર્યાપ્ત સપત્તિ હતી. મનુષ્ય સ્વભાવની આ જ નબળાઈ છે કે તે ચૈતન્ય કરતાં જડને વધારે મહત્ત્વ આપે છે. એક કાચના પ્યાલા ફૂટી જાય તે પણ તેને માલિક તેને માટે સારાયે ઘરમાં કલેશનું વાતાવરણ ઊભું કરી દે છે. આમ કલેશનુ વાતાવરણ ઊભું કરીને ઘરનાં માણસાના હૃદયને આંચકા આપતાં તેને જરાયે ગ્લાનિ કે ખિન્નતા થતાં નથી. જીવતા જાગતા માણુસાના જીવન કરતાં તેને મન તે આઠ આનાના પ્યાલાની વધુ કી'મત છે. જો તેને મન તે પ્યાલાની કીંમત વધુ ન હોત તા તે એક નાશ થઈ જવાના સહજ સ્વભાવવાળી જડવસ્તુ માટે આવા કલેશપૂણું ઊહાપાહ કરત નહિ. જીવતા જાગતા વેશમાં જે પરમાત્માને જોઇ શકતા નથી તે આમ પટ્ટામાં પરમાત્માના દન કરે છે. અન્યથા પદાર્થાં ખાતર પરિવારના ચૈતન્ય પ્રભુએના અન્તરાત્માને દુભવવા તે આવુ વિષાદ અને પરિતાપપૂર્ણ વાતાવરણ ઊભું કરત ખરા ? યાજ્ઞવલ્કયનાં એક પત્નીને તે સ`પત્તિની કીમત પોતાના પતિ કરતાં પણ વધારે લાગી, એટલે સ`પત્તિથી તે રાજી થઈ ગઈ. પરંતુ બીજી પત્નીએ સામેથી પ્રશ્ન કર્યાં: પ્રભા ! જે વસ્તુ આપ મને સોંપીને સંસારનો ત્યાગ કરો છે, તે વસ્તુ આખરે શું છે ?' યાજ્ઞવલ્કયે જવાબ આપ્યા : આ તમારા જીવનની આધારરૂપ સંપદા છે.' પત્નીએ તરત જ બીજો પ્રશ્ન કર્યોઃ જો આ સપત્તિ જીવનના આધારરૂપ છે, તે પછી આપ તેને ત્યાગીને કેમ જઈ રહ્યા છે ? એવી કઇ વસ્તુ છે કે જેની શેાધમાં આપ જીવનની આધારરૂપ એવી આ સપત્તિને ત્યાગ કરી રહ્યા છે ?' યાજ્ઞવલ્કયે જવાખ આપ્યા : મારી દૃષ્ટિમાં આ સ`પદા હુવે સ'પદા રહી નથી. મેં આ સ’પદાના પૃષ્ઠભાગમાં