________________
પ્રાચય –સંપદા ઃ ૪૭૩
નેટની કીમત ઘણી મોટી હશે, છતાં પેાતાના જીવતા જાગતાં ખળક કરતાં તે મેાટી નહોતી ને? આ જ રીતે માણુસ જ્યારે જડની વધારે કીમત આંકે છે અને ચૈતન્ય તરફ એક ાતની અનપેક્ષિત બેદરકારી દાખવે છે, ત્યારે સમજવુ' જોઇએ કે તેનુ આત્મા કરતાં પદાર્થા તરફનું આકર્ષણ વધારે ખલવત્તર છે. અન્યથા દસની નોટ કરતાં ખાળક હજાર ગણું વધારે કીમતી હાવા છતાં ખાપથી મસ્તિષ્કનુ સંતુલન કેમ જાળવી ન શકાયું...?
કેશીકુમાર શ્રમણના પ્રશ્નના જવાબમાં શ્રી ગૌતમસ્વામી એ જ સમજાવી રહ્યા છે કે મણુસ કરુણા અને પ્રેમને સદેશે! લઇ કાષાયિક આગને શાંત કરવા માટે પ્રયત્ન તે અવશ્ય કરે છે; પરંતુ આ કષાયે માણસના માનસિક સંતુલન ઉપર કયારેક ન કલ્પી શકાય એવા તીવ્ર આઘાતપ્રત્યાઘાત જન્માવે છે. આવા સંજોગોમાં માણસ પેાતાના ઉપર નિયમન, અંકુશ કે અનુશાસન રાખવાની ક્ષમતાને ખાઇ બેસે છે. આવી વ્યકિત માત્ર પોતાના માટે જ અભિશાપરૂપ નથી પણ આખા પારિવારિક અને સામાજિક જીવનને માટે અભિશાપરૂપ બની જાય છે. તે પોતાની પારિવારિક અને સામાજિક જીવનની શાંતિને ડહેાળી નાખે છે. આવા માણસોનાં મનેાખળ ઘણાં નબળાં હાય છે. તેમના સંકલ્પો શકિતશૂન્ય હાય છે. અન્યથા કાષાયિક વૃત્તિઓમાં પોતાની નિયંત્રણ કરવાની શિકત તે ખાઈ એસત નહિ. શ્રી ગૌતમસ્વામી કષાયરૂપ અગ્નિથી બચવાના પોતે સાધેલા ઉપાય સમજાવી રહ્યા છે—
कसाया अग्गिणो वुत्ता सुयसीलतवे। जलं ।
सुयधारा मिहया संता भिन्नाहु नऽहंति मे ॥ ५३
કષાય (ક્રાધ–માન–માયા લેાભ) અગ્નિ છે. શ્રુત, શીલ, તપ એ પાણી છે. શ્રુત, શીલ, તપ રૂપી જલધારાથી ખુઝાએલ અગ્નિ મને ખાળતા નથી.
સત્યને પારમાર્થિક સ્વરૂપમાં ઓળખી લેવું, એજ જીવનનું કીમતી સાધ્ય છે. સાધક જીવનની એ સૌથી અમુલ્યનિધિ છે. સાધકનાં જીવનમાં સ્વરૂપ મૂલક દૃષ્ટિના અપાર મહિમા અને અસાધારણ ગૌરવ છે. દૃષ્ટિને ઉપલબ્ધ આત્માના અલ્પ જપ-તપ પણ મેાક્ષરૂપ સાધ્યમાં સહાયક બને છે ત્યારે દૃષ્ટિવિહીન આત્માના પંચાગ્નિ તપની પણ કાઈ કીમત હાતી નથી. શ્રુત, શીલ, અને તપની વાત અવસરે....
બ્રહ્મચય —સંપદા
આપણે જેને સપત્તિ માનીએ છીએ અને કહીએ છીએ તે તે છીનવી શકાય છે. કદાચ પુણ્ય અને પ્રારબ્ધના સારા યાગ હાય અને અંત સુધી કદાચ તે સંપદા બની રહેવા પામે તે પણ એક દિવસ મૃત્યુ આવીને તેને આપણાથી નિશ્ચિતપણે વિલગ કરી દે છે. સંપત્તિની સંસ્કૃત વ્યુત્પત્તિ આ છે—સમ્યક્ પ્રતિપત્તિઃ સમ્પત્તિ: અન્યથા વિત્તિઃ'-જે સાચી રીતે મેળવેલ હાય,