________________
૪૫ર ઃ ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર
આ પ્રતીકોના અર્થની પ્રતીતિ છે તેમને માટે તે આ અગ્નિની જવાલાઓ માત્ર અગ્નિ જ નથી પરંતુ ધર્મમય ચેતનાને ઉર્ધ્વગામી બનાવનાર પ્રતીકરૂપ છે. એ જવાલાઓમાં હેમાએલાં ઘી, ઘઉં, તલ માત્ર સ્થલ દ્રવ્ય જ નથી પરંતુ જીવનને ઊંચે ઉઠાડનાર મંગલ પ્રતીક છે, જેના આધારે જીવન વધુ તેજસ્વી, ઉજજવલ અને ઊર્ધ્વગામી બને છે !
આ પ્રતીકના તાત્વિક અર્થો જે આપણે ન સમજીએ તે અગ્નિ અગ્નિરૂપે જ રહે છે, જે ઓલવાઈ જતાં આપણા હાથમાં રાખ જ રહી જવા પામે છે. આવા યોને અર્થ પણ શું? આવા યજ્ઞો પાછળનો હેતુ પણ શે ? આવા યોને હેતુ માત્ર એટલે જ રહે છે કે, લેકે યજ્ઞ કરે છે, અગ્નિ સળગાવે છે, તેમાં જવ, તલ, ઘી, ઘઉં આદિ પદાર્થો હોમે છે, કંઠસ્થ કરેલાં સૂત્રે બેલે છે અને તે મંત્ર બોલનારા પણ પૈસાથી ખરીદાએલા ભાડૂતી માણસે જેવા હોય છે, પરિણામે યજ્ઞની પૂર્ણાહુતિમાં દક્ષિણના નામે ભયંકર મહાભારત અને બખડજંતર ઊભાં થાય છે !
- જ્યારે ધર્મ પૈસાની સાથે સંબંધ બાંધનારે થઈ જાય છે ત્યારે તે ધર્મ મટી જાય છે. ધંધાને ધર્મ બનાવી શકાય પરંતુ ધર્મને ધંધે બનાવી શકાય નહિ. પરંતુ આજે ભાગવતપારાયણ, રામાયણપારાયણ, યજ્ઞ આદિ કહેવામાં આવતી ધાર્મિક ક્રિયાઓ ધર્મને નામે ધંધામાં ફેરવાઈ ગઈ છે. જેમાં એ ક્રિયાના કરનારાના વ્યકિતત્વને અનુલક્ષીને બજારમાં તેના ભાવ બોલાતા હોય છે. પરિણામે ધંધાને તે ભાગ્યે જ કોઈ ધર્મ બનાવી શકતા હોય છે. ધર્મ તે આસાનીથી બંધ થઈ જાય છે.
પારમાર્થિક દૃષ્ટિએ તે આખું જીવન જ યજ્ઞ છે. સમસ્ત ક યજ્ઞ છે. સંપૂર્ણ જીવન આહુતિ છે. સ્વયંને જ યજ્ઞકુંડ બનાવી લેવો જોઇએ અને તે કુંડમાં જ બધું હોમી દેવું જોઈએ.
અહીં પ્રશ્ન થઈ શકે છે કે, યજ્ઞમાં ઘઉં શા માટે હોમવામાં આવે છે તેને જવાબ સી જ છે. જેમ અગ્નિ એ પ્રતીક છે તેમ ઘઉં પણ પ્રતીક છે. ઘઉં એક બી છે જેમાં કરે નવા ઘઉં પેદા કરવાની ક્ષમતા છે. આ જ એક ઘઉંના બીને જમીનમાં વાવવામાં આવે છે, એક ઘઉંમાંથી સેંકડો ઘઉં પેદા થાય છે અને ક્રમશઃ વૃદ્ધિગત થતાં સેંકડોમાંથી કરેડે ઘઉં પેદા થઈ ઊભા રહે છે. ઘઉંને પ્રતીક બનાવી અનુભવીએ આપણને સમજાવવા માંગે છે કે, અહંકાર બી રૂપમાં હોય ત્યારે જ તેને હેમી દેજે. તેને હોમવાને બદલે રખે વાવવાની ભૂલ કરી બેઠા તે બી રૂપે નાનકડે દેખાતે અહંકાર, સમય જતાં વિશાળ વટવૃક્ષ બની જશે. દરેક બીમાં સેંકડે અંકુર થવાની તાકાત છે. એટલે જ્યારે તે બીના નાના સ્વરૂપમાં હોય ત્યારે જ તેને હોમી દેજે કે જેથી તેનાં અંકુર ફૂટવા ન પામે. તેને ખાતર કે પાણીનું પિષણ આપશે નહિ. અન્યથા તે તમને જ એક દિવસ દબાવી દેશે. આમાં ઘઉંરૂપી અહંકારને દગ્ધ કરી નાખવાની, તેને રાખ બનાવી દેવાની અને નિર્જીવ અને નિઃશેષ કરી નાખવાની સૂચના છે.