________________
૪૬૪ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર સ્વામીની દેશના સાંભળી કશું પવિત્ર કરતા હશે, દર્શન દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે, અશનાદિક ચૌદ પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે! તમને ધન્ય છે સ્વામીનાથ, આપશ્રી પંચમહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે !
આ રીતે પ્રભુને વિહરવાનાં સ્થાને પ્રભુના શુભાગમનથી વિશિષ્ટ બની જાય છે. તે સ્થાનના પરમાણુઓમાં એક પ્રકારની શુભ્રતા વિસરી જાય છે. જે પ્રભુના પદાર્પણથી તે સ્થાનમાં એવી વિશિષ્ટતા ન આવતી હોય તે શાસ્ત્રમાં જે ઉલ્લેખ છે કે ત્યાં રેગ-મરી પ્રસરતા નથી, દુષ્કાળ પડતા નથી, પ્રાણીઓ પરસ્પર વૈરવૃત્તિઓ ભૂલી જતા હોય છે–આ ઉલ્લેખ ન કરવામાં આવ્યા હોત.
હું સમજું છું ત્યાં સુધી તીર્થ એક એવી વ્યવસ્થા છે કે, જેથી અંતરિક્ષની ચેતના સાથે સંબંધ સ્થાપિત નથી કરાતે પરંતુ આ પૃથ્વી પર જ જે ચેતનાના વિકાસના પરમ શિખરને સ્પર્યા છે, જે સ્થાન પર આ પરમ સિદ્ધિ મેળવવામાં આવી છે તે સ્થાને પરમ ઊર્જાથી ભરાઈ જાય કે જેથી તે સ્થાનેના સંપર્કમાં રહી સાધના સાધતા સાધકને સાધ્યની સિદ્ધિમાં સુગમતાની કેડી અને સરળ નિમિત્ત મળી રહે. સમેત શિખરના આ સ્થાનને ઊજઓથી પરિપૂર્ણ કરવા માટેના ગંભીર પ્રયોગ થયા છે. વીસ વીસ તીર્થંકરે સમેત શિખર પર ચઢી સમાધિને સ્વીકાર કરે એ કંઈ નાનોસૂને કે નગણ્ય પ્રયોગ નહોતે. તે સ્થાનેથી તીર્થકરે અને અન્ય અસંખ્ય સાધકેએ ચેતનાના વિકાસની પરિસીમાને સ્પર્શવાની પરમ યાત્રાઓ પ્રારંભી, આ સ્થાનમાં ચેતના તરંગેની એટલી પ્રગાઢતા અને સઘનતા વિસ્તારી છે કે, આધ્યાત્મિક જગત સાથે સંપર્ક સાધવાની આત્યંતિક જિજ્ઞાસાવાળા માટે, આ સ્થાને ચેતનાના જગતમાં સરળતાથી અવગાહન કરવાના સુનિશ્ચિત માર્ગો બની ગયા છે. જાણે મેક્ષ અને સમેત શિખર વચ્ચે જાવ આવ માટેની એક અસંદિગ્ધ કેડી બની ગઈ છે !
જેમ આ પૃથ્વી પર બધે સમાન વરસાદ પડતું નથી, કયાંક વધારે વરસાદ પડે છે તે કયાંક ઓછો વરસાદ પડે છે, ક્યાંક વળી રેગિસ્તાન છે તે ત્યાં ભાગ્યે જ વરસાદ થતો હોય છે, તે વળી ક્યાંક ૫૦૦-૭૦૦ ઈંચથી પણ વધારે વરસાદ થાય છે ! એવા પણ આ પૃથ્વી પર સ્થાને છે કે જ્યાં બરફ સિવાય કાંઈ હોતું નથી અને એવા ગરમ સ્થાને પણ છે જ્યાં બરફનું નામ નિશાન હેતું નથી. ચેતનાના સંબંધમાં પણ પૃથ્વી પર આવાં સ્થળોનું નિર્માણ કરવા એક પ્રગનું આયોજન કરવામાં આવ્યું છે. વિશિષ્ટ ચેતનાઓના સતત સંપર્કથી જ સ્થાનમાં વિશિષ્ટતાને આવિર્ભાવ થાય છે. સ્થળોમાં આવી અપૂર્વતા સ્વયંભૂ હેતી નથી. તે તે મનુષ્ય ચેતનાઓથી નિર્મિત થાય છે. સમેત શિખર પર વીસ વીસ તીર્થકરોની યાત્રા, સમાધિમાં પ્રવેશ અને તે એક જ સ્થાને તેમના શરીરેનું વિસર્જન, તેમને પગલે બીજા પણ અસંખ્ય સાધકની ચેતનાના વિકાસની યાત્રા અને તે માટે આ જ સ્થાનની પસંદગી, તે સાધકને પણ સમાધિમાં પ્રવેશ અને પિતા પોતાના શરીરનું વિસર્જન-આ બધું એ તે સઘન ચેતનાને